Sep 15, 2015

Yog-Vaasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-282


જેમ,તરંગ એ સમુદ્રનો જ અવયવ છે,તેમ જે કંઈ "ત્રૈલોક્ય" છે તે મારો જ અવયવ છે,
એમ, જે પુરુષ અંતઃકરણમાં જાણે છે-તે જ "દેખતો" છે.
આ જે "ત્રિલોકી" (સૃષ્ટિ) છે,તે પોતાની સત્તા વગરની હોવાથી શબ જેવી છે,તે શોક કરવાનું જ પાત્ર છે,
મારી પોતાની સત્તા આપીને હું -જ તે (સૃષ્ટિ) ને પાળું છું અને જો હું મારી નજર કરડી (કડક) કરું છું તો તે-
તુરત જ પીડાઈ જાય એવી છે,આથી એ મારી નાની બહેન જેવી છે-એમ જે પુરુષ જાણે છે-તે જ "દેખતો" છે.

જે મહાત્મા-પુરુષ નું "હું પણું-તું પણું" દેહાદિક થી નિવૃત્તિ પામ્યાં હોય છે,અને આત્મા-પણામાં જ લીન
થયા હોય છે -તે જ ઉત્તમ વિચારવાળા છે અને તે  જ "દેખતા" છે.(તે જ સાચું દેખે છે)
સર્વ જગત ને પૂરનારા (ભરનારા)-પોતાના "ચૈતન્ય-મય-સ્વ-રૂપ" ને -
જે પુરુષ,દૃશ્ય (જગત) ના મિશ્રણ થી રહિત દેખે છે -તે જ "દેખતો" છે.

સુખ-દુઃખ-જન્મ-મરણ-વગેરેના નિત્યાનિત્ય વિવેકથી થયેલા આત્મ-વિચારો-એ સઘળું હું જ છું,
એમ જે જાણે છે તે-પુરુષ વ્યવહાર ને જોતો હોય તો પણ કોઈ રીતે "સ્વરૂપ"થી ભ્રષ્ટ થતો નથી.
જગત મારી સત્તા થી ભરપૂર છે, અને મેં આપેલા આનંદ ના લેશથી જ તૃપ્ત છે,
તે (જગત) ના એક ભાગમાં રહેનારી-આ "લોક" કે "પરલોક" ની "ભોગ્ય-વસ્તુ" ઓથી-
"મને શું દુઃખ છે કે તેનો હું ત્યાગ કરું? કે મને શું સુખ છે કે તેનું હું ગ્રહણ કરું?"
એમ જે જાણે છે -તે જ ભ્રાંતિ વગરના જ્ઞાન વાળો છે.

આ સઘળું જગત "બ્રહ્મ-રૂપ" જ છે,એવા દ્રદ્ધ નિશ્ચય ને લીધે,જે પુરુષ સર્વ પ્રકારની પ્રવૃત્તિઓ કરવા છતાં પણ,
કોઈ પ્રવૃત્તિ થી રંગાઈ જતો નથી,તે મહાત્મા સાક્ષાત "મહેશ્વર" જ છે.
જે પુરુષ,જાગ્રત-સુષુપ્તિ-સ્વપ્ન થી છૂટ્યો છે,સૌમ્ય,સમતાવાળો અને "તુરીય-પદ" માં જ રહેનારો છે,
તે પુરુષ ઉત્તમ પદ પામી ચુક્યો છે અને તેવા પુરુષ ને હું નમસ્કાર કરું છું.
"સકળ જગતમાં એક બ્રહ્મ જ છે" એવી જેની બુદ્ધિ છે,અને વિચિત્ર વૈભવો-વાળી -
"જગત ની ઉત્પત્તિ-સ્થિતિ-લય-રૂપ વિચિત્ર દશાઓ" માં, જેને સદૈવ "બ્રહ્માકાર-વૃત્તિ" રહી હોય છે-
તેવા સાક્ષાત સદાશિવ-રૂપ-જીવનમુક્ત પુરુષને હું નમસ્કાર કરું છું.

(૨૩) શરીર-રૂપી નગરી નું વર્ણન

વસિષ્ઠ કહે છે કે-હે,રામ, જેમ કુંભારનો ચાકળો,કુંભારે ફેરવવો છોડી દીધા છતાં પણ-
જ્યાં સુધી તેને "વેગ નો સંસ્કાર" લાગ્યો  હોય ત્યાં સુધી,ફર્યા કરે છે.
તેમ,એ જીવનમુક્ત નો દેહ "પ્રારબ્ધ ના સંસ્કાર"ને લીધે,"ક્રિયા" કરતો હોય છે.

બ્રહ્મનું અનુસંધાન રાખ્યા કરતો-એ જીવનમુક્ત પુરુષ,શરીર-રૂપી-નગરી નું રાજ્ય કરવા છતાં પણ,
શરીર ના "સાચા-પણા નું અભિમાન" નહિ હોવાથી તેમાં લેપાતો  નથી.
બગીચા જેવી આ પોતાના શરીર-રૂપી-નગરી,ક્રીડાઓ નો વિનોદ (સુખ) આપનારી હોવાને લીધે-
તે આત્મા ને જાણનારા જીવનમુક્ત પુરુષને ભોગ પણ આપે છે અને મુક્તિ પણ આપે છે.
એટલા માટે તે જીવનમુક્ત ની "દ્રષ્ટિ"માં તે (નગરી) સુખદાયી જ છે-દુઃખદાયી નથી.



   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE