જેના સઘળા સંદેહો અને સઘળાં કૌતુકો-નાશ પામી ગાયા છે,અને જેના સ્થૂળ-સૂક્ષ્મ દેહ,વાસનાથી રહિત થવાને લીધે ક્ષીણ થઇ ગયા હોય છે તેવા જ્ઞાની પુરુષો ચક્રવર્તી રાજાની જેમ શોભે છે.
સંપૂર્ણ,અપાર અને અનંત જ્ઞાની પોતે પોતામાં માતો નથી અને,પોતે પોતામાં જ વિલાસ કરે છે.
જેમ,ડાહ્યો મનુષ્ય ઘેલા (ગાંડા) ઓને જોઈને હસે છે તેમ,શાંત ચિત્ત-વાળો ધીર પુરુષ,ભોગ ની લાલચ થી
કંગાળ-પણું કરતા,દીન મનુષ્યોને તથા દીન ઈન્દ્રિયોને જોઈને હસે છે.
જેમ,એકે તજી દીધેલી સ્ત્રી નું ગ્રહણ કરવા ઇચ્છનારની બીજા માણસો હાંસી કરે છે,
તેમ,પોતે તજી દીધેલા ભોગનું ગ્રહણ કરવા ઇચ્છનારી ઇન્દ્રિયોની--જ્ઞાની પુરુષ હાંસી કરે છે.
હે,રામ,જેમ મોટા હાથીને અંકુશ થી વશ કરવામાં આવે છે,
તેમ, આત્મા ના સુખ નો ત્યાગ કરતા અને વિષયોમાં દોડતા-મન ને "વિચાર" થી વશ કરવું જોઈએ.
તૃષ્ણા (ઈચ્છા) મન ની વૃત્તિ ને ભોગોમાં ગતિ આપે છે,તેને પ્રથમ થી જ હણી નાખવી જોઈએ,
જેમ,જેને બહુ પીડવામાં આવ્યો ન હોય,તેને બહુ માન આપીએ તો "તે માન ઘણું છે" એવું સમજે નહિ,
તેમ,મન નો નિગ્રહ કર્યા વિના જો મન ને રાજી રાખવાનો પ્રયત્ન કરીઓ તો તે તૃપ્ત થાય નહિ,એટલે જ,
જેમ,ગ્રીષ્મ-ઋતુથી બહુ તપેલા ચોખાના છોડને થોડુંક પાણી મળે તો તે તેને અમૃત જેવું લાગે છે,
તેમ,મન ને માર માર્યા પછી તેને જો થોડુંક રાજી કરવામાં આવે તો-તેટલાથી પણ તે સંતોષ માને છે.
જેમ,જે નદીઓ જળ થી પરિપૂર્ણ હોય તેમાં વરસાદ થી થોડુંક પુર ચડે તો કંઈ જણાતું નથી,
તેમ,જો,મન ને બહુ ભોગોથી રાજી રાખ્યું હોય-તો પછી તેને આપવામાં આવેલું થોડુંક સુખ તેને બહુ
સંતોષ-કારક થતું નથી.એટલા માટે પ્રથમ સારી પેઠે મનનો નિગ્રહ કરીને -બાદમાં,તેને થોડુંક સુખ આપવું.
એટલે તે થોડામાં "સંતોષ" માની ને સ્થિર થઈને રહે.
જેમ,સમુદ્ર,એ આખા જગતને બોળી (ડૂબાવી) દે એટલા પાણી થી ભરપુર છે તેમ છતાં,નદીઓ ના પાણી ને પોતાની અંદર લીધા કરે છે તેમ,મન ઘણા વૈભવથી પરિપૂર્ણ છે,તેમ છતાં,બીજાં સુખ ની લાલચ રાખે તેવું છે.
પોતે પૂર્ણ છતાં પણ બીજા સુખ ની લાલચ રાખે તે પામર -મન નો સ્વભાવ જ છે.
આથી,મન ને પ્રથમ નિગ્રહ થી બહુ કલેશ આપવો,પછી તેને થોડું ભોગ-સંબંધી સુખ આપવું,
કે જેથી,તે મન,પ્રથમ દુઃખી હોવાને લીધે,તેટલાથોડા ભોગ-સુખ ને પણ ઘણું માને છે .
એટલા માટે જ-હાથથી હાથ દબાવવા જેવું કરીને,દાંત થી દાંત પીસવા જેવું કરીને અને
અંગોથી અંગો દબાવવા જેવું કરીને,પણ ઇન્દ્રિયો-રૂપી શત્રુઓને જીતવા.
જે વિચક્ષણ પુરુષો,બીજાઓને જીતવાનો ઉત્સાહ ધરાવે છે,
તેમણે પ્રથમ પોતાના -હૃદયમાં શત્રુઓ-રૂપ રહેલી,ઈન્દ્રિયોને સારી પેઠે જીતવી જોઈએ.
આખા વિશાળ પૃથ્વી-તળમાં-તે જ પુરુષો -ભાગ્યશાળી,બુદ્ધિશાળી કે ડાહ્યા ગણાય છે -
કે-જેમને-પોતાના ચિત્તે જીતી લીધા નથી.
હૃદય-રૂપી રાફડામાં ગૂંચળું વળી સર્વ ગર્વ ધારણ કરીને બેઠેલો,જેનો "મન-રૂપી-સર્પ" નિગ્રહ થી અત્યંત
નિર્બળ થઈને શાંત થયો હોય છે,તેવા ભાગ્યશાળી અને અત્યંત નિર્મળ તત્વ-વેત્તા ને હું પ્રણામ કરું છું.
(૨૪) ઇન્દ્રિયોની પ્રબળતા અને તેમને જીતવાના ઉપાયો
વસિષ્ઠ કહે છે કે-હે,રામ,ઇન્દ્રિયો-રૂપી શત્રુઓ જિતાવા મુશ્કેલ છે.મોટાં મોટાં નરકોમાં તેમનું સામ્રાજ્ય છે.
તેઓ "આશાઓ-રૂપી બાણો" થી વીંધી નાખનારા છે,અને દુષ્કર્મો-રૂપી મદોન્મત હાથીઓ જેવા છે.
તે,"ઇન્દ્રિયો-રૂપી શત્રુ" ઓ કૃતઘ્ન થઈને પ્રથમ પોતાના "આશ્રય-રૂપ દેહ" નો જ નાશ કરે છે અને
નીચ કર્મોના મોટા ભંડાર-રૂપ છે.તેથી તેઓ જિતાવા બહુ કઠિન છે.