Oct 29, 2015

Yog-Vaasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-326



(૪૪) મુક્તિ અને પ્રલય નું અંતર તથા બ્રહ્મા નો શરીર-ગ્રહણ નો ક્રમ

રામ પૂછે છે કે-હે,ભગવન,આપે કહેલી પધ્ધતિ પ્રમાણે,જે જીવ ને પ્રલયમાં પર-બ્રહ્મ ની પ્રાપ્તિ થાય તેને
સૃષ્ટિમાં પાછો દેહ ધરવો કેમ ઘટે? પરમ-પદમાં પહોંચેલા ને પણ જો જન્મ-મરણ પ્રાપ્ત થતાં હોય -
તો પછી મુક્ત થયેલાને પણ પછી જન્મ-મરણ ની આવૃત્તિ પ્રાપ્ત થવી જોઈએ.
"મુક્ત થયેલા જીવ નું સંસારમાં પુનરાગમન થતું નથી" એ વિષયમાં કેવી રીતે વિશ્વાસ  બેસે?

વસિષ્ઠ કહે છે કે-હે,રામ,મેં તમને પહેલાં -જે બધું  કહેલું છે તે તમે કેમ સમજતા નથી?
તમારી બુદ્ધિ આગળ-પાછળ નો વિચાર કરવામાં સમર્થ છે -તો તે ક્યાં ગઈ?

આ શરીર-વગેરે જે કંઈ સ્થાવર-જંગમ છે તે જોવા પૂરતું જ છે,અને તે સ્વપ્ન ની જેમ મિથ્યા જ પ્રગટ થયેલું છે.જેની વાસનાઓ ગળી ગઈ છે,અને જેની સ્મૃતિ-ચિત્ત-વૃત્તિમાં "પ્રબોધ" (જ્ઞાન) ઉત્પન્ન થયો હોય,
તે પુરુષ સંસાર-રૂપી સ્વપ્ન ને વ્યવહાર દૃષ્ટિ થી જોતો નથી.
હે,રામ, જ્યાં સુધી મોક્ષ-પદની પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી,સ્વભાવથી કલ્પાયેલો સંસાર-
જીવોના મન ની અંદર સર્વદા રહે છે.જીવના મન ની અંદર જ દેહ રહે છે.
મન ઘણા સંકલ્પ-વાળું હોવાને લીધે,મન માં કલ્પના-રૂપ દેહ રહેવાનો સંભવ જ છે.
મનમાં વાસના-રૂપ ઘણા દેહો રહે છે,તો પણ કર્મો ના પરિ-પાકના યોગ થી,જે સમયે જે દેહ પ્રગટ થવાનો હોય છે તે સમયે તે જ દેહનો પ્રતિભાસ થાય છે.પણ સઘળા દેહો નો પ્રતિભાસ થતો નથી.

જેમ,માટીના પિંડો ઘડા-રૂપ થાય છે તેમ,મન જ દેહ-રૂપ થાય છે.
સૃષ્ટિના આરંભમાં "એક (પહેલા) જીવ" ને ઉત્તમ કર્મોનો પરિપાક થતાં 'ઉત્તમ દેહનો પ્રતિભાસ' થાય છે -
તે પહેલો ઉત્તમ  જીવ 'બ્રહ્મા' કહેવાય છે.
આ 'બ્રહ્મ' નો દેહ તેને કોઈ કલ્પમાં 'વિષ્ણુ ના નાભિ-કમળ-રૂપી-ઘર'માં રહેલો પ્રતીતિ થાય છે.
જેમ એક મોટી માયા માંથી બીજી માયા પ્રગટ થાય છે,
તેમ બ્રહ્મા ના મોટા સંકલ્પના ક્રમથી,આ અપાર,સુષ્ટિ પ્રગટ થયેલી છે.

રામ કહે છે કે-'એક-જીવ'  મન-રૂપે થઈને જે પ્રકારે બ્રહ્મા થયો હોય તે પ્રકાર મને વિસ્તાર-પૂર્વક કહો.
વસિષ્ઠ કહે છે કે-હે,રામ બ્રહ્મા એ કેવી રીતે શરીર ગ્રહણ કર્યું? તે હું કહું છું તે તમે સાંભળો.
આ એક ઉદાહરણ પરથી સઘળા જગતની સ્થિતિ તમારા જાણવામાં આવશે.
દિશા (સ્થળ)-કાળ (સમય)-વગેરેના "માપ" વગરનું "બ્રહ્મ-તત્વ" પોતાની "શક્તિ" ને લીધે,
"લીલા-માત્ર" થી જ દિશા-કાળ ના "માપ" વાળા જે આકાર ને ગ્રહણ કરે છે તે "જીવ" કહેવાય છે.
વાસનાઓ ના આવેશ થી ઘેરાયેલો "જીવ" જ "માયાની ઉપાધિ" ને સ્વીકારીને,
"સંકલ્પો" ની કલ્પનાઓમાં તત્પર રહેનાર,અને ચપળતા-વાળું "મન" થાય છે.


   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE