હિરણ્ય-ગર્ભ (બ્રહ્મા) નું યજન કરનારા હિરણ્ય-ગર્ભ ને પ્રાપ્ત થાય છે
તો પર-બ્રહ્મ નું યજન કરનારા પર-બ્રહ્મ ને પ્રાપ્ત થાય છે.
આમ છે એટલા માટે તુચ્છ નો ત્યાગ કરીને અતુચ્છ -"પરબ્રહ્મ" નો આશ્રય કરવો જ યોગ્ય છે.
ભૃગુ નો પુત્ર શુક્ર (શુક્રાચાર્ય) પોતાની જ્ઞાન-શક્તિ નિર્મળ હોવાને લીધે,મુક્ત હતો,પણ,(બાળક હતો એટલે) અપ્સરા-રૂપ દ્રશ્ય થી સ્વાભાવિક રીતે તુરત જ બંધાઈ ગયો.
જગતમાં બાળકની જ્ઞાન-શક્તિ પ્રથમ કાચી અને કૂણી હોય છે.
જ્યાં સુધી તેને -સંસાર-સંબંધી વ્યસનો નો તાપ લાગ્યો ના હોય,ત્યાં સુધી
તેને જેવું વલણ આપવું હોય તેવું આપી શકાય છે.
પણ એકવાર તેને સંસાર-,સંબંધી -વ્યસનો નો તાપ લાગે અને
તેની જ્ઞાન-શક્તિ કઠિન થઇ જાય પછી તેને બીજી વ્યુત્પત્તિ (વલણ) આપી શકાતી નથી.
એટલા માટે જ્ઞાન-શક્તિ કૂણી હોય ત્યારે જ તે (બાળક) ને "બ્રહ્મ-ભાવ" ની વ્યુત્પત્તિ આપવી,
પણ, જીવ-પણા -વગેરે ખોટા ભાવની વ્યુત્પત્તિ આપવી નહિ.
રામ પૂછે છે કે-હે,ભગવન,જાગ્રત અવસ્થા અને સ્વપ્નાવસ્થા - એ બેમાં શો ભેદ છે?
જાગ્રત અને સ્વપ્ન એ બંને અપરોક્ષ-રીતે અનુભવમાં આવે છે,તે છતાં જાગ્રત અવસ્થા સાચી કેમ કહેવાય છે ? અને "સ્વપ્ન જાગ્રત ના જેવો ભ્રમ છે" એમ કેમ કહેવાય છે?
વસિષ્ઠ કહે છે કે-જેના પદાર્થોમાં સ્થિરતા ની પ્રતીતિ થાય છે તે "જાગ્રત અવસ્થા" અને
જેના પદાર્થો માં અસ્થિરતા ની પ્રતીતિ થાય છે તે "સ્વપ્નાવસ્થા" કહેવાય છે.
સ્વપ્ન પણ જો કાળાંતરમાં ના રહે તો તે જાગ્રત કહેવાય,અને
જાગ્રત પણ જો કાળાંતરમાં ના રહે તો તે,સ્વપ્ન કહેવાય છે.
અને આ પ્રમાણે - સ્વપ્ન,એ જાગ્રતપણાને અને જાગ્રત,એ સ્વપ્ન પણાને પામે છે.
આમ જાગ્રતમાં અને સ્વપ્નમાં -સ્થિર-પણા અને અસ્થિર-પણા સિવાય બીજો કોઈ ભેદ નથી.કારણકે-
સ્થિર-પણા અને અસ્થિર-પણા -વિના એ બે અવસ્થાઓનો બીજો સઘળો અનુભવ સર્વદા સરખો જ છે!!
સ્વપ્ન પણ સ્વપ્ન ના સમયમાં સ્થિરતા થી યુક્ત જણાય તો જાગ્રત-પણાને પામી શકે છે,અને તે જ રીતે,
જાગ્રત પણ જો જગ્રતના સમયમાં અસ્થિર જણાય તો સ્વપ્ન-પણા ને પામી શકે છે.
જ્યાં સુધી જે સ્થિર જાણવામાં આવે ત્યાં સુધી તે "જાગ્રત" જ છે,
પણ જો તેને "ક્ષણ-ભંગુર" (અસ્થિર) સમજવામાં આવે તો તે "સ્વપ્ન-રૂપ" થઇ જાય છે.
આમ કેમ થાય છે તે તમને હું કહું છું તે તમે સાંભળો.
શરીરમાં તેજ,વીર્ય અને જીવ-ધાતુ વગેરે નામો થી કહેવાતું "જીવન-તત્વ" છે કે જેનાથી જીવાય છે,
જયારે પ્રાણવાયુ ની પ્રેરણા થી,તે "જીવન-તત્વ" હૃદયમાંથી શરીરમાં પ્રસરે છે-
ત્યારે શરીર-મનથી-કર્મ થી અને વાણી થી "વ્યવહાર" કરે છે.
(નોંધ-આ જીવન-તત્વ (Life-Element) શબ્દ સમજી ને યાદ રાખવા જેવો છે??!!)
(નોંધ-આ જીવન-તત્વ (Life-Element) શબ્દ સમજી ને યાદ રાખવા જેવો છે??!!)
એ "જીવન-તત્વ" જયારે અંદરની નાડીઓમાં પ્રસરે છે ત્યારે "સ્વપ્નાવસ્થા" પ્રાપ્ત થાય છે-
એટલે-"જાગ્રત માં દેખાયેલો જગત-રૂપી ભ્રમ" જેમાં લીન થઇને રહ્યો હોય છે-એવા "ચિત્તમાં"
"જાગ્રત" ના જેવું સઘળું જ્ઞાન ઉદય પામે છે.અને-
એ "જીવન-તત્વ" જયારે નેત્ર-વગેરેમાં પ્રસરે છે ત્યારે,અનેક પ્રકારના આકારો થી ભરપૂર એવા -
"પોતાના માં જ રહેલા" જગત ને તે બહાર જુએ છે એટલે "જાગ્રત-અવસ્થા" પ્રાપ્ત થઈ એમ કહેવાય છે.