તે સૂક્ષ્મ-કળાને "મન-રૂપે" કલ્પવામાં આવે છે.
"મધ્ય" કળા એ "હિરણ્ય-ગર્ભ-રૂપ" થઈને રહે છે,
પછી તેને વિરાટ-રૂપે કલ્પવામાં આવે છે,
ત્યારે તે "સ્થૂળ" કળા એ "વિરાટ-રૂપ" થઈને રહે છે.
એક જ કળા ને જયારે ભેદથી ત્રણ પ્રકારની કલ્પવામાં આવે છે-
ત્યારે-તે કળા જ "પ્રકૃતિ" કહેવાય છે.
અને તે પ્રકૃતિ ના ત્રણ પ્રકારના "સત્વ-રજ-તમસ" ધર્મો કલ્પવામાં આવેલા છે.
આ અવિદ્યા જ જીવના -સંસાર-રૂપ- છે અને તે અવિદ્યા નો જે અંત છે -તે પર-બ્રહ્મ છે.
આ અવિદ્યાના ત્રણ ધર્મો (સત્વ-રજ-તમસ) ના પણ દરેકના ત્રણ પ્રકારો કલ્પવામાં આવ્યા છે-
એટલે ગુણોના આવા ભેદ ને લીધે-અવિદ્યા ના -નવ વિભાગ-થાય છે.
જે કંઈ આ સઘળું દૃશ્ય છે તે-અવિદ્યાથી જ કલ્પાયેલું છે.
શુદ્ધ-સત્વ-મય દેવ-યોનિમાં -
વિષ્ણુ-સદાશિવ-આદિ દેવતાઓ,
સ્વભાવિક બ્રહ્મ-વિદ્યાથી,પોતાના શુધ્દ-સ્વ-રૂપનું ધ્યાન કરવું-વગેરે અપ્રાકૃત ગુણોને લીધે-
અવિદ્યાથી-રહિત-આત્મ-પદને (સર્વદા) પામેલા છે.(સ્વભાવથી જ જીવનમુક્ત છે)
માટે તે (વિષ્ણુ-સદાશિવ-વગેરે દેવો) "શુદ્ધ-સત્વ" કહેવાય છે.
હે રામચંદ્રજી,બ્રહ્મા-વિષ્ણુ-સદાશિવ-એ તો સ્વાભાવિક રીતે જ જીવનમુક્ત છે,
માટે જે પુરુષ તેઓની ઉપાસના કરે છે-તે પણ પુનર્જન્મમાં નહિ પડતાં જીવનમુક્ત થાય છે.
સત્વ-ગુણના શુદ્ધ ભાગ-રૂપ-એ સદાશિવ-વગેરે પુરુષો (દેવો) કે જેમનાં શરીરો -
જગતની સ્થિતિ પર્યંત રહે છે-તેઓ શરીર રહેતાં સુધી "જીવનમુક્ત" જ રહે છે.
શરીરો રહેતાં સુધી-રહેનારા એ મહાત્મા લોકો (બ્રહ્મા-વિષ્ણુ-સદાશિવ-વગેરે)
કલ્પને અંતે-પોતાનાં શરીરોનો અંત થતાં,શુદ્ધ-બ્રહ્મ-સ્વ-ભાવમાં રહેશે.
આ રીતે-અવિદ્યા ના "શુદ્ધ-સત્વ" નામના (કલ્પિત) વિભાગ-રૂપ,
એ વિષ્ણુ-આદિ-પુરુષો (દેવો) જગતનો પ્રલય થતાં-"વિદેહમુક્ત" થાય છે.
આ જગત-કે -જે "અવિદ્યા-રૂપી-કાર્ય" છે,તે પ્રલયમાં "અવિદ્યા-રૂપ-કારણ" થાય છે,
આમ જે "કારણ" છે -તે જ-આરંભમાં "કાર્ય" થાય છે.