Jun 17, 2016

Yog-Vasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-531

સિદ્ધિઓ કે સિદ્ધિઓ મેળવવાની યુક્તિઓ,કે શક્તિઓ-એ કોઈ પણ-પરમાત્માની પદવીની પ્રાપ્તિમાં સહાય-રૂપ થનાર નથી.જે પુરુષને કોઈ પ્રકારની ઈચ્છા હોય -તે જ સિદ્ધિ મેળવવાનો પ્રયત્ન કરે છે.
પણ આત્મજ્ઞાની તો પૂર્ણ જ હોય છે માટે તેને કોઈ પણ પદાર્થમાં કે ક્યાંય પણ કશી ઈચ્છા જ હોતી નથી,કે જે ઇચ્છાથી તે સિદ્ધિ મેળવવા માટે પ્રયત્ન કરે.


આત્માના લાભનો ઉદય,સઘળી ઇચ્છાઓની જાળની બિલકુલ શાંતિ થાય ત્યારે જ થાય છે,માટે આત્મજ્ઞાની,પુરુષને તે આત્મ-લાભથી વિરુદ્ધ ની ઈચ્છા જ  કેમ થાય? આમ,તત્વવેત્તા પુરુષ પોતે ઈચ્છા વિનાનો હોવા છતાં,જો,"કૌતુક" થી સિદ્ધિઓ મેળવવાનો નો પ્રયત્ન કરે -તો તેને પણ સિદ્ધિઓ અવશ્ય પ્રાપ્ત થાય છે-કેમ કે જે પ્રકારની ઈચ્છા થાય તે પ્રકારને અનુસરતો યત્ન કરવાથી,અજ્ઞાની કે જ્ઞાની ને પણ સમયસર સિદ્ધિઓ પ્રાપ્ત થાય જ છે.વીતહવ્ય મુનિ ને કેવળ જ્ઞાની જ ઈચ્છા હતી,તેથી તેમણે સિદ્ધિઓ માટે યત્ન કર્યો જ ન હતો.

હે રામ નિરંતર તૃપ્ત રહેનારા આત્માનું જ અનુસંધાન કરનારા અને પરમ પ્રેમના સ્થાનરૂપ-આત્મસુખ ને પામેલા
મહાત્મા તત્વવેત્તાઓને સિદ્ધિઓ કંઈ પણ ઉપયોગી લાગતી નથી.

રામ કહે છે કે- હે મહારાજ,ગુફામાં રહેલા તે વીતહવ્યના શરીરને સિંહ-આદિ હિંસક પશુઓ કેમ ખાઈ ગયાં નહિ? અને તે શરીર ધરતીના ગર્ભમાં સડી ગયું કેમ નહિ? વનમાં ગયેલા તે મુનિ તરત જ વિદેહમુક્તિ પામ્યા નહિ,પણ પાછો એ શરીરમાં કેટલોક વિહાર કર્યા પછી વિદેહમુક્તિને પામ્યા,તેનું કારણ શું?

વસિષ્ઠ કહે છે કે-હે રામ,જે જીવાત્મા,વાસના-રૂપી-મેલા દોર થી ખુબ જ વીંટળાયેલો હોય,
તે જીવાત્મા જ આ સંસારમાં સુખ-દુઃખોની દશાઓ-રૂપી બળતરાઓ ભોગવે છે.
જે જીવાત્મા વાસનાઓથી રહિત અને શુદ્ધ ચૈતન્ય-માત્ર થયેલ હોય છે તેનું શરીર જેમ હોય તેમનું તેમ રહે છે.
અને તે શરીરનું છેદન-ભેદન કરવામાં કોઈ સમર્થ ન થતા નથી.
એ વિષયમાં હું બીજી પણ એક વાત કહું છું તે તમે સાંભળો.

ચિત્ત જયારે જે જે પદાર્થમાં પડે છે ત્યારે તુરત જ તે પદાર્થમય થઇ જાય છે.એ નિયમ છે.
તમે જુઓ કે-આપણું ચિત્ત જયારે આપણા કોઈ શત્રુને જુએ છે-ત્યારે જાણે-તે શત્રુના હૃદયમાં રહેલા દ્વેષના પ્રતિબિંબ-વાળું થયું હોય-તેમ દ્વેષ-રૂપી વિકારને પ્રાપ્ત થાય છે અને-
જયારે આપણે આપણા કોઈ મિત્રને જોઈએ છીએ ત્યારે  તે મિત્રના હૃદયમાં રહેલી પ્રીતિના પ્રતિબિંબ વાળું થયું હોય તેમ પ્રીતિના વિકારને પ્રાપ્ત થાય છે.આ વાત આપણે સઘળાએ અનુભવેલી છે.

ઝાડ,પર્વત અને પરદેશી માણસ -આપણી પર રાગ-દ્વેષથી રહિત હોય છે-તો એમને જોઇને,
આપણું ચિત્ત પણ રાગ-દ્વેષથી રહિત જ રહે છે.એ વાત પણ આપણે સઘળાએ અનુભવેલી છે.
વળી,ખાવામાં આવતા જે જડ પદાર્થો છે-તેઓના ગુણ-દોષના પ્રતિબિંબો પણ આપણા ચિત્તમાં પડે છે.
જેમકે-મીઠો પદાર્થ જોવામાં આવતાં આપણું મન તેને લેવા માટે ચપળ બને છે,
પણ રસ વિનાનામાં આપણું ચિત્ત કોઈ પણ સ્પૃહા રાખતું નથી.

   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE