બ્રહ્મના અને જગતના તત્વ ને જાણનારા,મહાત્મા પુરુષો,જગતના સઘળા વ્યવહારો કરે છે,તેમ છતાં કશું છોડતા પણ નથી અને કશું ઈચ્છતા પણ નથી.
તત્વ-જ્ઞાનને લીધે,તેઓ -સંસારનાં સઘળાં સુખો ની ઈચ્છા કરતા નથી.
તે મહાત્મા પુરુષો-ક્યાંય પણ પરાક્રમ-વગેરે ઉત્કર્ષ માટે,અભિમાન માટે ,ગુણો માટે કે લક્ષ્મી ને માટે-કંગાળ-પણું (મોહ) કરતા (કે-રાખતા) નથી.મહાત્મા પુરુષો સૂર્યની પેઠે શૂન્ય (આકાશ)માં પણ મૂંઝાતા નથી,દેવતાઓ ના બગીચા (વૈભવ) માં આસકત થતા નથી,અને પોતાની મર્યાદા (વિવેક) ને કદી છોડતા નથી.
"ઇચ્છાઓથી રહિત થયેલા,આવી પડેલા વ્યવહારને અનુસરનારા,વૈરાગ્ય,શાસ્ત્રોક્ત-વગેરે સાધનો ની સંપત્તિવાળા અને સ્વસ્થ રહેનારા" મહાત્માઓ આ દેહ-રૂપી રથમાં બેસીને આનંદ થી વિચરે છે.
હે,રામ તમે પણ આવા જ વિવેક ને પ્રાપ્ત થયા છો,અને બુદ્ધિના બળથી જ્ઞાનમાં સ્થિતિ પામેલા છો.
આવા શુદ્ધ વિચારોનો આશ્રય કરીને તમે માન તથા મત્સર (ઈર્ષા) થી રહિત થઈને,આ પૃથ્વી પર વિહાર કરો.અને આમ કરવાથી તમને જીવનમુક્તિ-રૂપ સિદ્ધિ પ્રાપ્ત થશે.
સઘળી તૃષ્ણાઓ નો ત્યાગ કરીને,વિષયોનું કૌતુક જોવાની ઈચ્છાને પણ દૂર કરીને,અને,
મનમાં શીતળતા ગ્રહણ કરીને તમે સ્વસ્થ પણે રહી પૃથ્વી પર વિહાર કરો.
વાલ્મીકિ કહે છે કે-એ પ્રમાણે ના નિર્મળ અભિપ્રાય-વાળા વસિષ્ઠ મુનિ ની નિર્મળ વાણી,સાંભળીને,
રામ,તરત સાફ કરાયેલા દર્પણ ની જેમ શોભવા લાગ્યા.અને જ્ઞાન-રૂપી-મધુર અમૃતની અંદર ભરપૂર થઈને-
તે,પૂનમ ના ચંદ્ર ની જેમ શીતળતા ને પામ્યા.
(૪૭) અનિયમિત ક્રમો વાળા ભૂત-ભવિષ્ય-વર્તમાન નાં કરોડો બ્રહ્માંડો નું વર્ણન
રામ કહે છે કે-હે,ભગવન.આપનાં પવિત્ર વચનો થી મને કેટલીક ધીરજ મળવા જેવું થયું છે.ઘણાંઘણાં ઉત્તમ અર્થો-વાળા,સ્વચ્છતાથી ભરેલાં,વિચિત્ર યુક્તિઓવાળાં અને આત્મ-તત્વ નો પ્રકાશ કરવા માટે ઉદય પામેલાં,આપનાં વચનો સાંભળતા હું તૃપ્ત થતો નથી.
જીવોની રાજસિક-સાત્વિક જાતિઓ કહેવાના પ્રસંગમાં આપે જે પ્રમાણ-સિદ્ધ બ્રહ્માની ઉત્પત્તિ કહી છે,
તે ઉત્પત્તિ વિષે હવે આપ સ્પષ્ટ રીતે વર્ણન કરી ને કહો.
વસિષ્ઠ કહે છે કે-હે,રામ,લાખો બ્રહ્માઓ,લાખો નારાયણો,લાખો શંકરો અને લાખો ઇન્દ્રો-થઇ ગયા છે.
આ બ્રહ્માંડમાં અને બીજાં વિચિત્ર બ્રહ્માંડોમાં પણ જુદાજુદા આચારો અને જુદાજુદા વિહારો વાળા,
બ્રહ્માઓ,નારાયણો,શંકરો,ઇન્દ્રો અને બીજા પણ દેવો તથા મનુષ્યો વગેરે પણ અસંખ્ય છે.
ભૂતકાળ-ભવિષ્યકાળ અને વર્તમાન માં ઘણા-ઘણા જીવો થઇ ગયા છે,થશે અને છે.
બ્રહ્માંડો માં એ બ્રહ્માદિક દેવતાઓની ઉત્પત્તિઓ જાણે ઇન્દ્રજાળમાં થતી હોય એવી રીતે થાય છે.
કોઈ સમયે બ્રહ્માથી,કોઈ સમયે વિષ્ણુ થી,કોઈ સમયે શિવ થી-તો -કોઈ સમયે બીજા મુનિઓથી પણ
સૃષ્ટિઓ થાય છે,બ્રહ્મા કોઈ સમયે કમળમાંથી,કોઈ સમયે પાણીમાંથી,કોઈ સમયે ઈંડામાંથી -તો-
કોઈ સમયે આકાશમાંથી પણ ઉત્પન્ન થાય છે.
કોઈ બ્રહ્માંડ માં શિવ જ સર્વ ના અધિપતિ છે,કોઈ બ્રહ્માંડમાં સૂર્ય સર્વના અધિપતિ છે,
કોઈ બ્રહ્માંડમાં બ્રહ્મા સર્વના અધિપતિ છે,કોઈ બ્રહ્માંડમાં ઇન્દ્ર સર્વના અધિપતિ છે,
કોઈ બ્રહ્માંડ માં વિષ્ણુ જ સર્વના અધિપતિ છે-તો કોઈ બ્રહ્માંડમાં એક એક દેવ જ સર્વ-મય છે.