Sep 7, 2016

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-607

જેમ, આકાશ કંઈ પણ કરતુ નથી-છતાં પણ વૃક્ષની ઉત્પત્તિમાં કારણભૂત થાય છે,તેમ, આત્મા સર્વદા સ્વ-રૂપમાં જ રહેનારો હોવા છતાં,ચિત્તની ચેષ્ટાઓમાં કારણભૂત થાય છે.
જેમ ભીંત નું રૂપ,તેની પાસે જો દીવો હોય તો જ સ્ફુરે છે,તેમ,મનનું રૂપ આત્માની સંનિધિથી જ સ્ફુરે છે.ચૈતન્ય-રૂપ આત્મા અને જડ-રૂપ-ચિત્ત,કે જેઓ સ્વર્ગ અને પૃથ્વીની જેમ-પરસ્પર સંબંધ વગરનાં જ છે,તેમનો પરસ્પર કોઈ જ સંબંધ હોઈ શકે જ નહિ.

ચપળ ગતિ કરાવનારી "પ્રાણની શક્તિ"ઓએ વશ કરેલા ચિત્તની મૂર્ખતા ને લીધે,
"ચિત્ત આત્મા છે" એમ માની લેવામાં આવે છે,પણ વાસ્તવિક રીતે જોતાં ચિત્ત આત્મ-સ્વ-રૂપ છે જ નહિ.
આત્મા તો પ્રકાશ-રૂપ,નિત્ય,સર્વ-વ્યાપક અને સર્વ શક્તિમાન છે-જયારે,
ચિત્ત તો હૃદયના મોટા અંધકાર-રૂપ,અનિત્ય,પરીમીત પ્રદેશમાં રહેનાર અને શઠ છે.
હે રામ,તમે વાસ્તવિક રીતે સર્વજ્ઞ આત્મા જ છો અને ચિત્ત-રૂપ કદી પણ નથી.

દેહ-રૂપી-ઘરમાં રહેલો,આ મન-રૂપી-પિશાચ,આત્માને કદી અડકી શકતો નથી,
તે છતાં પણ,ચૂપચાપ (ખોટી) રીતે એ આત્માને પોતના સ્પર્શ વાળો માની લે છે.
આ મન-રૂપી-પિશાચ,એ સંસારમાં નાખનારો,અકલ્યાણ-રૂપ, અને ધૈર્ય-રૂપી સર્વસ્વ ને હરી જનારો છે,
તેને છોડીને તમે સ્વ-રૂપ માં (આત્મામાં) સ્થિર થાઓ.
ચિત્તે,મજબૂત રીતે પકડેલા મનુષ્યને શાસ્ત્ર,ગુરુ,બાંધવો કે કોઈ પણ બચાવી શકતા નથી.
પણ ચિત્ત-રૂપી વેતાલ શાંત થતાં,થોડી મૂર્ખતા રહી હોય-તો -
તે પુરુષને શાસ્ત્ર,ગુરુ કે બાંધવો-તે મૂર્ખતામાંથી બહાર કાઢી શકે છે.

આ જગત-રૂપી-શૂન્ય-નગરમાં નાચ્યા કરતા ચિત્ત-રૂપી-વેતાલે,સઘળા દેહ-રૂપી-ઘરને દુષિત કરી નાખ્યું છે,
એથી તે ચિત્ત ભયંકર ત્રાસને આપનાર છે.શાંત ચિત્ત તો થોડા ઘણા સત્પુરુષો નું જ હોય છે.
હે રામચંદ્રજી,આ જગતમાં જે જે દિશા સાંભળવામાં આવે છે,તે તે દિશા,મોહ-રૂપી-વેતાલોની મસ્તીઓવાળાં દેહો-રૂપી મનુષ્યો થી જ ભરપૂર હોય છે.તમે "ધૈર્ય" નું દૃઢ અવલંબન કરીને, તમારા આત્માનો ઉદ્ધાર કરો.

આ જગતમાંના પ્રાણીઓના સમુહમાં,તમે વિષયોના રસ પીવાથી સફળ થયા છો-એમ માનો નહિ,
અજ્ઞાનથી આ જગતમાં વિહાર કરો નહિ-પણ અજ્ઞાન ને ત્યજીને સિંહના સમાન (શક્તિશાળી) બનો.
સ્વજનોની મમતા-રૂપી કાદવની ખાડ,કે જે બહુ થોડા સમય સુધી જ ઠંડી લાગે તેવી છે,
તેમ છતાં તે- કાદવથી ખરડી નાખનાર છે,માટે તેમાં પાડાની પેઠે પડવું યોગ્ય નથી.

ભોગોના વૈભવોને દૂર કરી નાખવા જોઈએ,મહાત્માઓની પદવીને અનુસરવું જોઈએ,
અને પોતાના જીવનના અમુલ્ય પ્રયોજન નો વિચાર કરીને પોતાના આત્માનો જ આશ્રય કરવો જોઈએ.
આ દેહની આસક્તિ-રૂપ કાદવમાં ડૂબવું એ યોગ્ય નથી,
કેમ કે એ કાદવમાં ડૂબેલા લોકોને -ચિંતા-રૂપી-દારુણ રાક્ષસી ખાઈ જાય છે.

   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE