ત્યાં સુધી,આત્મ-વિચાર-રૂપી-ચકોર- એ વનની અંદર સારી પેઠે પેસતો જ નથી.
જેના મન ને ભોગો પરની રુચિ ટળી ગઈ હોય,આશા-રૂપી-જાળો છેદાઈ ગઈ હોય અને -શીતળ તથા નિર્મળ બ્રહ્માનંદ પ્રાપ્ત થયો હોય,તે પુરુષનો ચિત્ત-રૂપી વિભ્રમ નાશ પામી જાય છે.
જે ચિત્તમાંથી તૃષ્ણા અને મોહ દૂર થયાં છે અને જે ચિત્તમાં શીતળતા અને શાંતિનો અનુભવ થયો છે,તેવો પુરુષ,ચિત્ત-રૂપી-ભૂમિકામાંથી જ્ઞાન-રૂપી ફળ મેળવે છે.
પોતાના દેહને -નકામા જેવો,દુર રહેલા જેવો અને સ્થિર રહે નહિ એવો-
મિથ્યા સમજનારા પુરુષને ચિત્ત રહેવાનો સંભવ જ ક્યાંથી હોય?
સંસારથી જુદા -એવા-અપાર ચૈતન્ય-રૂપ આત્માની ભાવના કરનારા,
અને જેના ચિત્તમાં જ સઘળું જગત લીન થઇ ગયેલું હોય છે -
એવા પુરુષને ચિત્ત-જીવ-વગેરે હોવાની ભ્રાંતિ થતી જ નથી.
અજ્ઞાન કે જે ખોટા તરંગોને પેદા કરે છે,તે દુર થતાં,અને સત્ય આત્માનાં જ દર્શન-રૂપ-સૂર્ય ઉદય પામતાં,
ચિત્ત આત્મામાં એવું પીગળી જાય છે (લીન થઇ જાય છે) કે જે પાછું ફરી કદી જોવામાં આવતું જ નથી.
આત્મા-અનાત્માના વિવેક-વાળા મહાત્મા જીવનમુક્ત પુરુષોનું આભાસ-રૂપે રહેલું જે ચિત્ત છે-
તે "સત્વ" કહેવાય છે.એટલે કે તેમના શરીરોમાં વ્યવહાર કરાવનારી જે વાસના હોય છે,
તે ચિત્ત તરીકે નહિ પણ "સત્વ" નામે ઓળખાય છે. ચિત્તથી રહિત થયેલા અને સર્વદા અખંડ પદમાં રહેલા તત્વવેત્તા પુરુષો,"સત્વ"ની સ્થિતિને લીધે,"સંગનો ત્યાગ" કરીને લોક-વ્યવહાર ચલાવે છે.
સત્વની સ્થિતિ-વાળા જિતેન્દ્રિય-શાંત-પુરુષો,વ્યવહારકરવા છતાં પણ સર્વદા અખંડિત જ્યોતિને જુએ છે.
ને તે અખંડિત જ્યોતિનાં દર્શન થવાથી તેમને બે-પણું,એક-પણું કે તેથી થતી વાસના પ્રગટ થતી નથી.
પોતે સર્વદા બ્રહ્મની સમાધિમાં લીન રહેવાથી,સઘળા "બ્રહ્માંડ-રૂપી-ખડ"ને "ચૈતન્ય-રૂપી-જ્યોતિ" માં,
હોમ્યા કરતા,જીવનમુક્ત પુરુષને અંદરથી ચિત્ત-વગેરે સઘળા વિભ્રમો નિવૃત્ત થઇ જાય છે.
"સત્વ" એ નામે કહેવાતું ચિત્ત,જેમ બળી ગયેલું બીજ ફરી અંકુરને ઉત્પન્ન કરતુ નથી,
તેમ,મોહને ફરી ઉત્પન્ન કરતુ નથી.
મૂઢ લોકોની જે ચિત્ત-નામની વાસના છે તે ફરીવાર જન્મ પામે છે
પણ તત્વવેત્તા પુરુષોની,ચિત્ત નામની વાસના-એ-
બોધથી "સત્વ-રૂપ" થયેલી હોવાને લીધે,જન્મ ને મટાડવા-રૂપ કાર્ય કરે છે.
હે રામચંદ્રજી,જે પામવાની વસ્તુ છે તે તમે પામી ચુક્યા છો,
જ્ઞાન-રૂપી અગ્નિથી બળીને સત્વ-પણાને પામેલું (તમારું)ચિત્ત,ફરીવાર અંકુરોને પેદા કરવાનું નથી.