અને “સંવેદન” વિના (એટલે કે જો સંવેદન ના હોય તો) તે સર્વ પદાર્થ ની કોઈ સત્તા પણ નથી જ.
જેમ,જળમાં તરંગ અને બીજમાં વૃક્ષ –એ એક છતાં ભિન્ન-રૂપે જણાય છે,
તેમ,આ જગત,ભૂત-ભવિષ્ય-વર્તમાનમાં, સંવેદનની સત્તાથી જ સંવેદનથી ભિન્ન-રૂપે જણાય છે.પણ,
તેનું "સત્-પણું કે અસત્-પણું" એ- સત્ નથી તેમ અસત્ પણ નથી.
સત્ય દૃષ્ટિ થી સંવેદન નું સત્-પણું એ સત્ય છે અને અસત્ય દૃષ્ટિ થી તેનું અસત્-પણું અસત્ય છે.
અવિદ્યા થી આત્મ-તત્વ સાથે સંબંધ થતો નથી,કારણકે તે બંને માં સમાન-પણું નથી.
વિષમ પદાર્થ નો પરસ્પર સંબંધ થવાનો સંભવ નથી,પણ સંબંધ (જેમકે-લાકડું અને લાખ) થયા વિના,
પરસ્પર નો અનુભવ થતો નથી.(પરસ્પર છૂટા પાડી શકાતા નથી)
વળી,સમાન વસ્તુ,બીજી સમાન વસ્તુમાં સંપૂર્ણ-પણે એકતા પામીને એકત્વ થઈને રૂપમાં વૃદ્ધિ કરે છે.
પણ,ચૈતન્ય અને જડ-એ બેમાં પોતાની વિલક્ષણતા હોવાથી,તેમની એકતા થતી નથી.
તદુપરાંત,"સર્વ ચૈતન્ય-મય છે,માટે સર્વ સ્થળે ચૈતન્ય નો જ અનુભવ થાય છે"-એવું માનીએ તો-તે
ચૈતન્ય ના અનુભવમાં “હું જાણું છું” એમ અનુભવ થવો જોઈએ નહિ.
કારણકે ચૈતન્ય તો એક જ છે તો પછી,બે ચૈતન્ય નો અનુભવ કેવી રીતે થાય?
લાકડું,પથ્થર અને માટી એ બધાં જડ-રૂપે સમાન છે,તેથી એ બધાં સાથે મળવાથી ઘર-રૂપી - જડ પદાર્થનો અનુભવ થાય છે,પણ,તેમાં ચૈતન્યનો અનુભવ થતો નથી.જયારે,
જીભ અને રસ એ બંને જળ-રૂપે સમાન હોવાથી,તેમના સમાગમથી જળ-રૂપ રસનો અનુભવ થાય છે.
વસ્તુતઃ (ખરું જોતાં) તો સર્વ અનંત-બ્રહ્મ નું સ્વ-રૂપ છે,અને તે સર્વ પ્રકાશ-મય છે.માટે,
હે,રામ,આ વિશ્વ બ્રહ્મ-મય છે તેમ તમે જાણો.
"આ જગત મિથ્યા છે" એમ માનવું એ જ ચૈતન્ય નો ચમત્કાર છે.
તે અવિદ્યા (માયા) ના લીધે જ આ વિશ્વ એ ભ્રમ થી ભરપૂર નથી તો પણ,લાખો ભ્રમ થી ભરપૂર જણાય છે.
જયારે,મનુષ્ય ના કલ્પેલા,પુરુષો,પરસ્પર સ્ફૂરતા નથી,અને દેશ-કાળનો અટકાવ કરતા નથી.
આ જ પ્રમાણે સર્ગો વિશેની એવી જ સ્થિતિ છે.
જ્યાં સુધી ભેદ-બુદ્ધિ છે-ત્યાં સુધી સર્ગ-પણું,અહંતા વગેરે ભ્રમ નો ઉદય થાય છે.
પરમ-સત્ય નો અનુભવ થાય પછી,તેનું જ્ઞાન થયા પછી આ સર્ગ અસત્ય છે તેમ જાણવામાં આવે છે.
જયારે ચિત્ત એક દેશમાંથી બીજા દેશમાં જાય છે ત્યારે મધ્યમાં એટલે કે બીજા દેશમાં ગયા પહેલાં,
જડતા વિનાનું તથા જ્ઞાન-રૂપ -તેવા તે ચિત્ત નું સ્વરૂપ થઈને તમે સર્વદા રહો.
જાગ્રત-સ્વપ્ન-અને નિંદ્રા થી રહિત તમારું જે સનાતન-ચિત્ત-વૃત્તિ થી રહિત અને અજડ-રૂપ છે-
તે રૂપ થઈને તમે સર્વદા રહો.
તમે સમાધિમાં હો કે વ્યવહાર કરતા હો-ત્યારે પથ્થરનું જે ચૈતન્ય-ઘન-રૂપ-હૃદય છે તેવા થઈને
તમે સર્વદા રહો.
કોઈ પણ મનુષ્ય કે કોઈ પણ વસ્તુનો ઉદય થતો નથી કે લય થતો નથી,
માટે સમાધિ કે વ્યવહાર દશામાં સ્વસ્થ પણે પરમાર્થ (પરમ-અર્થ) દ્રષ્ટિને અનુસરો.
દેહમાં,કોઈ પણ આત્મા કોઈ પણ ઈચ્છા કરતો નથી,કે દ્વેષ કરતો નથી,
માટે તમે શંકાનો ત્યાગ કરીને,સ્વસ્થ-પણે રહો અને દેહની વૃત્તિમાં પડો નહિ.
જેવી રીતે “ભવિષ્યમાં થનારા સંસારિક વ્યવહાર” માટે કોઈ પ્રવૃત્તિ થઇ શકતી નથી,
તેવી રીતે “વર્તમાન માં થતા વ્યવહારમાં” મિથ્યાત્વદૃષ્ટિ રાખો.
અને સત્ય-સ્વ-રૂપ-બ્રહ્મ-ભાવને પ્રાપ્ત થઇને ચિત્ત-વૃત્તિમાં રહો નહિ.