આ "બ્રહ્માંડ-રૂપ વિવર્ત"માં-કમળથી ઉત્પન્ન થયેલ બ્રહ્મા અને મનુ-વગેરેની ઉત્પત્તિના કારણ-રૂપ તે પરમ પદ (પરમાત્મા) જ છે,તથા બીજા પણ અનેક પ્રાણીઓના સમૂહ-રૂપ ભ્રમને પેદા કરનારા હોવાથી-તે પરમ-પદ (પરમાત્મા) સર્વના પિતામહ થઈને રહેલા છે.
હું કે જે વસિષ્ઠ કહેવાઉં છું-અને સારા આચરણવાળો કહેવાઉં છું-તે-હું- એ બ્રહ્માનો-માનસ-પુત્ર છું,અને આ ચાલતા વૈવસ્વત-મન્વન્તરમાં ધ્રુવે ધારણ કરેલ સપ્તર્ષિઓના લોકમાં રહું છું.
હું એક સમયે ઇન્દ્રની સભામાં બેઠો હતો-ત્યાં નારદ-આદિ-મુનિઓના મુખથી-
મેં નિરંતર,લાંબા કાળ સુધી જીવનારાઓની (ચિરંજીવીઓની) કથાઓ સાંભળી હતી.
કોઈ કથાના પ્રસંગમાં તીક્ષ્ણ બુદ્ધિ-વાળા અને થોડું બોલનારા શાતાતપ નામના મુનિએ કહ્યું કે-
મેરુ પર્વતના ઇશાન ખૂણામાં માણિકમય જે શિખર છે-તે ઉપર એક સુંદર કલ્પ-વૃક્ષ છે અને તે
"આમ્ર-વુક્ષ" એવા નામથી પ્રખ્યાત છે.એ કલ્પ-વૃક્ષની દક્ષિણ તરફની શાખાની ગુફામાં,
પક્ષીઓનો એક વિશાળ માળો છે.
અને તે માળામાં-જેને સંસારમાં ક્યાંય રાગ નથી તેવો ભુશુંડ નામનો એક મહાત્મા કાગડો રહે છે.
હે દેવ,આ બ્રહ્માંડની અંદર એ કાગડો-જેવી રીતે દીર્ઘ-જીવન ભોગવે છે-
તેવી રીતે દીર્ઘ જીવન -ભોગવનારો-આ સ્વર્ગમાં પણ બીજો કોઈ થયો નથી અને થશે પણ નહિ.
એ જ ખરો ચિરંજીવી,વિતરાગી મહાત્મા છે.મહા બુદ્ધિમાન છે,
વિશ્રાંત બુદ્ધિવાળો છે,શાંત છે,અને એ જ સઘળા "કાળ" ને જાણનારો છે.
એ જેવી રીતે જીવે છે-તે રીતે જો અહી જીવવામાં આવે-તો જીવન પવિત્ર-પરમ પુરુષાર્થ ને પ્રગટ કરે.
એ પ્રમાણે,શાતાતપ મુનિ દેવોની સભામાં વાત કર્તા હતા ત્યારે મેં બીજીવાર તેમને કાગડા વિષે પૂછ્યું-
તો તેમણે ફરીવાર પણ એ કાગડા વિષે તે પ્રમાણે જ વાત કરી.અને તે સાચી જ હતી.
કથા પૂરી થઇ ગયા પછી સહુ દેવો પોતપોતાને ઘેર ગયા ત્યાર પછી કૌતુકતા ને લીધે,એ ભુશુંડ નામના કાગડાને જોવા માટે ત્યાંથી નીકળ્યો,અને ક્ષણ-માત્રમાં એ મેરુ પર્વતના સ્થાને જઈ પહોંચ્યો.
મેરુ પર્વતનું તે માણિકમય શિખર અત્યંત શોભાયમાન હતું.(અહી લંબાણથી તેનું વર્ણન કરેલું છે)
(૧૫) કલ્પવૃક્ષ અને ત્યાં રહેતા ભુશુંડ-વગેરેનું વર્ણન
વસિષ્ઠ કહે છે કે-પુષ્પથી ભરપૂર,મોટામોટા વાદળાં-રૂપી કેશો-વાળા એ મેરુ-પર્વતના શિખરના મસ્તક ઉપર,
તે કલ્પવૃક્ષ મારા જોવામાં આવ્યું કે જે કલ્પવૃક્ષ ચારે બાજુ સરખી રીતે ફેલાયેલી શાખાને લીધે,
જાણે શાખાઓ નો જ સમૂહ હોય તેવું લાગતું હતું.