એવા સર્વ સામાન્ય ત્રણ જાતનાં આકાશ છે.
તથા સર્વત્ર તેમની વ્યવસ્થા છે.શુદ્ધ ચૈતન્યની શક્તિથી તેમને સત્તા મળેલી છે.
(૧) "સઘળા પ્રાણી-માત્ર ની અંદર ની વસ્તુ અને બહારની વસ્તુ",
તથા "બહારની વસ્તુની સત્તામાં જે સાક્ષી અને વ્યાપક છે" તેને “ચિદાકાશ” કહે છે.
(૨) જે, પ્રાણીમાત્રના "સર્વ વ્યવહારના હેતુ-પણાથી જે હેતુ-રૂપ છે",
જે "સર્વ કાર્ય-કારણના નિયંતા-પણાથી શ્રેષ્ઠ છે", અને
"જેણે પોતાની કલ્પનાથી જગતનો વિસ્તાર કર્યો છે"-તેને “ચિત્તાકાશ” કહે છે.
(૩) દશે દિશાના મંડળના ભોગ (ભોગ ઈ વસ્તુઓ )વડે,જેનું શરીર અવિચ્છિન્ન છે,
તથા મેઘ-વગેરેના જે આશ્રય-ભૂત છે-તેને “ભૂતાકાશ” કહે છે.
ભૂતાકાશ અને ચિત્તાકાશ-એ ચિદાકાશ ના બળ થી (શક્તિથી) ઉત્પન્ન થયેલા છે,
અને “ચૈતન્ય” એ જ સર્વ નું “કારણ” છે.
“હું જડ છું કે હું જડ નથી” એવો મલિન ચિત્ત ને જે નિશ્ચય થાય છે તે જ "મન" છે તેમ જાણો.
અને તે મન થી જ આકાશ-વગેરે ઉત્પન્ન થયેલા છે.
આવી રીતે ત્રણ આકાશની કલ્પના કરવી-એ પણ જ્યાં સુધી “આત્મા” નું જ્ઞાન થયું નથી ત્યાં સુધી,
અજ્ઞાનીઓને બોધ કરવા માટે જ છે.આ કલ્પના જ્ઞાની ને બોધ કરવા માટે માટે કરવામાં આવતી નથી.
જ્ઞાનીને તો એક નિશ્ચય છે કે-એક “પર-બ્રહ્મ” જ છે (બીજુ કંઈ નહિ)
અને તે સર્વ-રૂપ છે,પૂર્ણ છે,પૂરક છે,નિત્ય છે.તથા સર્વ “કલ્પના” થી વર્જિત છે.
દ્વૈત તથા અદ્વૈત ના ભેદ-વાળા વાક્યોના ગર્ભિત સંદર્ભ થી,અજ્ઞાની ને ઉપદેશ આપવામાં આવે છે.
પણ જ્ઞાનીને આવી જાતના ઉપદેશ ની આવશ્યકતા નથી.
હે,રામ, જ્યાં સુધી તમને જ્ઞાન થયું નથી ત્યાં સુધી,જ્ઞાન થવા માટે –(જ્ઞાન ને સમજવા માટે)
ત્રણ આકાશ-ની “ક્લ્પના” થી,હું તમને ઉપદેશ કરું છું.
દાવાનળ જેવા પ્રચંડ તાપથી જેમ રણ-પ્રદેશમાં મૃગ-જળ ઉત્પન્ન થાય છે,
તેમ,ચિદાકાશ માંથી ચિત્તાકાશને ભૂતાકાશ ઉત્પન્ન થાય છે.
ચિત્ત-પણાને પામેલું મન મલિન (મેલ)-પણાને પામે છે,
તેથી તે આકુલ-પણાથી,ત્રણ જગત-રૂપ ઇન્દ્રજાળ ને ઉત્પન્ન કરે છે.
જેમ મૂર્ખ મનુષ્ય ને છીપમાં ચાંદી (રૂપા) ની ભ્રાંતિ થાય છે,પણ વિદ્વાન ને તેવી ભ્રાંતિ થતી નથી,
તેમ,અજ્ઞાની મનુષ્ય ને મલિન-પણાને લીધે આ જગત ચિત્તના કાર્ય-રૂપી જોવામાં આવે છે.-પણ-
જ્ઞાનીની દ્રષ્ટિએ તે જોવામાં આવતું નથી.
એટલે કે એમ કહી શકાય -કે-મૂર્ખ-પણાથી બંધન થાય છે અને જ્ઞાનથી મોક્ષ થાય છે.
(૯૮) ચિત્તાખ્યાન-વન નું વર્ણન
વશિષ્ઠ કહે છે કે-હે,રામ,એ ચિત્ત,ભલે ને ગમે તેમ ઉત્પન્ન થયું હોય, તો પણ તેને
મોક્ષ ને માટે નિરંતર આત્મા માં જોડવું.પરમાત્મા માં જોડેલું ચિત્ત વાસના રહિત થાય છે
અને ત્યાર પછી,તે ચિત્ત કલ્પનાથી શૂન્ય થવાથી,આત્મા-પણાને પામે છે
સ્થાવર અને જંગમ રૂપી આ જગત એ ચિત્તને આધીન છે.
અને બંધન તથા મોક્ષ પણ ચિત્તને જ આધીન છે.
આ સમયે હવે હું બ્રહ્માએ મને કહેલ ચિત્તાખ્યાન કહું છું.