ચંચળ મન જે સમયે જે પ્રમાણે -જે કામ કરવાનો આરંભ કરે છે,
તે સમયે હાથ-પગ વગેરે અવયવો પણ તે જ પ્રમાણે કામ કરવાનો આરંભ કરે છે.
જેમ,જળ થી સિંચન થયેલી લતા (વેલો) સમય જતાં ફળ આપે છે,
તેમ મન જેવી ક્રિયા કરે છે તેવું તેને ફળ મળે છે.
હે,રામ, જેમ બાળક ભીના કાદવમાંથી વિચિત્ર રમકડાં રચે છે તેમ,મન પોતાના વિકલ્પ થી જગત રચે છે.
વળી.જેમ,તે,બાળક જે રમકડા રચે છે તે મિથ્યા છે,તેમ મનથી કલ્પિત જગત પણ મિથ્યા છે.
જેવી રીતે ઋતુ નો ફેરફાર કરનાર કાળ (સમય) કોઈ સમયે વૃક્ષ નું અન્યથા(બીજું) રૂપ કરે છે,
તેવી રીતે,ચિત્ત -પણ-પદાર્થ માં અન્યથા-પણું (જુદા-પણું) કરે છે.
ચિત્તના મનોરથમાં (સંકલ્પમાં) ઘણા યોજનનો સમૂહ પણ ગાયના પગલા જેટલો અલ્પ જણાય છે.
તે મન કોઈ સમયે કલ્પ ને ક્ષણ જેવો તો કોઈ સમયે ક્ષણને કલ્પ જેટલો કરે છે.
તેથી દેશ (સ્થળ) અને કાળ (સમય) પણ મન ને આધીન છે.
તીવ્ર-પણું,મંદ-પણું,બહુ-પણું અને અલ્પ-પણુ-વગેરે ભેદના લીધે-
મનની સર્વ શક્તિનો ત્યાગ કરવા કોઈ સમર્થ નથી.
જેમ વૃક્ષમાંથી પાન ઉત્પન્ન થાય છે,
તેમ,મોહ,ભ્રમ,અનર્થ,દેશ અને કાળ-એ સર્વ ચિત્તમાંથી જ ઉત્પન્ન થાય છે.
જેવી રીતે જળ એ જ સમુદ્ર છે અને ઉષ્ણતા એ જ અગ્નિ છે,
તેવી રીતે,ચિત્ત એ જ વિવિધ આડંબર-વાળો સંસાર છે.
કર્તા-કર્મ-કરણ, ભોક્તા-ભોગ્ય-ભોગ, દ્રષ્ટા-દ્રશ્ય-દર્શન-એ નવ પ્રકારનો સંસાર ચિત્ત-રૂપ જ છે.
જેમ,સુવર્ણ ની પરીક્ષા કરનાર મનુષ્ય આભૂષણોના આકાર ને જોયા વિના તે સુવર્ણ જ છે,એમ જાણે છે,
તેમ,વિવેકી મનુષ્ય,જગતમાં રહેલ ભુવન તથા વન ની વિચિત્રતા ને ત્યાગ કરીને,
તે સર્વ (જગત અને તેમાંની વસ્તુ) ચિત્ત-રૂપ જ છે તેમ જાણે છે.
(૧૦૪) લવણાખ્યાન-ઇંદ્રજાળથી લવણ-રાજાની થયેલ સ્થિતિ
વશિષ્ઠ કહે છે કે-હે,રામ,જગત-રૂપી ઇન્દ્રજાળની શોભા કેવી રીતે મન ને આધીન છે,તે માટે નું એક
વૃતાંત (વાત કે ઉદાહરણ) તમને કહુ છું તે તમે સાંભળો.
આ પૃથ્વી પર અનેક પ્રકારનાં વનો થી યુક્ત એવો “ઉત્તર-પાંડવ” નામનો એક દેશ હતો
આ અત્યંત શોભિતા દેશમાં પરમ ધર્મવાળો અને હરિશ્ચંદ્રરાજા ના કુળમાં પેદા થયેલ “લવણ” નામનો રાજા હતો.તેને પોતાના ખડગ ના બળે શત્રુઓ નો નાશ કર્યો હતો,અને પ્રજાનું પાલન કરવામાં ઉદાર હતો.
તેની ઉદારતા અસાધારણ હતી.કપટ ને તે જાણતો જ નહોતો,અને અવિનય-પણું તો તેને જોયું જ નહોતું.
એક વખતે તે પોતાની સભા ભરીને સિંહાસન પર બિરાજ્યો હતો,તે વખતે,
જેમ મેઘ વરસાદ વરસાવવા મોટા મોટા ડોળ (ગર્જના-વગેરે) થી પૃથ્વી પર પ્રવેશ કરે છે,
તેમ,એક ઇન્દ્રજાળ કરનાર (જાદુગર જેવો) મોટા વેશ,અલંકાર વગેરે ને ધારણ કરીને,સભામાં આવ્યો.
અને રાજાને પ્રણામ કરીને રાજાની પાસે આવીને તેને કહ્યું કે-હે,રાજન,જેમ,આકાશમાંનો ચંદ્ર પૃથ્વીને જુએ,
તેવી રીતે હું તમને એક મિથ્યા રમત બતાવું તે તમે તમારા આસન પર બેઠા બેઠા જુઓ.