જેમ,બ્રહ્મામાં સમષ્ટિ-મન રહેલું છે,તેમ, બીજાં પ્રાણીઓમાં વ્યષ્ટિ-મન રહેલું છે.
એ મન સઘળાં પ્રાણીઓમાં રહીને સંસારની જ કલ્પના કર્યા કરે છે
પણ- કોઈ વિરલ પ્રાણી માં રહેલું મન,બ્રહ્મ ની ભાવના પણ કરે છે.
આ રીતે,મને-સંકલ્પ-માત્રથી તરત જ કલ્પી લીધેલો-જગત-રૂપી મિથ્યા ભ્રમ -એ અજ્ઞાનીઓની દ્રષ્ટિમાં "સ્થિર-પણા" (સ્થિતિ) ને પ્રાપ્ત થયો છે.
જગતની સઘળી "ક્રિયાઓ" (કર્મો) પણ સંકલ્પ થી જ પેદા થાય છે.અને એ "ક્રિયાઓ ના નિયમ" ને
અનુસરનારા દેવતાઓ (દેવો) પણ સંકલ્પથી જ પ્રગટ થાય છે.
પછી સૃષ્ટિ નો વિસ્તાર તથા ઇન્દ્ર અને વિરોચન-વગેરે કેટલાએક રાજાઓ-પરસ્પરની શત્રુતા કરનારા થાય છે.તેઓ પોતાના ઉત્કર્ષ ને માટે ધર્મની અને અધર્મની વૃદ્ધિ કરવાને,માટે યત્ન કરવા લાગે છે.
એટલે પ્રજામાં,વધ-બંધન-રોગ વગેરે ક્લેશોની ભારે પીડા થાય છે.
એ જોઈને કાયર થયેલા બ્રહ્મા કમળ પર બેસીને વિચાર કરે છે કે-આ સૃષ્ટિ,મેં (મારા મને) મારા ભારે ભારે સંકલ્પોની જાળથી જ બની છે,પણ હવે તો હું આ સંકલ્પોને ઉછળવાની પદ્ધતિ થી કાયર થઇ ગયો છું.
આવો નિશ્ચય કરીને કલ્પનાઓ-રૂપી અનર્થમાંથી વિરામ પામીને (સંકલ્પો કરવાના છોડી દઈને)
તે બ્રહ્મા પોતાના મનથી,પોતાના સ્વ-રૂપ-ભૂત અનાદિ-પર-બ્રહ્મ નું અનુસંધાન કરવા માંડે છે.
આમ આવા અનુસંધાનના પ્રભાવથી બ્રહ્મા શાંત થાય છે,તેમનું મન ગળાઈ જાય છે,અને કેવળ પરબ્રહ્મ ના
પ્રકાશ-વાળા ધ્યાનમાં જ વિશ્રાંતિ ભોગવે છે.મમતાથી અને અહંતા થી રહિત થયેલા અને ધ્યાનથી-
પરમ શાંતિને પ્રાપ્ત થયેલા તે બ્રહ્મા -પોતાના સ્વ-રૂપ માં જ રહે છે.
પણ,વળી પાછા,કોઈ સમયે,તે બ્રહ્મા "વૃત્તિ ના ચલન"ને લીધે,એકાગ્રતા-રૂપી ધ્યાન કરવું છોડી દે છે અને
સંસારનો વિચાર કરવા લાગે છે.અનેક સુખ-દુઃખથી ઘેરાયેલા પ્રાણીઓની કષ્ટ-મય સ્થિતિ જોઈને
બ્રહ્મા નું મન કરુણાથી ઉભરાઈ જાય છે,એટલે તે પ્રાણીઓનું કલ્યાણ કરવા માટે અને તેમણે મુક્તિનો માર્ગ
દેખાડવા માટે,"ગંભીર અર્થો-વાળાં અને બ્રહ્મજ્ઞાનથી ભરેલાં" અનેક પ્રકારનાં શાસ્ત્રો (વેદો-પુરાણો) રચે છે.
અને આમ શાસ્ત્રો-રૂપી મર્યાદા નું સ્થાપન કર્યા પછી,ફરી પાછા તે આપદાઓમાંથી નીકળી,તે બ્રહ્મા,ફરીથી,
કમળ ની ઉપર સ્થિરતા થી બેસે છે,અને ધ્યાન નો આશ્રય કરી પર-બ્રહ્મ માં વિશ્રાંતિ કરે છે.
હે,રામ,આ પ્રમાણે,વ્યવહારને અનુસરવાના સમયમાં પણ, બ્રહ્મા,અંતઃકરણથી કોઈને મિત્ર ગણીને તેને પ્રેમ કરતા નથી,કોઈને શત્રુ ગણીને તેનો ત્યાગ કરતા નથી,શરીરનું અભિમાન ધરતા નથી,કોઈ જાતનો વિક્ષેપ
પામતા નથી,વિષયો ના ભોગ ની લાલચ રાખતાં નથી, કે પછી અહંકાર ના આવેશ-પૂર્વક કોઈનું પાલન
કરતા નથી કે,કોઈનો નાશ કરતા નથી.તે,બ્રહ્મા તો સર્વ પદાર્થોમાં અને
સર્વ વૃત્તિઓમાં સમતા રાખે છે,સ્થિર,ગંભીર અને જીવન-મુક્ત ની સ્થિતિમાં જ રહે છે.
પ્રજાપતિઓ અને દેવ-વર્ગના લોકો -પણ સત્વ-ગુણની અધિકતા હોવાને લીધે,
તેઓ પણ બ્રહ્મા ની જેમ જ,જીવન-મુક્તપણાને પામવા યોગ્ય છે.