અને ભૂત-ભવિષ્ય ના દૃશ્યો ના વાસનાઓ-રૂપ બંધનો થી રહિત થાય,
એટલે કે ત્રણે કાળ પર ધ્યાન આપે નહિ,તો તે ચૈતન્ય ની "સમતા" જ અવશેષ રહે છે.
ચૈતન્ય -જો એ સત્ય-સમતા-વાળી સ્થિતિમાં રહે,તો વાણીથી -ના-સમજાવાને લીધે,જાણે સર્વદા અસત હોય,એવું થઇ જાય છે,
એ -ચૈતન્ય આત્મા પણ કહેવાય છે અને બ્રહ્મ પણ કહેવાય છે.
અપવાદ-દૃષ્ટિથી જોતાં-એ ચૈતન્ય કોઈ રૂપ નથી,અને આરોપ-દૃષ્ટિથી જોતાં,એ ચૈતન્ય સર્વ-રૂપ પણ છે.
સર્વ દૃશ્યોનો બાધ થઇ જતાં,અખંડ-રૂપે અવશેષ રહેનારું એ જે પરમ ચૈતન્ય છે-તે મોક્ષ-નામથી પણ કહેવાય છે.
જેમ,પડળ-વાળું નેત્ર,પૂર્ણ પ્રકાશ ને પણ મંદ પ્રકાશ વાળું જુએ છે,
તેમ, એ આત્મા જો સંકલ્પો થી યુક્ત હોય તો,
મંદ પ્રકાશ-વાળો થવાને લીધે,આ જગતથી પોતાથી અભિન્ન-પણાને જોઈ શકતો નથી.
જે આત્મા,પોતામાં સારા-નરસા-સંકલ્પો-રૂપી મેલ-વાળો હોય-તે બ્રહ્મ-વિદ્યામાં ચઢી શકતો નથી.
(પ્રહલાદ વિચારે છે કે) મારા બાપ-દાદાઓ સંકલ્પો-રૂપી જાળ માં વીંટળાઈને
વિષયો-રૂપી ખાડાઓમાં પડ્યા હતા,
તેથી તેઓએ,ઉપદ્રવ-વિનાનો આ માર્ગ જોયો જ નહોતો.અને પૃથ્વી પર જ નષ્ટ થઇ ગયા.
સર્વ લોકો,રાગ-દ્વેષ થી ઉઠેલા,સુખ-દુઃખ ના ભ્રમથી,ધરતીના દરમાં રહેલ કીડાઓ જેવા થઇ ગયા છે.
જે પુરુષને "આ સારું છે અને આ ખરાબ છે" એવા આકારો-વાળા-સંકલ્પો-રૂપી-ઝાંઝવાનાં જળ,
સત્ય-જ્ઞાન-રૂપી-વરસાદ થી શાંત થઇ ગયા હોય,તે પુરુષનું જ જીવવું સફળ છે.
આવી રીતે સત્ય નો બોધ પ્રાપ્ત થવાથી,સંકલ્પો શાંત થઇ જાય છે.
"હું-રૂપ-આત્મા" કે જે અખંડ ચૈતન્ય-રૂપ છે તેને હું પ્રણામ કરું છું.
જગતને પ્રકાશ આપનાર,હે,દેવ,આત્મા,
અહો,તમે ઘણા કાળે જાણવામાં આવ્યા છો,મળ્યા છો,ઉદય પામ્યા છો
અને હું,વિકલ્પોમાંથી દૂર થાઉં-એ માટે આવ્યા છો.
હવે,તમે જે છો તે જ હું છું-હું તમને પ્રણામ કરું છું.
હે, હું-રૂપ-આત્મા, તમે કે જે અંત વિનાના છો,જે આનંદ-રસથી ભરપૂર છો,બ્રહ્માદિ ના પણ પ્રકાશક છો,
અને જે સર્વ થી ન્યારા છો-તેમને હું પ્રણામ કરું છું.
મારું પોતાનું જ સ્વરૂપ,કે જે સંકલ્પો-રૂપી આવરણ ટળી જવાને લીધે,આવરણ વિનાના પૂર્ણ-ચંદ્ર જેવું થયું છે,
અને જે,પોતાના જ આનંદ-રસથી ભરપૂર છે-તથા-બીજા કોઈના આધાર વિના પોતાથી જ રહેલું છે,
તે સ્વયં-પ્રકાશ છે,અને સ્વતંત્ર છે-તેને હું પ્રણામ કરું છું.