જે વસ્તુ મુદ્દલે છે જ નહિ તેને -તે "છે" એમ માનવી- તે જ "માયા" કહેવાય છે.એ માયા આત્મજ્ઞાનથી જ નાશ પામે છે-તેમાં સંશય નથી.
જેના ચિત્તની વાસનાનો સમૂહ તેલ વિનાના દીવાની જેમ શાંત થઇ ગયો હોય-તે નિર્વિકાર તત્વવેત્તા પુરુષ,ચિત્રમાં આલેખાયેલા રાજાની પેઠે સર્વદા અખંડ વિજય-વાળો જ રહે છે.તે પુરુષને આ સઘળા પદાર્થો મિથ્યા સમજાયાને લીધે (અથવા આત્મ-સ્વ-રૂપ સમજાયા ને લીધે)
(૪) આત્મ-દૃષ્ટિમાં સ્થિર થયેલા રામચંદ્રજી ની સમ-ભાવના
વસિષ્ઠ કહે છે કે-હે રામચંદ્રજી,મન,બુદ્ધિ,અહંકાર તથા ઇન્દ્રિય વગેરે સઘળાં દૃશ્ય-પદાર્થ-તે- ના-હોતાં-
(એટલેકે તે પદાર્થો વાસ્તવમાં નથી-પણ ) ચૈતન્યમય જ છે,તો પછી જીવ-વગેરે પદાર્થો તો-ક્યાં રહ્યા?
વ્યાપક આત્મા એક જ હોવા છતાં,કલ્પિત ઉપાધિઓના યોગથી,અનેક પ્રકારે,પ્રતીત થાય છે.
જેમ અંધકારનો નાશ થાય ત્યારે -આંખોની "વિષયો ન દેખાવાની અશક્તિ" દૂર થાય છે,
તેમ,જયારે ભોગોની તૃષ્ણા-રૂપ ઝેરનો આવેશ શાંત થાય છે-ત્યારે જ અજ્ઞાન નષ્ટ થાય છે.
અને અજ્ઞાન ક્ષીણ થાય ત્યારે,ચિત્ત-સઘળી વાસનાઓ -સહિત પોતાની મેળે જ નષ્ટ થાય છે-એમ સમજો.
હે રામ,જેમ પવન શાંત થતાં,તળાવનાં તરંગો દૂર થાય છે,તેમ અજ્ઞાન શાંત થતાં,ચિત્તની ચપળતા નાશ પામે છે.જેમ,અત્યંત વિસ્તીર્ણ આકાશમાં પવન સ્થિર થઇ જાય છે-તેમ-તમે રાગ-દ્વેષ-આદિથી રહિત હોવાને લીધે-
પરમ વિસ્તીર્ણ-બ્રહ્મ-પદમાં સ્થિર થયા છો.હું ધારું છું કે-મારા વચનોથી અજ્ઞાન જતું રહેતાં તમે પ્રબુદ્ધ થયા છો.સામાન્ય માણસને પણ પોતાના કુળના ગુરુનાં વચનોથી અસાર થાય છે-
ત્યારે તમે તો-કે જે પ્રૌઢ બુદ્ધિવાળા છો,તેમને મારાં વચનો ની અસર થયા વિના કેમ રહે?
તમે પોતાના ચિત્તથી મને યથાર્થ વક્તા માનો છો,માટે જેમ તપી રહેલા ખેતરમાં,જળ સારી રીતે પ્રસરી જાય છે,તેમ,તમારા હૃદયમાં મારું વચન સારી પેઠે પ્રસરી ગયું છે.
હે રામ,પરંપરાથી-અમે- રઘુવંશીઓના કુળગુરુ છીએ,
માટે મારું કહેલું આ શુભ વચન તમારે હૃદયમાં -તરત હારની પેઠે ધારણ કરી લેવું.
(૫) રામચંદ્રજીએ કરેલું સ્વાનુભવનું વર્ણન
રામ કહે છે કે-હે,ગુરુ મહારાજ,આપનાં વાક્યોના અર્થના ચિંતનથી હું ચૈતન્યપણા ને પ્રાપ્ત થયો છું.
આ જગત-રૂપી-જાળ મારી આગળ રહેલી હોવા છતાં-હવે શાંત થઇ ગઈ છે.
હું ચિત્તમાં પરમ શાંતિને પ્રાપ્ત થયો છું,હું શાંત થયો છું,શીતળ-સ્વ-રૂપ વાળો થયો છું,
કેવળ સુખ-રૂપે રહ્યો છું,અને નિર્મળ-પણાને પ્રાપ્ત થયો છું.