આ દેહને (કોઈ) બીજાએ (કર્મોએ) રચ્યો છે,તેમાં બીજો (કોઈ) યક્ષ (અહંકાર) ઘુસી ગયો છે,તેનું દુઃખ (કોઈ) બીજાને (મનને) થાય છે,અને તે દેહના સુખને (કોઈ) બીજો જ (જીવ) ભોગવે છે.અહો,આ મૂર્ખતા-રૂપી-ચક્ર-ભારે આશ્ચર્ય-રૂપ છે.
આત્મા,તો કેવળ સત્તા-સામાન્ય-રૂપ છે અને આ સત્તા-સામાન્યથી જે જુદું હોય-
તે અસત-પણાને લીધે સંભવતું જ નથી.એટલે આત્માને શરીર કે દુઃખોના ભોક્તા-પણા નો અવકાશ જ નથી.જેમ,પથરાનું કઠણ-પણું એ પથરાથી જુદું નથી,તેમ,શરીર-મન વગેરે પદાર્થો આત્માથી જુદા નથી-કેમ કે-સર્વ પદાર્થોની સત્તા-માત્ર-એ-સ્વ-ભાવથી અભિન્ન છે,અને તેમની જુદી સ્થિતિ કોઈ રીતે પણ સંભવતી નથી.
હે રામચંદ્રજી,હવે હું મોહ નો નાશ કરનારો એક બીજો વિચાર કહું છું તે તમે સાંભળો.
એ વિચાર મને કૈલાસ પર્વતની ગુફામાં સદાશિવે,સંસારની શાંતિ માટે કહેલો છે.
ચંદ્રની કળાને ધારણ કરનાર સદાશિવ,જે કૈલાસ પર્વત પર રહે છે-તે પર્વત પર પૂર્વે,કોઈ સમયે,
ગંગાજીના કિનારે આશ્રમ બાંધીને રહ્યો હતો અને સદાશિવનું પૂજન કરતો હતો.
એક દિવસે શ્રાવણમાસની કૃષ્ણ-પક્ષ ની આઠમને દિવસે-પ્રદોષ-કાળે,હું પૂજા કરીને ધ્યાનમાં બેઠો હતો,
અગાઢ શાંતિ હતી અને વનમાં ગાઢ અંધકાર પથરાયો હતો.
અડધો પહોર જાણે વીતી ગયો અને હું જયારે સમાધિમાંથી જાગ્યો ત્યારે,કોઈ અપૂર્વ તેજ મારા જોવામાં આવ્યું.
અને થોડા સમયમાં તો પાર્વતી અને પાર્ષદો સાથે શ્રી સદાશિવ-તે તેજ વાળા શિખર આગળ દેખાયા.
ત્યારે મેં અતિ પ્રસન્ન થઈને દૂરથી જ પવિત્રતા પૂર્વક સર્વને પુષ્પાંજલિ આપી,અર્ઘ્ય આપ્યો અને સ્તુતિ કરી.
ત્યારે સદાશિવે,શીતળતાવાળી દૃષ્ટિથી,બહુ વાર સુધી મારી સામે જોયા કર્યું
અને પછી તેમની શીતળ વાણી થી મને પૂછ્યું કે-
હે વસિષ્ઠ મુનિ,ઉપશમવાળી,વિશ્રાંતિવાળી અને કલ્યાણ કરનારી તમારા ચિત્તની વૃત્તિઓ-
પરમાત્મા માં એકાગ્ર રહે છે કે? તમારું તપ નિર્વિઘ્ન રીતે ચાલ્યા કરે છે?
પરમપદ કે જે સર્વોત્તમ છે-તેને તમે પામ્યા છો? તમારા સઘળા ભયો શાંત થઇ ગયા છે ને?
વસિષ્ઠ કહે છે કે-હે રામચંદ્રજી,સદાશિવે જયારે મને એ પ્રમાણે પૂછ્યું ત્યારે હું બોલ્યો કે-
હે મહાદેવ,જે આપના કલ્યાણમય સ્વરૂપને યાદ કરે છે-તેમને કોઈ પણ પુરુષાર્થ દુર્લભ રહેતો નથી,
અને કોઈ પણ ભય પ્રાપ્ત થતો નથી.હે પ્રભુ,તમારું સ્મરણ આનંદ-દાયક છે
અને તમારું સ્મરણ ભૂતકાળ ના પુણ્ય નું ફળ આપે છે,વર્તમાન નું પુણ્ય વધારે છે,
તથા ભવિષ્યકાળના પુણ્યનું બીજ વાવે છે.