તેઓ નાક-કાન-મોઢાં-તથા તાળવા-વગેરે-રૂપ ઘણા ગોખો-વાળાં છે.પાંચ-જ્ઞાનેન્દ્રિયો-રૂપ દીવાઓના પ્રકાશ-વાળાં છે. એ મન-રૂપી રાજાએ,તે શરીરો-રૂપી-ભોયરાંઓમાં રક્ષણ કરવા માટે સંકલ્પ-રૂપી માયાથી 'અહંકાર-રૂપી-મોટા-યક્ષો' બનાવ્યા છે.કે જે યક્ષો,તેમનો (અહંકારનો) ક્ષય કરનારા -'આત્મ-દર્શન-રૂપી-પ્રકાશ' થી સર્વદા ભય પામે છે.
વાયુ-રૂપી-યંત્રના પ્રવાહથી ચાલનારાં-એ 'શરીરો-રૂપી-ભોયરાં'ઓમાં,તે મન-રૂપી-રાજા,
મિથ્યા-સંકલ્પ થી ઉઠેલા 'અહંકારો-રૂપી-યક્ષો' સાથે સર્વદા ક્રીડા કરે છે.
જેમ,ધમણમાં સર્પ હોય,જેમ વાંસમાં મોતી હોય,તેમ શરીરમાં 'અહંકાર' છે.
જેમ,સમુદ્રનાં તરંગોની પેઠે,દીવાઓની જ્યોત ક્ષણમાત્રમાં ઉદય પામે છે,અને ક્ષણમાત્રમાં શાંત થઇ જાય છે,
તેમ,શરીરો-રૂપી-ભોયરાંઓમાં સંકલ્પો ક્ષણમાત્રમાં ઉદય પામે છે અને ક્ષણમાત્રમાં શાંત થઇ જાય છે-
અને એ જ મન-રૂપી-મોટા રાજાની ક્રીડા સમજવી.
'પૂર્વ (જાગ્રત) ના નગરમાંથી ઉઠીને ગંધર્વનગર જેવા બીજા નગરમાં જાય છે' એમ કહેવામાં -
'એ મન-રૂપી રાજા જાગ્રતમાં-નવા બ્રહ્માંડ-રૂપી જે નગરને નિર્માણ કરે છે,તેને જ સ્વપ્નાવસ્થામાં,
સંકલ્પ ને લીધે,તે ક્ષણમાત્રમાં જુએ છે.' એમ સમજવું.
એ મન-રૂપી રાજા "જાગ્રત"માં અને "સ્વપ્ન"માં ભમીને -તે ભમવાના પરિશ્રમ ને મટાડવા માટે,
"સુષુપ્તિ" માં તરત 'અવિદ્યા-રૂપ' થઇ જાય છે-તેથી તે નહિ જેવો થઇ જાય છે-તેમ સમજવું.
પણ પાછો તે,માત્ર સંકલ્પ-રૂપ પોતાના પૂર્વ-સ્વભાવ ને વડે જ પ્રગટ થાય છે,અને પ્રગટ થઈને તે-
મોટા-મોટા આરંભો-વાળા વ્યવહારો કરવા માંડે છે.
અને તે વ્યવહારો તેના પોતાના અનંત દુઃખ ને માટે જ થાય છે,આનંદ (સુખ) ને માટે નહિ.
એ મન-રૂપી રાજા,ગાઢ અંધારાના જેવી અંધતા આપનારા-જગત-રૂપી મોટા દુઃખને પોતે જ પ્રગટ થઈને બનાવે છે,અને પોતે જ નષ્ટ થઈને નષ્ટ કરી નાખે છે.અને તે મન પોતાના જ આવા અટકચાળાથી દુઃખી થાય છે.અને તેથી તેને રોવું પડે છે.તો ક્યારેક- તે મન-રૂપી રાજા કોઈ સમયે-પોતાના જ સંકલ્પથી બનાવેલા વિષય-સુખનો અંશ મળતાં પ્રફુલ્લિત થઈને આનંદ (સુખ) માની લે છે.
એ મન-રૂપી રાજા,બાળકની જેમ,પોતે પોતાના સંકલ્પથી જ ક્ષણમાત્રમાં આસક્ત બની જાય છે,
ક્ષણવારમાં વૈરાગ્ય પામી જાય છે,અને ક્ષણવારમાં વિકાર પામી જાય છે.
આથી,હે પુત્ર,એ મન ને સઘળા બાહ્ય પદાર્થોમાંથી પાછું વાળી લે,અને તેને તત્વ-જ્ઞાનથી નિર્મૂળ કરી નાખીને,જે રીતથી તારી બુદ્ધિ તારા આત્મ-તત્વ માં વિશ્રાંતિ (સુખ) પામે -તેમ તું કર.
એ મન-રૂપી દુષ્ટ રાજા ના (સાત્વિક-રાજસિક-તામસિક-સંકલ્પો-રૂપી) ત્રણ દેહો (ઉત્તમ-મધ્યમ-અધમ) જ
આ જગતની સ્થિતિ ના કારણ-રૂપ છે.
--મન જો તામસ-સંકલ્પ-રૂપી-અધમ દેહવાળું હોય તો,તો નિરંતર દુષ્ટ વિષયોમાં પ્રવૃત્ત થાય છે અને
નરકમાં પડવા-રૂપ-મોટું કંગાળપણું પામીને છેવટે કીટ-પતંગિયા ની યોનિ ને પ્રાપ્ત થાય છે.
--મન જો સાત્વિક-સંકલ્પ-રૂપ-ઉત્તમ દેહ વાળું હોય તો,તે ધર્મ-તથા ઉપાસનામાં તત્પર રહે છે,અને
મોક્ષપદથી દૂર નહિ-એવી દેવ-યોનિ ને પ્રાપ્ત થાય છે.
--મન જો રાજસ-સંકલ્પ-રૂપ-મધ્યમ-દેહવાળું હોય તો તે સ્ત્રી-પુત્ર આદિ વાસનાથી રંગાઈ રહીને,
સંસારમાં મનુષ્યોની યોનિઓને પ્રાપ્ત થાય છે.
પણ તે મન,એ ત્રણે દેહ (સાત્વિક-રાજસિક-તામસિક) ને છોડી દે તો-
તે પોતે જ ક્ષીણ થઈને પરમ પદ ને પામે છે.!!