Sep 9, 2016

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-609

ત્યાર પછી,મેં,સદાશિવને બહુ નમ્રતા-પૂર્વક પૂછ્યું કે-
હે મહારાજ,આપના પ્રસાદને લીધે,મને સઘળી દિશાઓ ઇષ્ટ પદાર્થથી પૂર્ણ જ જણાય છે,
પરંતુ મારા મન નો એક સંશય છે તે હું તમને પૂછું છું,તો તે વિષયમાં આપ કશી ઉતાવળ નહિ કરતાં, અને કશો પડદો નહિ રાખતાં,પ્રસન્ન બુદ્ધિ થી તેનો ઉત્તર આપજો.
મારો સંશય એ છે કે-કયા પ્રકારથી  દેવાર્ચન (દેવ-પૂજન) કરવામાં આવે તો પાપોનો નાશ થાય છે,અને સઘળાં કલ્યાણોની વૃદ્ધિ થાય છે?

સદાશિવ કહે છે કે-હે વસિષ્ઠ મુનિ,હું તમને સર્વોત્તમ દેવાર્ચનનો પ્રકાર કહું છું તે તમે સાંભળો-
કે જે પ્રકારથી એકવાર દેવાર્ચન કરવામાં આવે તો મુક્તિ પ્રાપ્ત થાય છે.
ખરા "દેવ" કોણ છે-તે તમે જાણો છો?
હું (સદાશિવ કે શંકર),વિષ્ણુ,બ્રહ્મા,ઇન્દ્ર,વાયુ,સૂર્ય,અગ્નિ કે ચંદ્ર-એ ખરા "દેવ" નથી !!!!!
તેમજ બ્રાહ્મણ,રાજા,રુદ્ર,કે તમે (વસિષ્ઠ) પણ ખરા દેવ નથી.

જે દેહ કે ચિત્ત-રૂપ હોય,તે "દેવ" (હોવો) સંભવે જ નહિ.શોભા કે બુદ્ધિ-રૂપ પણ "દેવ" હોય જ નહિ.
(નોંધ-અહી થોડી વાર આ વાત પર વિચાર કરવાથી ઘણા પ્રશ્નો નો જવાબ મળી શકે તેમ છે?!!)

આદિ-અંતથી રહિત,જે અકૃત્રિમ ચૈતન્ય-પ્રકાશ છે-તે જ ખરો દેવ છે.

દેશથી,કાળથી,કે વસ્તુથી -જેની મર્યાદા થતી હોય,તેમાં દેવ-પણું ક્યાંથી જ હોય?
આદિ-અંતથી રહિત જે "ચૈતન્ય-પ્રકાશ" છે તે જ "દેવ" એ શબ્દ થી કહેવાય છે.માટે તેનું જ પૂજન કરવું જોઈએ.
આ સઘળું જગત પોતાથી નહિ,પણ જેની સત્તાથી સત્તા પામ્યું છે-તે જ સાચો "દેવ" છે.

જેમ,ચાર ગાઉ (માઈલ) ચાલવા જેટલી જેની શક્તિ હોય નહિ-
તેને તેના ગજા પ્રમાણે એક ગાઉ (માઈલ) ચાલવાનું કહેવામાં આવે છે-
તેમ,જેઓને "ચૈતન્ય-પ્રકાશ-રૂપ-સાચા-દેવ" નું જ્ઞાન નથી-
તેઓને માટે શાસ્ત્ર-કારોએ તેમના જ્ઞાનની મર્યાદા પ્રમાણે,સાકાર (મૂર્તિ) વગેરેનું પૂજન કહેલું છે.

રુદ્ર-આદિ સાકારોનું પૂજન કરવાથી અમુક જ (કૃત્રિમ) ફળ મળે છે,પણ,
ચૈતન્ય-પ્રકાશ-રૂપ-આત્મા (પરમાત્મા) નું પૂજન કરવાથી તો-આદિ-અંત થી રહિત-સ્વરૂપાનંદ પ્રાપ્ત થાય છે.
કે જે સ્વરૂપાનંદ અકૃત્રિમ છે, જે પુરુષ આવા અકૃત્રિમ ફળને ત્યજી દઈને કૃત્રિમ ફળ લેવા દોડે છે-
તે પુરુષ,કલ્પવૃક્ષના વનને ત્યજીને કાંટાવાળા વનમાં જાય છે તેમ સમજવું.

   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE