Aug 22, 2016

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-591

તે ઘર,મોઢા-રૂપી પ્રધાન-દ્વાર-વાળું છે,હાથ તથા પડખાં-રૂપી ખંડો-વાળું છે,સર્વદા આંખ,જીભ તેમજ ચામડી-આદિ દ્વારપાળો વાળું છે,લિંગ-શરીર દ્વારા ફેલાયેલા "આત્મ-પ્રકાશ"થી વ્યાપ્ત છે,રુધિર-માંસ-વગેરેના લેપ-વાળું છે,આ શરીર-કે જે-નાડીઓ-રૂપી-દોરડાંના સમૂહ-વાળું છે,જાડાં હાડકાં-રૂપી-કાષ્ટોથી બંધાયેલું છે,
તેથી જ તે સારી રીતે ગોઠવાયેલું રહે (રહેનાર) છે.

હે મહામુનિ,આ દેહમાં ડાબા પડખામાં ઈડા નામની અને જમણા પડખામાં પિંગળા નામની કોમળ-સૂક્ષ્મ નાડી રહેલી છે.(જો કે-એ બંને ઈડા-પિંગળા-નાડીઓ સૂક્ષ્મ હોવાથી આખા દેહમાં પ્રગટ-રૂપે નથી)
હૃદયમાં, (૧) કોમળ તથા એકબીજાની સાથે મળતાં કુમળાં પત્રો-વાળાં (૨) હાડકાં તથા માંસથી ગોઠવાયેલાં,
અને (૩) ઉંચી નાળ-વાળાં કમળોની --એવી-ત્રણ-જોડીઓ-રૂપ-ત્રણ યંત્રો છે.

આ કમળની પાંખડીઓ-સઘળા દેહના આકાશમાં ફરતા શ્વાસ-રૂપ-અમૃતના સિંચનથી જરાક ઉઘડે છે !!
અને ઉચ્છવાસ-રૂપ-વાયુથી જરાક બિડાઈ જાય છે!!
જેમ વનમાં લતાનાં પાંદડાં હાલતાં,વાયુ ચારે બાજુ વધે છે-
તેમ,હૃદય-કમળની પાંખડીઓ ડોલતાં,અંદરનો વાયુ વધે છે (વૃદ્ધિ પામે છે)

વૃદ્ધિ પામેલો એ વાયુ-નીચે તથા ઉંચે રહેલી નાડીઓમાં,
અને દેહમાં અનેક પ્રકારનાં પોતાનાં સ્થાન કરીને,આ દેહમાં પ્રસરે છે,
(દેહમાં) જુદા જુદા ઠેકાણે તે (વાયુ) જુદાજુદા પ્રકારની ચેષ્ટાઓ કરે છે,
જે ચેષ્ટાઓ ઉપરથી વિદ્વાનોએ-તેને પ્રાણ-અપાન-સમાન-એવાં નામો આપેલાં છે.

હૃદય-કમળ નાં એ (આગળ બતાવેલ) ત્રણ યંત્રોમાંથી સઘળી "પ્રાણ-શક્તિ"ઓ-દેહમાં ઉંચે-નીચે ફેલાયેલી છે.
એ પ્રાણ-શક્તિઓ અન્ન-રસને શરીરમાં ફેલાવવા માટે જાય છે,આવે છે,ખેંચે છે,હરે છે વિહાર કરે છે,
ઉંચી ચડે છે અને નીચી ઉતરે છે.
હૃદય-કમળમાં રહેલા એ વાયુને પંડિતો "પ્રાણ" કહે છે (પ્રાણ અને પ્રાણ શક્તિ નો ભેદ અહી જોવા જેવો છે!!)
એ પ્રાણ ની કોઈ "શક્તિ" નેત્રોને ઉઘાડ-મીંચ કરાવે છે,કોઈ શક્તિ-સ્પર્શનું ગ્રહણ કરે છે,કોઈ શક્તિ-ગંધનું ગ્રહણ કરે છે,કોઈ શક્તિ અન્ન ને પચાવે છે તો કોઈ શક્તિ-વચનો ને બોલે છે.

ટૂંકમાં એટલું જ સમજવાનું છે કે-જેમ યંત્રનો સુત્રધાર (ચલાવનાર) યંત્રની (શક્તિથી) દરેક ક્રિયાઓ ચલાવે છે,
તેમ,તેમ એ મહા-સમર્થ "પ્રાણ" શરીરમાં સઘળી ક્રિયાઓ ચલાવે છે.
શ્વાસ અને ઉચ્છવાસ-નામના બે પવનો કે જે પ્રાણ અને અપાન-એ નામોથી પ્રખ્યાત છે,અને પ્રગટ છે!!!
તેમાં શ્વાસ બહારથી દેહની અંદર અને ઉચ્છવાસ  દેહમાંથી બહાર જાય છે.

   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE