Sep 13, 2016

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-613

જેમ,વસંત-ઋતુ એ પોતાની ઈચ્છા વિનાની હોવા છતાં,અંકુરને ઉત્પન્ન કરે છે,
તેમ, ચિદાત્મા,ઈચ્છા વિના પણ આ જગતને ઉત્પન્ન કરે છે.
ત્રૈલોક્ય-રૂપ-સમુદ્રોની તાત્વિક-સ્થિતિનો વિચાર કરતાં,એ સઘળી સ્થિતિઓમાં-
સર્વદા એક જ ચૈતન્ય જ -તે જળના સમૂહમાં છે,બીજું કંઈ નથી,એમ સિદ્ધ થાય છે.

પોતામાં આરોપિત થયેલા,સઘળા જગતનો પ્રકાશ કરવામાં શક્તિ ધરાવનારું-એ ચૈતન્ય-
આ શરીરમાં,મન-થી જ તે મને ધારેલી સંકલ્પ-રૂપ-સત્તાનો સ્વાદ લે છે (ભોગવે છે)
જેમ,જળ એ ચકરીમાં રહીને ભ્રમણ કર્યા કરે છે,
તેમ,દેવ,દૈત્ય,પર્વતો,સમુદ્ર અને સઘળું જગત-એ ચૈતન્યમાં રહીને જ ભ્રમણ કર્યા કરે છે.

કર્તા-અને ભોક્તા-ના અભિમાન-વાળું,બંધન આપનાર વગેરે ચકરીઓ વાળું,ને ભ્રમણ ના પાત્ર-રૂપ-
આ સંસાર-રૂપી ચક્ર,એ આમ,ચૈતન્ય-રૂપ-ચક્રમાં જ ભમ્યા કરે છે.
જેમ વર્ષા-કાળ,એ ઇન્દ્ર-ધનુષ્ય-વાળા મેઘ નો વેશ ધારણ કરીને,તડકાને દુર કરે છે,
તેમ એ ચૈતન્ય,એ શંખ-ચક્ર-વગેરે આયુધો-વાળા "વિષ્ણુ" નો વેશ ધારણ કરીને દૈત્યો નો નાશ કરે છે.

હે,વસિષ્ઠ મુનિ,નંદી તથા ચંદ્ર-વગેરેના ચિહ્ન-વાળા,"મહાદેવ"નો વેશ ધારણ કરીને,
એ જ ચૈતન્ય,પાર્વતી-રૂપ-કમલિની-ના મુખ-રૂપ-કમળમાં ભ્રમર-પણાને પામેલું છે.
અને-એ જ ચૈતન્ય,વિષ્ણુના નાભિ-કમળમાં જાણે ભ્રમર-પણાને પામેલું હોય,
તેમ,ત્રણ-વેદ-રૂપ,"બ્રહ્મા" ના શરીર ને ધરે છે.

જેમ ઝાડથી  પાંદડાં થાય છે અને સુવર્ણથી આભૂષણો ની રચના થાય છે,
તેમ, એ ચૈતન્યમાં આ ઘણાં ઘણાં વિચિત્ર શરીરો થયેલાં છે.
એ ચૈતન્ય જ "ઇન્દ્ર" નો વેશ ધારણ કરીને,ત્રૈલોક્ય નું આધિપત્ય કરે છે.
જેમ,સમુદ્રની જળ,તરંગ-પણાને પ્રાપ્ત થઈને પોતામાં જ ઉદય-અસ્ત પામે છે,અને ગતિ કરે છે,
તેમ,એ ચૈતન્ય,ત્રૈલોક્ય ને પ્રકાશ આપનાર "સૂર્ય" ને પ્રાપ્ત થઈને,પોતાનામાં જ અસ્ત પામે છે ને ગતિ કરે છે.

સ્ત્રી-પુરુષોના દેહો અતિ-નિંદ્ય છતાં પણ એ ચૈતન્ય ના અજ્ઞાનથી થયેલા,
ભોગ્ય-ભોક્તા-પણા ના વિભ્રમને લીધે, પરસ્પરને પ્યારા લાગે છે.
આ જગતની જળ-રૂપી-ધૂળની ડમરીઓ,એ મહા-ચૈતન્ય-રૂપ-વંટોળમાંથી ઉઠે છે,અને
આમ તે મહા-ચૈતન્યથી આકાર પામેલી હોવા છતાં-પણ તે ચૈતન્ય થી જુદી હોય-તેવી થઇ નાચ્યા કરે છે.
જેમ,દીવો,એ,રૂપ-વાળા પદાર્થને પ્રગટ કરે છે,
તેમ,ત્રૈલોક્ય ના દીવા-રૂપ-ચૈતન્ય,જ,(પોતાના પ્રકાશથી) આ જગત-રૂપ-સઘળા પદાર્થોને પ્રગટ કરે છે.

   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE