કેટલાએક ના મતમાં-તે મરણ પામ્યા કરે છે,કેટલાએકના મતમાં-તે મરી ગયેલી જ છે,કેટલાએકની દ્રષ્ટિમાં તે અર્ધી કપાયેલી છે,કેટલાએકના મતમાં તે સઘળી કપાઈ ગયેલી છે,
ગમે તેમ કહો,પણ,સત્યમાં તો- આ થઇ ચૂકેલી કે થયા કરતી અવિદ્યા-રૂપી-લતા
-એ -સદા બ્રહ્મમાં જ રહેલી છે,અને ગંધર્વનગર-આદિ-પદાર્થોની જેમ મિથ્યા જ છે.
અજ્ઞાનીઓની દ્રષ્ટિમાં સર્વદા ખીલ્યા કરતી અને જ્ઞાનીઓની દ્રષ્ટિમાં સર્વદા સુકાઈ ગયેલી,આ અવિદ્યા-રૂપી-ઝેરી-મોટી-લતાને-જે ખુબ જ બાઝી (ચોંટી) રહે છે -તેને તે મોહમાં નાખી દે છે-પણ, જો સૂક્ષ્મ દૃષ્ટિથી તે અવિદ્યા-રૂપી-લતાનો વિચાર કરવામાં આવે તો-તે નાશ પામે છે.એટલે,વિચાર કરનારના (પૂર્ણ થયેલાના મનમાં) આ લતા બાધિત થઇ જાય છે.
અજ્ઞાનીઓ ને તે-વિવિધ-રૂપે
(જળ,પર્વત,સર્પ,દેવતા,પૃથ્વી,સ્વર્ગ,ચંદ્ર,સૂર્ય,તારા,અંધકાર,તેજ,આકાશ,શાસ્ત્ર,વેદો અને પાખંડ-રૂપે) દેખાય છે.અને તે અવિદ્યા વિવિધ ઠેકાણે વિવિધ-રૂપે (પવન-સ્વર્ગ-નરક-દેવ-વિષ્ણુ-બ્રહ્મા-રુદ્ર-અગ્નિ-ચંદ્ર-યમ-રૂપે) જણાય છે.
હે રામચંદ્રજી,આમ,બ્રહ્માંડોમાં જે કંઈ મોટા મહિમા-વાળું (વિષ્ણુ-શિવ-આદિ) દૃશ્ય સ્ફુરે છે-
અને જે કંઈ હલકું (જૂના ખડ ના ટૂકડા) દૃશ્ય સ્ફુરે છે-તે અવિદ્યા જ છે,
અને તે તત્વ-બોધથી (તત્વબોધ પામવા માટે) બાધિત (બાધા કરનારી) છે-એમ તમે સમજો.
(૯) વિદ્યા અને અવિદ્યાના સ્વરૂપનું વર્ણન
રામ પૂછે છે કે-હે ગુરુ મહારાજ,વિષ્ણુ તથા શિવ-આદિ આકારો -
કે જે શુદ્ધ અને પરમેશ્વર ગણવામાં આવે છે-તેઓ પણ અવિદ્યા-રૂપ જ છે -
એમ આપના મુખથી સાંભળીને મને શંકા થઇ છે કે-
શુદ્ધ પરમેશ્વર અવિદ્યા-રૂપે હોય એમ કેમ સંભવે?
વસિષ્ઠ કહે છે કે-માયા (અવિદ્યા) ના "કલ્પિત-સંબંધ" ને લીધે-જે "તત્વ" સર્વાત્મક "માનવા"માં આવે છે-
તેને કોઈ પણ "કલ્પિત દૃશ્યનો આકાર" ના આપીએ-તો તે તત્વ-શાંત જ છે,
અને,તે તત્વ-વાસ્તવિક સત્ય છે,પ્રકાશ-રૂપ છે -અને-સઘળી કલ્પનાઓથી રહિત છે.
જેમ, જળમાંથી પેદા થતી -અને જળ-રૂપે દેખાતી-ચકરી ઉદય પામે છે-
તેમ, એ "બ્રહ્મ-તત્વ"માંથી પોતાની મેળે જ "કલ્પના-રૂપ-કળા" ઉદય પામે છે.
એ "કળા" પ્રથમ સૂક્ષ્મ,પછી મધ્ય અને છેવટે સ્થૂળ-એ રીતે ત્રણ પ્રકારે "કલ્પવામાં" આવે છે.
(નોંધ-કળા -એ એકની એક જ છે-પણ તેને ત્રણ પ્રકારે કલ્પવામાં આવે છે)