Sep 9, 2015

Yog-Vaasishth-Gujarati-યોગવાસિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-276


આમ છે-એટલા માટે અજ્ઞાની પુરુષે ગુરૂની પાસે ઉપદેશ લેવાના સમયમાં "વિદ્વાન ની જેમ" પૂછવું યોગ્ય નથી!!
તમારા અંતઃકરણમાં આત્મા નો અનુભવ આરૂઢ થશે,ત્યારે તમારા અનુભવની સાથે મારા અનુભવ ને
મેળવવા માટે-હું  જયારે બોલવા લાગીશ,ત્યારે જ તમારા આ પ્રશ્ન નું સમાધાન  થશે.
"સિદ્ધાંત" (સિદ્ધાંત વિશે આગળ -છેલ્લે-નિર્વાણ પ્રકરણમાં વર્ણન આવશે) કહેવાના સમયમાં
તમે મને આ પ્રશ્ન ફરીવાર પૂછજો -એટલે આ પ્રશ્ન નું  સમાધાન કરતાં-તે-
"સિદ્ધાંત" પણ તમને સમજવામાં સહેલો થઇ જશે (સમજાઈ જશે)

જેમ શરદ-ઋતુમાં હંસ ના શબ્દો શોભે,તેમ તમારું આવું પૂછવું,એ "સિદ્ધાંત" ના સમયે શોભે તેમ છે.પણ,
જેમ,શરદ-ઋતુમાં મોરના ટહુકા શોભે નહિ તેમ,હમણાં આ પૂછવું તે શોભતું નથી.
વળી,હજી સુધી સઘળા શ્રોતાઓને આત્મ-તત્વ નો બોધ થયો નથી,એટલે આ પ્રશ્ન પૂછવાનો અવસર જ નથી.
આમ,સિદ્ધાંત ના સમયે તમારો આ સુંદર પ્રશ્ન શોભે,પણ હમણાં તો અજ્ઞાની ને લગતો જ પ્રશ્ન શોભે !!!

હે,રામ,જેને લીધે લોકોનો જન્મ થાય છે,એવા મનના ઉપદેશનો જ હાલમાં આ  પ્રકરણમાં આરંભ કરેલો છે.
માટે તે વિષે તમે સાંભળો."શુદ્ધ બ્રહ્મ માં માયાનો (મન નો) સંબંધ કેમ ઘટે?"  એ વિષય ને પાછળ રાખી,
હમણાં તો હું "બ્રહ્મમાં માયા ના સંબંધ ને સ્વીકારી" ને ઉપદેશ ને આગળ ચલાવું છું.

હે,રામ,બ્રહ્મ જયારે "અહંકાર-રૂપે વિકાર" પામે છે,ત્યારે "પ્રકૃતિ (માયા)-રૂપ" થાય છે.અને
મનન કરે છે ત્યારે મન-રૂપ થાય છે,જુએ છે ત્યારે ચક્ષુ રૂપ થાય છે,સાંભળે ત્યારે શ્રોત્ર-રૂપ થાય છે.
અને બોલવા-વગેરે ના વ્યાપારો થી યુક્ત થાય છે,ત્યારે વાણી-વગેરે ઇન્દ્રિયો-રૂપ થાય છે.
મુમુક્ષુઓ એ શ્રુતિ વગેરે ના "પ્રમાણો" થી આ પ્રમાણે નો નિશ્ચય કર્યો છે.
(નોંધ-વિચિત્ર પ્રકારનાં -જુદાંજુદાં-પોતપોતાનાં શાસ્ત્રો ને વિચારીને વિવાદ કરતા -જુદાજુદા "મત-વાદીઓ" -
જુદાજુદા તેમના શાસ્ત્રોમાં આવતા મત-ભેદો ના કારણે,તે "બ્રહ્મ" ને પોતાને ગમતાં નામ-રૂપ આપી દે છે)

મનન કરતું ચંચળતાવાળું મન જે જે વાસનાનું ગ્રહણ કરે છે,તે વાસનાને અનુરૂપ રૂપો ને પ્રાપ્ત થાય છે.
જેમ,પવન જે ફૂલમાં રહે તે ફુલ ની સુગંધ ને ગ્રહણ કરે છે,તેમ મન વાસનાના આકારને ગ્રહણ કરે છે.
પોતાની વાસના થી કલ્પેલા "વિષય" નો જ યુક્તિઓથી નિર્ણય કરીને,તે "આ વિષય મારો પોતાનો છે"
એમ "અભિમાન" ધરે છે. અને પોતાના તે અભિમાન ને તૃપ્ત કરવા માટે-તે પોતે સ્વીકારેલા,
તે "વિષય" ની જ માથાકૂટ કર્યે જાય છે.

મન નો એવો સ્વભાવ છે કે-તે મને જે નિશ્ચય પકડ્યો (કર્યો)  હોય,તેમાં જ તેને સ્વાદ આવે છે.
અને તે સ્વાદમાં તે આરૂઢ થાય કે તરત-જ- શરીર અને જ્ઞાનેન્દ્રિયો પણ તેમાં તન્મય થઇ જાય છે.
આમ,મન વાસના માં આરૂઢ થાય એટલે તેની પાછળ તેને આધીન રહેનારો,દેહ પણ તે વાસનાને
અનુસરે છે.અને તે દેહ -વાસના-મય થઈ જાય છે.


   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE