Aug 23, 2016

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-592

એ બંને પવનો (પ્રાણ-અપાન) અનુક્રમે શીતળ-અને ઉષ્ણ છે,તે સર્વદા દેહ-રૂપી આકાશમાં ખેપો કર્યા કરે છે.અને દેહ-રૂપી મોટા યંત્રને ચલાવ્યા કરે છે.
તે પવનો હૃદય-રૂપી આકાશમાં સૂર્ય (અગ્નિ) અને ચંદ્ર નું કામ કરે છે,અને શરીર-રૂપી નગરનું પાલન કરનારા મન ના રથનાં પૈડાં-રૂપ છે તથા અહંકાર-રૂપ-ઘોડાઓ-રૂપ છે.
તેઓની (પ્રાણ-અપાનની) ગતિને હું સર્વદા અનુસરી રહ્યો છું.

હે મહામુનિ,એ ઉચ્છવાસ અને શ્વાસ (અપાન અને પ્રાણ) નામના શરીર સંબંધી બે પવનો-
કે જેઓ શરીર ટકતાં સુધી એકધારી રીતે રહે છે,
અને જાગ્રત-સ્વપ્ન-સુષુપ્તિમાં -તે સર્વદા  સમ-રૂપે (સમાન-રૂપે)જ રહે છે-
તેઓની ગતિને હું અનુસર્યા કરું છું.
તેથી જેમ સુષુપ્તિ (સમાધિ) માં રહેલાના દિવસો -જેવી રીતે પસાર થાય છે-તેમ મારા દિવસો પસાર થાય છે.

એમની (એ પવનો ની) નાડીઓમાં "ગતિ" હોય છે,તો પણ તે અતિ-અતિ-સૂક્ષ્મ હોવાથી માંડ જણાય એવી છે.હે મહામુનિ,નિરંતર ચાલ્યા કરતા,એ હૃદયના પવનો ની "ગતિ" જે શ્રુતિઓમાં વર્ણવેલી છે,
તેને અનુસરવામાં આવે તો-પુરુષ મનમાં સદા આનંદ અનુભવે છે,મૃત્યુના પાશમાંથી મુક્ત થાય છે,
અને કદી પણ આ સંસારમાં ફરીવાર જન્મતો નથી.

(૨૫) પ્રાણ-અપાન ની ગતિ અને પ્રાણાયામ-ઉપાસના-વિધિ

વસિષ્ઠ કહે છે કે-હે રામચંદ્રજી,એ પ્રમાણે ભાષણ કરતા ભુશુંડ ને ફરીવાર તે વિષયમાં પૂછ્યું કે-
તે પ્રાણવાયુ ની ગતિ કેવી હોય છે?

ભુશુંડ કહે છે કે-હે વસિષ્ઠ મુનિ,તમે સઘળું જાણો છો,છતાં પણ લીલા-થી મને પૂછો છો-
તેમ છતાં પણ આપના પૂછવાથી હું ઉત્તર આપું છું તે તમે સાંભળો.
એ પવનો (પ્રાણ-અપાન) એ સર્વદા "ચલન-શક્તિ"વાળા અને "ગતિ" કરનાર છે.
જાગ્રત-સ્વપ્ન-સુષુપ્તિમાં પણ એ પ્રાણ-અપાન ની ગતિથી "યત્ન વગર" જ જે પ્રાણાયમો થયા કરે છે-
તે રીતને હું લોકોના કલ્યાણ માટે જણાવું છું.

"કશો યત્ન કર્યા વગર-પોતાની મેળે જ" હૃદય-કમળની ગુહાઓમાંથી પવન ઉચ્છવાસ-રૂપે બહાર નીકળવા તૈયાર થાય છે-અને તેથી અંદરનું "આકાશ" ખાલી થાય છે-જેને "રેચક-પ્રાણાયામ" કહે છે.
એવી રીતે બહારથી યત્ન વગર જ શ્વાસ અંદર પેસે છે,તેથી અંદરના આકાશનો પ્રદેશ પૂરાઈ જાય છે તેને -
"પૂરક-પ્રાણાયામ" કહે છે.

   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE