વાસ્તવમાં-પ્રાણ,જ અંદરના તથા બહારના-આકાશમાં-સૂર્ય-પણાને પામીને,પાછો પોતે જ આનંદ આપનાર ચન્દ્રપણાને પ્રાપ્ત થાય છે.અને એ પ્રાણ જ શરીરને ઉત્સાહ આપનારા ચંદ્રપણાને ત્યજી દઈને - ક્ષણ માત્રમાં શોષણ કરનારા સૂર્ય-પણાને પ્રાપ્ત થાય છે.
પ્રાણ-ઉષ્ણતાપણાને ત્યજી દઈને જ્યાં સુધી શીત-પણાને પામ્યો હોય નહિ-
ત્યાં સુધી,વચલી અવસ્થામાં,દેહથી બહાર-પ્રાણ નો લય થવાના સમયે-
આત્માનું નિર્દેહપણું,નિષ્ક્રિયપણું અને મનરહિતપણું-વગેરે તેના વાસ્તવિક સ્વભાવો "વિચારી" શકાય છે.
અને એ વિચાર ને લીધે-દેશ-કાળની મર્યાદા વિનાના -અને આત્મા માં પ્રતિષ્ઠિત પામેલા -
એવા યોગીને ફરી શોક -થતો નથી.
હૃદય (જેમાં પ્રાણ-અપાન ના નિત્ય ઉદય-અસ્તો થયા કરે છે) કે જે મન નું અધિષ્ઠાન (બ્રહ્મ) છે-
તેને જો જાણવામાં આવે તો મન,ફરીવાર ઉત્પન્ન થતું નથી.
હૃદયમાં પ્રાણના-અપાનના,અને તેમના ઉદય-અસ્તના અધિષ્ઠાન-રૂપ જે સ્વયંપ્રકાશ દેવ (આત્મા કે બ્રહ્મ)
છે,તેને જોનારા પુરુષને જ દેખતો સમજાવો-બીજા પુરુષો તો આંધળા જ છે.
બહાર નો અંધકાર ઓછો થાય અથવા ના થાય,તો પણ તેથી કશું થતું નથી,
માટે હૃદયના અંધકારનો જ નાશ થવો જોઈએ અને જેથી જ મુક્તિ પ્રાપ્ત થાય છે.
બહારનો અંધકાર ઓછો થાય તો કેવળ જગતનો પ્રકાશ થાય છે,પણ,
જો અંદરનો (હૃદયનો) અંધકાર નાશ થાય તો-આત્મ-સ્વ-રૂપ નો પ્રકાશ થાય છે.
જેથી હૃદયનો અંધકાર નાશ થાય તે વસ્તુને (આત્માને) જાણવાથી મુક્તિ મળે છે.
માટે-પ્રથમ યત્ન-પૂર્વક પ્રાણ-રૂપી-સૂર્યના ઉદય અને અસ્તનું અવલોકન કરવું જોઈએ.
હૃદય-કમળ ની ગુફામાં જ્યાં અપાન-રૂપી ચંદ્ર અસ્ત પામે છે-તે જ સ્થાનમાં તરત તડકો (પ્રાણ) ઉદય પામે છે.
તેજ રીતે બહારના પ્રદેશમાં પણ અપાન અને પ્રાણ નો અસ્ત અને ઉદય થયા કરે છે.
હે મહામુનિ,પ્રાણની જન્મભૂમિમાં અપાન નાશ પામે છે
અને અપાન ની જન્મભૂમિમાં પ્રાણ નાશ પામે છે.એમ સમજવું.
બહારના પ્રદેશમાં -પ્રાણ અસ્ત પામતાં અને અપાન ના ઉદય થાય તે પહેલાં- જે કુંભક થાય છે,
તેનું લાંબા કાળ સુધી અવલંબન કરવામાં આવે (એટલે કે- અપાન નો ઉદય રોકવામાં આવે) તો-
ફરીવાર શોક કરવો પડતો નથી.