અન્નના રસનો પ્રવેશ કરાવવા માટે,સઘળી નાડીઓમાં ગતિ કરે છે.
જો કે,આકાશના જેવી સ્વચ્છ ચૈતન્ય-શક્તિ,એ જળમાં અને ચેતનમાં સર્વત્ર સમાન છે,
તો પણ મન આદિ-પદાર્થોથી ગોઠવાયેલા,લિંગ-શરીર-રૂપ-પ્રાણ ની ગુહામાં,
બિંબ-પ્રતિબિંબ ના ભાવથી ચૈતન્ય-શક્તિનું બમણા-પણું થવાથી,અધિક-પણું દેખાય છે.
સઘળા જડ પદાર્થોમાં સત્તા-માત્ર-રૂપે-રહેલી ચૈતન્ય શક્તિ,
દેહ નામના જડ પદાર્થમાં પ્રાણના ચલનથી જાગ્રત જેવી થઈને,
અધ્યાસ-વાળા જીવ-પણાના બળને લીધે,વિષયાદિક ને જાણે છે.
જે દેહ,જીવન દશામાં અનેક પ્રકારના નાના મોટા વૈભવો સાથે વ્યવહાર કરતો હોય,
તે જ દેહ,પ્રાણવાયુ જતો રહેતાં,મનથી રહિત થવાથી,તરત જ ચલન વગરનો થઇ જાય છે (મૃત્યુ પામે છે)
હે વસિષ્ઠ મુનિ,જેમ ઘર-આદિ નું પ્રતિબિંબ-એ અરીસામાં જ પડે છે,પથ્થરમાં નહિ,
તેમ,જીવ ચૈતન્યનું જીવ-રૂપ-પ્રતિબિંબ,એ લિંગ શરીર (મન) માં જ પડે છે,બીજા કોઈમાં પડતું નથી.
સઘળા કાર્યો ના કારણ-રૂપ જે મન છે તેને જ તમે લિંગ શરીર સમજો.
બીજા આચાર્યોએ એ મન ને જ સરળતાથી સમજાવવા માટે-તે મન ને જુદાજુદા નામો અને પ્રકારોથી કહ્યું છે.
(૩૨) ચૈતન્યની દેહાદિક માં સ્થિતિ
સદાશિવ કહે છે કે-હે વસિષ્ઠ મુનિ,પ્રાણીઓના લિંગ-શરીર (મન)માં પેઠેલી એ ચૈતન્ય શક્તિ શી રીતે આ લોક અને પરલોક સંબંધી કાર્યો કરે છે? તથા શી રીતે નામ ને પ્રાપ્ત થાય છે? અને શી રીતે દેહાદિકની ગતિ કરે છે?
તે હું તમને હવે કહું છું તે તમે સાંભળો.
બ્રહ્મની અનાદિ-માયા-રૂપ-"શક્તિ",પોતના આશ્રય-ભૂત બ્રહ્મને,આવરણથી નહિ જેવું કરી નાખીને,
અનાદિ-કાળના પ્રારબ્ધના સંચયથી પુષ્ટ થયેલાં,વિચિત્ર વાસના-વાળાં,કાયિક-વાચિક-માનસિક,
એવાં અનેક પ્રકારનાં કર્મોથી લિંગ-શરીર-રૂપે પરિણામ પામીને,
બ્રહ્મની સત્તાથી ચેતન -રૂપ-પણા અને પોતાની (મન ની) સત્તાથી જડ-પણા-રૂપ,
એમ બે પ્રકારના સ્વભાવને પ્રાપ્ત થઈને,વ્યવહાર ને લાયક થઈને,
જ્ઞાનેન્દ્રિય તથા કર્મેન્દ્રિય-આદિની પરંપરાથી જ સંસાર-રૂપે થઈને નાચે છે.