Sep 26, 2016

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-623

લિંગ-શરીરનું ચલન હૃદય-કમળના ચલન થી થાય છે,
હૃદય-કમળનું ચલન,પહેલાંના ભોક્તા-પણા-આદિના સ્મરણ-રૂપ-વાસનાઓથી થાય છે,
તે વાસનાઓનું ચલન, સ્વ-રૂપના અજ્ઞાનને લીધે,ચૈતન્યમાં થયેલા દ્રશ્યાકારના સ્ફુરણ થી થાય છે.

હે વસિષ્ઠમુનિ,જ્યાં સુધી દેહમાં લિંગ શરીર હોય,ત્યાં સુધી દેહ જીવતો કહેવાય છે,
અને લિંગ શરીર રહિત થાય,ત્યારે દેહ મરી ગયેલો કહેવાય છે.
જેમ,પાંખો રોકાઈ જતાં,પવન નો સમૂહ શાંત થાય છે,
તેમ, વાત-પિત્ત-કફ કે જેઓ પરસ્પરથી વિરુદ્ધ છે-તેમના-તથા-રાગ-દ્વેષ-આદિ-ના પ્રકોપ થી,
અને શસ્ત્ર-આદિથી થયેલ છેદન-ની દશાથી,દેહની અંદર હૃદય-કમળ-રૂપી યંત્રનું ચલન અટકી જતાં,
લિંગ શરીરનું ચલન પણ ધીરેધીરે અટકી જાય છે.

શરીરમાં રહેલો જીવ,હૃદય-કમળ-રૂપી યંત્ર ચાલ્યા કરતાં,
ઉત્પન્ન થતા પોતાના સંકલ્પોને લીધે,હજારો દુઃખને પ્રાપ્ત થયા કરે છે.,
જેમના હૃદયમાં સર્વદા રાગ-દ્વેષાદિકથી રહિત નિર્મળ વાસના જ રહેતી હોય,તે જીવો જીવનમુક્ત કહેવાય છે.
તેઓ,સર્વદા એક-સરખી રીતે સ્થિર-રૂપ-વાળા કહેવાય છે,અને લાંબુ આયુષ્ય ભોગવે છે.

વાસનાઓથી વ્યાપ્ત અને જેણે,અનાદિ-કાળથી,શરીર-આદિ-પણાનો જ અભ્યાસ કર્યો હોય છે,
એવું મન,જ્યાં ત્યાં ભટકીને,સ્વર્ગ-નર્ક-વગેરેને જુએ છે.
જેમ ઘરનાં માણસો દુર જતાં ઘર શૂન્ય લાગે છે,તેમ,મનથી તથા પ્રાણવાયુથી રહિત થયેલું શરીર મૃત્યુ પામે છે.
જે સર્વ-વ્યાપક બ્રહ્મ-ચૈતન્ય છે -તે જ દ્રશ્યાકાર સ્ફુરણ ને લીધે મન-રૂપ (શરીર-વાળું) થાય છે.

નિર્વાહ-યોગ્ય શરીર કે જે પાંચ-સૂક્ષ્મ ભૂતોના સમુદાય-રૂપ ચિત્ત જ છે,
તેનો અધ્યાસ ધારણ કરીને રહેલું,બ્રહ્મ-ચૈતન્ય જ સંકલ્પ ના લીધે,સ્વપ્નના ભ્રમ જેવા સ્થૂળ આકારને જુએ છે,
પછી તે સ્થૂળ આકારની દૃઢ ભાવનાથી તેમાં જ અહંતાને પામીને,
ક્ષણ-માત્રમાં,નિર્વાહને યોગ્ય દેહ-પણાને સંપૂર્ણ રીતે ભૂલી જાય છે.
આ સ્થૂળ-દેહ કે જે મિથ્યા-ભૂત જ છે,તેમાં જે (ચૈતન્યે) કૃત્રિમ ભાવના કરી હોય છે,
એવું એ ચૈતન્ય,ખોટા જગતને સત્ય માની લે છે-અને પોતાના બ્રહ્મ-ચૈતન્ય-પણાને ખોટું માની લે છે.


   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE