તેમ,જીવને શરીરનો દૃઢ અભ્યાસ પ્રાપ્ત થતાં,તે,શરીરમાં મોટી વ્યાધિઓ અને મોટી ચિંતાઓ થાય છે અને તે જીવ દીનતા ને પ્રાપ્ત થાય છે.
જેમ,સૂર્ય-એ-પોતે જ પ્રકાશિત કરેલાં વાદળોથી ઢંકાઈ જાય છે,
તેમ,ચૈતન્ય-શક્તિ,પોતે જ પ્રકાશિત કરેલા દેહના યોગથી
જેમ, મદિરા ના પ્રબળ મદથી પરવશ થયેલા,પુરુષના અંગ પાર ઘા થાય,તો પણ તે જાણી શકતો નથી,
તેમ,પરવશ-પણા થી જે તે યોનિઓ માં અવતરતી ચૈતન્ય-શક્તિ મૂઢ-પણા (અજ્ઞાન)ને લીધે,
પોતાના ચૈતન્ય-પણા નું જ્ઞાન મેળવી શકતી નથી.
જેમ,મદિરા નો મદ ઉતરી જતાં,તે પુરુષ પોતાના કાર્યોનું સ્મરણ કરીને નિર્મોહ થાય છે,
તેમ,અજ્ઞાનથી પરવશ થયેલી,ચૈતન્ય-શક્તિ,અજ્ઞાન ટળી જાય ત્યારે,
પોતાના સ્વ-રૂપને યાદ કરીને મોહ-રહિત થાય છે.
જેમ,કોઢિયો માણસ,પોતાના ગલિત થયેલા આંગળાંને ગતિ આપી શકતો નથી,
તેમ,જયારે લિંગ-શરીરનો ઉપ-સંહાર થતાં,પ્રાણ-એ-હાથ-પગ વગેરેનાં જ્ઞાનોને ચલન આપતો નથી,
ત્યારે,દેહમાં રહેલું હૃદય-કમળ,કોઈથી થડકો નહિ લાગવાને લીધે,જરા પણ ચલિત થતું નથી.
જેમ,પાંખો ચલન વગરની થતાં,બહારની પવન-શક્તિઓ શાંત થઇ જાય છે,
તેમ અંદરનું હૃદય-કમળ પણ ચલન વગરનું થતાં,પ્રાણો શાંત થઇ જાય છે.
આ રીતે વાયુ,બંધ થવાની સાથે જ,અંદરનો સ્પર્શ દૂર થવાથી પ્રાણ શાંત થાય છે,અને,
જીવ,નામ-રૂપ-રહિત-કારણ-સ્વ-રૂપને (પોતાને) પામે છે.
હે,વસિષ્ઠ મુનિ,એ સમયમાં,પ્રાણના ઉપરામથી,રજ તથા આધાર વિનાનું મન,પણ,
પ્રાણની સાથે જ કારણ-સ્વ-રૂપને પામીને,તે (હવે માત્ર) સ્વ-રૂપે અવશેષ (બાકી) રહીને,
ઝાડના જળથી સિંચાતા બીજ ની જેમ,બીજા દેહનો આવિર્ભાવ કરવા તૈયાર થાય છે.
આ રીતે ચારે બાજુ સઘળાં કારણ દૂર થવાથી,લિંગ શરીર ચલન વગરનું થતા,દેહ નિર્બળ થઈને પડી જાય છે.