જેમ પાણીમાં થયેલ ચકરીનો નાશ થતાં-પાણીમાં ક્યાંય-કશું મરતું નથી (પાણીનો નાશ થતો નથી) તેમ,દેહ-રૂપ-બ્રહ્મ એ મરણ-રૂપ-બ્રહ્મ ને પ્રાપ્ત થતાં બ્રહ્મમાં ક્યાંય-કશું મરતું નથી.
જડ-પદાર્થો-પણું અને અજડ-પદાર્થો-પણું -પણ બ્રહ્મનું જ થયેલું છે.
જેમ આંધળાને માટે-આખું જગત આંધળું છે-તેમ અજ્ઞાનીને આખું જગત દુઃખ-મય લાગે છે.
અને જેમ દેખાતાને આખું જગત પ્રકાશમય છે-તેમ જ્ઞાનીને જગત આનંદ-રૂપ,અમૃતરસ-મય લાગે છે.
આ બ્રહ્મ-રૂપી-અમૃત-પૂર્ણ-ઘડો,કે જે સર્વદા,સર્વ સ્થળોમાં-એક જ રહેલો છે,
તેમાં કોઈ મારું નથી કે કોઈ જીવતું નથી.
તે બ્રહ્મમાં ગમે તેવાં સ્ફુરણો થતાં,પ્રાણીઓનો સમૂહ નષ્ટ થતો નથી કે ઉત્પન્ન થતો નથી.
"આ છે અને આ નથી" એ એક જાતની ભ્રાંતિ જ છે.
જેમ,સ્ફટિક-મણિની પ્રભા કુદરતી રીતે પોતાની મેળે જ સ્ફૂર્યા કરે છે-
તેમ,આત્મ-શક્તિ-એ કોઈ પણ પ્રયોજન વિના પોતાની મેળે જ સ્ફૂર્યા કરે છે.
શરીર વગેરે બ્રહ્મથી જુદી સત્તા-વાળું છે નહિ,તો શરીરના નાશથી બ્રહ્મનો નાશ થવો કેમ સંભવે?
શરીરો વગેરે રચના બ્રહ્મથી ભિન્ન નથી-મૂઢ લોકો જ તેમાં ભિન્ન-પણાની ભાવના કરે છે.તે ખોટું જ છે.
જેમ,એક જ શબ્દ,પર્વતની ગુફા-વગેરેના સમીપમાં-પડઘા-રૂપે બે વાર બોલાયેલા જેવો પ્રતીત થાય છે-
તેમ,એક જ બ્રહ્મ "આ હું છું અને આ ચિત્ત છે" વગેરે નામ-રૂપોના ભેદને લીધે દ્વૈત-રૂપે સ્ફુરે છે.
"નહિ જાણવામાં આવેલું-બ્રહ્મ" જ જીવ-પણાને તથા જગત-પણાને પામેલા જેવું થઇ રહ્યું છે.
જેમ,સ્વપ્નમાં પોતાના ચિત્તથી-પોતામાં જ સધળું કલ્પાય છે-
તેમ બ્રહ્મમાં પોતાથી-પોતામાં જ સઘળું કલ્પાયેલું છે.
જેમ સોનું, એ સોના-રૂપે ન જણાય-તો માટી-રૂપે પ્રતીત થાય છે-
તેમ,બ્રહ્મ ને બ્રહ્મ-રૂપે ના જાણવામાં આવે તો-જગત નામના મેલ-રૂપે પ્રતીત થાય છે.
એટલે તે બ્રહ્મ-જો અજ્ઞાત હોય-તો તે અજ્ઞાનીઓનું અજ્ઞાન કહેવાય છે.
પણ,બ્રહ્મને-જો- બ્રહ્મ-ભાવથી જાણવામાં આવે તો ક્ષણ-વારમાં તે બ્રહ્મ થઇ જાય છે.
સઘળી "શક્તિ"ઓ વાળો આત્મા,પ્રયોજન વિના જ પોતાની "શક્તિ" થી,જેવી દૃઢ ભાવના કરે છે-
તેવો જ તે તુરત જ દેખાવા લાગે છે.પણ તે બ્રહ્મ-કર્મથી,કર્તા-પણાથી,કરણોથી,કારણોથી કે દોષોથી રહિત છે.
જાણવામાં આવેલું બ્રહ્મ -એ-જ્ઞાન-રૂપ થઇ જાય છે-અને અજ્ઞાનનો નાશ કરે છે.
"વિચાર કરતાં-જીવનું અને જગતનું રૂપ ટકી શકતું નથી" એમ જો અંદરથી જાણવામાં આવે તો-
બ્રહ્મ-ભાવનાનો ઉદય થાય છે-કે જેથી,જીવ તથા જગત નીરસ -જણાતાં-મનુષ્યને વૈરાગ્ય ઉત્પન્ન થાય છે.