Jul 4, 2015

Yog-Vashisth-Gujarati-યોગવાશિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-211


તેઓ પુષ્પ સમાન કોમળ હતા,અને સૂર્ય ની ગરમી થી તપી ગયેલી રેતી થી તેમના પગ દાઝી જતા હતા,
અને તાપ થી તેમનાં અંગોમાં દુઃખ થતું હતું.લાંબો પંથ કાપ્યા પછી,તેમને ત્રણ વૃક્ષો જોયાં.કે જે,
પાન અને ફળથી શોભતાં હતાં.અને માર્ગ માં પશુ પક્ષીઓ ના વિશ્રામ ના આધાર જેવા હતા.
તે ત્રણ વૃક્ષમાંથી,બે વૃક્ષ કદી ઉગ્યા નહોતા અને ત્રીજાનું સારી રીતે ઉગવાનું બીજ પણ થયું નહોતું !!
તે ત્રણે રાજપુત્રો એ ત્યાં વિશ્રામ કરી ફળ ખાધાં,ત્યારે તેમને ઈન્દ્રલોકમાં રહેનારને જેવો આનંદ થાય તેવો
આનંદ થયો.ઘણીવાર વિશ્રાંતિ લઇ તેમને આગળ પ્રયાણ કર્યું.
થોડે દૂર ગયા પછી ત્રણ નદીઓ તેમના જોવામાં આવી.કે જેમાં અનેક પ્રકારનાં મોજાં ઉછળતા હતાં.
તે ત્રણ નદીઓમાં બે સુકાઈ ગઈ હતી અને ત્રીજીમાં પાણી હતું નહિ !!
તેમને તે નદીમાં સ્નાન કર્યું અને જળનું પાન કર્યું.અને હર્ષ થી આગળ ચાલવા માંડ્યું.
સૂર્યાસ્ત સમયે,હજુ ભવિષ્યમાં જે નગરનું નિર્માણ થવાનું છે !!
તેવા પર્વત જેવા ઉંચા નગર પાસે આવ્યા.તે નગરમાં તેમણે ત્રણ સુંદર ભવનો જોયાં.
તે ત્રણ ભવનો માંથી બે ભવન નું નિર્માણ જ થયું નહોતું!! અને એક ભવન ભીંત વિનાનું હતું !!
તેમાં ત્રણે રાજપુત્રોએ પ્રવેશ કર્યો.અને તેમાં વિહાર કરવા લાગ્યા.
તેવામાં તપાવેલા સોના જેવી ત્રણ થાળી-પાત્રો તેમને પ્રાપ્ત થયા.
તે ત્રણ પત્રોમાંથી બે ભાંગેલા હતાં અને એક નો ભૂકો હતો.
તેમાંથી ભૂકા જેવી થાળીનું તેઓએ ગ્રહણ કર્યું,તેમાં તેમને ૧૦૦ ચોખા રાંધ્યા,અને ત્રણ બ્રાહ્મણો ને જમવાનું
આમંત્રણ આપ્યું.તે ત્રણ બ્રાહ્મણમાંથી બે ને દેહ જ નહોતા અને એક ને મુખ નહોતું !!
તેમાંથી મુખ વિનાના બ્રાહ્મણે તે ૧૦૦ ચોખાનું ભોજન કર્યું અને બાકી રહેલા નું રાજપુત્રો એ ભોજન કર્યું !!
ધાત્રી કહે છે કે-આ પ્રમાણે હે પુત્ર,ભવિષ્યમાં નિર્માણ થનાર તે શહેર માં ત્રણે રાજપુત્રો પરમ તૃપ્તિ પામ્યા.
તથા મૃગયા રમતા રમતા તે આજ સુધી સુખેથી રહ્યા છે.આ મનોહર કથા નું તું મનન કરજે,
તેથી ભવિષ્યમાં તું પંડિત થઈશ.

વશિષ્ઠ કહે છે  કે-હે,રામ,ધાત્રીની આ કહાણી (વાર્તા) સાંભળીને બાળક ને આનંદ થયો.
મેં પહેલા તમને ચિત્તાખ્યાન પછી આ બાળક  ની કહાણી કહી,
તે પ્રમાણે જ “કલ્પેલા” ઉગ્ર-દ્દૃઢ-સંકલ્પ થી જ આ સંસારની સ્થિતિ ની રચના થઇ છે.

વળી "સંકલ્પ-વિકલ્પ" થી "બંધન અને મોક્ષ" ની કલ્પનાથી પ્રતિભાસ-રૂપ આ જગત જોવામાં આવે છે.
સંકલ્પ વિના બીજી કોઈ વસ્તુ નથી,જે કંઈ આ સર્વ જોવામાં આવે છે તે,સંકલ્પ થી જ છે.
ભવિષ્યમાં થનારા નગરમાં જેમ રાજપુત્રો છે
તે પ્રમાણે જ સંકલ્પ થી જ આ સર્વ-જગતની રચના અને સ્થિતિ છે.
સૂર્ય ના તથા જન-સમૂહ ના વ્યાપારથી જેમ દિવસ વૃદ્ધિ પામે છે,
તેમ પ્રથમ સંકલ્પથી ઉત્પન્ન થયેલ,આ જગત,પરમાત્મા ના વ્યાપારથી વૃદ્ધિ પામે છે.
આ સમગ્ર જગત એ સંકલ્પ ના સમૂહ ની કલ્પના-માત્ર છે.
મનો-વિલાસ અને રાગ-વગેરે વૃત્તિઓ પણ સંકલ્પ-માત્ર છે.માટે હે,રામ, સંકલ્પ-માત્ર નો ત્યાગ કરીને
તથા નિશ્ચય-પણાથી નિર્વિકલ્પ-પદ નો આશ્રય કરી તમે શાંતિ ને પામો.

   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE