Feb 8, 2016

Yog-Vaasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-414

(૩૧) પ્રહલાદે ખેદપૂર્વક વિચાર કરીને વિષ્ણુની ભક્તિથી વિષ્ણુ-ભાવ પ્રાપ્ત કર્યો
વસિષ્ઠ કહે છે કે-આમ,વિષ્ણુએ પાતાળની ગુફામાં ઘણા દાનવોને મારી નાખ્યા,ત્યારે દુઃખોથી ઘેરાયેલા મનવાળો પ્રહલાદ,આ પ્રમાણે વિચાર કરવા લાગ્યો-"હવે આપણો શો ઉપાય ચાલે? પાતાળમાં અસુર-રૂપી જે અંકુર ઉત્પન્ન થાય-- તેને,વિષ્ણુ-રૂપી મૃગ ખાઈ ગયા વિના રહેતો નથી.પાતાળમાં ઉત્પન્ન થયેલા દૈત્યો કદી સ્થિર રહી શક્યા નથી.તરંગો ની પેઠે ઉત્પન્ન થઈથઈને નષ્ટ થઇ જાય છે.


હાય ! બહારના તથા અંદરના અમારા સઘળા પ્રકાશને (રાજ્ય-આદિને) હરી લેનારા અમારા શત્રુઓ (દેવો)
વૃદ્ધિ પામ્યા છે અને આ સમયમાં દુઃખથી પૂર્ણ થયેલા અને સંકોચાતી સંપત્તિઓવાળા અમારા બંધુઓ ખેદ પામે છે. દ્વેષ થી મેલા થયેલા આ દેવો-પૂર્વે પ્રણામ કરવાના સમયે.પોતાના મુકુટો મારા પિતાના ચરણમાં મુકીને પ્રણામ કરતા હતા,તે જ દેવો,આજે મારા પિતાના દેશને દબાવી બેઠા છે.

ઉદ્યમો થી તથા લક્ષ્મી થી રહિત થયેલા,રાંક થયેલા અને પોતાનાં દુઃખોને ગાયા કરતા -
અમારા બાંધવો બળી ગયેલી પાંખડીઓ વાળા કમળ ની જેમ શોભા વિનાના થઇ ગયા છે.
જેમ મારા પિતાના સમયમાં દેવતાઓ દીન થઇ ગયા હતા,તેમ,ત્રૈલોક્ય-રૂપી મોટાં સરોવરોને ડહોળી નાખવામાં મદોન્મત હાથીઓ જેવા પ્રબળ દૈત્યો પણ આજે દીન થઇ ગયા છે.
અહો,દૈવ (નસીબ) ને શું અસાધ્ય છે?
ભૂંડાં કામ કરનાર દેવતાઓ પર વિષ્ણુની કૃપા થઈ છે,અને વિષ્ણુ ના પરાક્રમનો આશ્રય મળવાથી,ઊંચાઈને પામેલા તે દેવતાઓએ અમને પાતાળમાં ધકેલી દીધા,અને તેથી જ અમને આ સ્થિતિ પ્રાપ્ત થઇ છે.

હાય,જેઓ પૂર્વે મારા પિતાને ચામળ ઢોળતા હતા તેઓ આજે સ્વર્ગમાં ઇન્દ્રને ચામળ ઢોળે છે.
એ ભૂંડાં કામ દેવતાઓ ઉપર કેવળ પર એક વિષ્ણુ ની જ કૃપા થઇ છે,અને તેથી જ અમને દીનતા આપનારી
સ્થિતિ પ્રાપ્ત થઇ છે.જેમ પ્રલયકાળ નો પવન મેરુ-આદિ પર્વતોને પણ પાડી દે છે,તેમ વિષ્ણુ એ જ
મારા પિતા-આદિ મોટા દૈત્યોને પાડી દીધા છે.

દેવતાઓના સમૂહ ને આશ્રય આપનારો અને જેની ભુજાઓનો પ્રતાપ-રૂપી-અગ્નિ,
સઘળા જગતનો સંહાર કરવામાં સમર્થ થઇ પડ્યો છે,એવો એક વિષ્ણુ જ અમને વિષમ થઇ પડ્યો છે.
જેમ,વાંદરો બાળકોને કનડગત કરે છે,તેમ એ વિષ્ણુ આયુધો વિનાનો હોય તો પણ જીતી શકાય તેમ નથી,
કારણકે વજ્ર જેવો દૃઢ હોવાને લીધે,શસ્ત્રો કે અસ્ત્રો થી કપાય તેમ નથી.
અમારા પૂર્વજો સાથેના મોટામોટા સંગ્રામો માં પણ તે વિષ્ણુ હાર્યો નથી તો આજ અમારાથી તે કેમ ડરે?

હું ધારું છું કે વિષ્ણુને ખુલ્લી રીતે વશ કરવાનો એક જ ઉપાય છે ,અને તે એ છે કે-
સઘળા પ્રકારની શ્રદ્ધાથી,સઘળા પ્રકારની સમજણથી,અને સઘળી ક્રિયાઓ ના ઉદ્યોગ થી -
વિષ્ણુ જ આશ્રય લેવો.વિષ્ણુ નો આશ્રય લીધા સિવાય બીજી કોઈ ગતિ નથી.
વિષ્ણુ જગત ની ઉત્પત્તિ,સ્થિતિ અને લયનું કારણ છે.
તેનાથી અધિક આખા બ્રહ્માંડ માં બીજો કોઈ નથી.એટલે આ ક્ષણથી જ હું તે અજન્મા નારાયણ ના શરણે જાઉં છું.

પણ વિષ્ણુ થઈને વિષ્ણુનું પૂજન કરવું એમ શાસ્ત્ર માં કહ્યું છે.
માટે વિષ્ણુ થયા વિના કોઈ વિષ્ણુ નું પૂજન કરે તો પૂજન નું ફળ પ્રાપ્ત થાય નહિ.
તો,હવે હું વિષ્ણુ-સ્વ-રૂપ જ થઇ ગયો છું!!


   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE