જેમ,સોનામાં જ્યાં સુધી કુંડળ વગેરે ની બુદ્ધિ હોય,ત્યાં સુધી તેમાં સુવર્ણ નથી,અને સોનાની બુદ્ધિ થયા પછી,
ઘરેણાં રહેતાં નથી,તેમ,દૃશ્ય-પણાની બુદ્ધિ હોય ત્યાં સુધી દ્રષ્ટા (પરમાત્મા) નથી,પણ દ્રષ્ટાની બુદ્ધિ થયા પછી,દૃશ્ય (જગત) પણું રહેતું નથી.
જેમ,એક જ પદાર્થમાં એક જ સમયે બે જાતની સત્તા રહેતી નથી,એટલે કે-દૂર રહેલા પદાર્થમાં –
“તે પુરુષ છે કે પશુ છે?” એવો સંશય હોય-ત્યારે જ્યાં સુધી,પશુ બુદ્ધિ હોય તો તેમાં પુરુષ-બુદ્ધિ થતી નથી,
અને પુરુષ-બુદ્ધિ હોય તો પશુ બુદ્ધિ થતી નથી,
તેમ,એક ચૈતન્ય માં દ્રષ્ટા અને દૃશ્ય એ બંને ની સત્તા એક જ સમયે રહેતી નથી.
દૃશ્ય-પદાર્થ ને જોનાર દ્રષ્ટા,પોતાના આત્મા ને જોતો નથી
અને દૃશ્યતાના સમયમાં દ્રષ્ટા ની સત્તા અસત્ જેવી રહેલી છે (૫૩)
જેને કુંડળ વગેરે ઘરેણાંનું જ્ઞાન નથી,તે મનુષ્યની દ્રષ્ટિએ સર્વ ઠેકાણે સુવર્ણ જ છે,પણ કુંડળ-પણું નથી,
તે જ પ્રમાણે,જે મનુષ્યને જ્ઞાન થવાથી,દૃશ્ય-પદાર્થ નો લય થયો છે,તેને દ્રષ્ટા ની જ સત્તા દેખાય છે.
એટલે કે પોતાની નજર આગળ દેખતા દૃશ્ય(જગત) ને તે દેખતો નથી,
જ્યાં સુધી દૃશ્ય હોય છે,ત્યાં સુધી દ્રષ્ટા હોય છે,અને દૃશ્ય પદાર્થ દ્રષ્ટા થી જ દેખાય છે.
જેવી રીતે બે ની અપેક્ષા થી એક-પણું છે,પણ બે ના અભાવથી એક-પણું પણ રહેતું નથી,
તેવી રીતે,દૃશ્ય વિના દ્રષ્ટા ની અપેક્ષા નથી.સંપૂર્ણ જ્ઞાન થવાથી શુદ્ધ અને સ્વચ્છ ચૈતન્ય માત્ર બાકી રહે છે,અને તે ચૈતન્ય નું વાણી પણ વર્ણન કરી શકતી નથી.(૫૪)
દીવા થી જેમ સર્વ પદાર્થ જોવામાં આવે છે,તેમ,આત્મા,દર્શન અને દૃશ્ય એ ત્રણ પદાર્થ-
ચૈતન્ય-રૂપી-પરમાણુથી ઉત્પન્ન થાય છે. તે જ પરમાણુ એમને પ્રગટ કરે છે, પણ, બોધ (જ્ઞાન) થવાથી,
પ્રમાણ,પ્રમેય અને પ્રમાતા –એ ત્રિપુટી નો પણ લય થાય છે.(૫૫)
સોનામાંથી જેમ કુંડળ વગેરે ઉત્પન્ન થાય છે,તેમ દ્રષ્ટા,દર્શન અને-એ ચૈતન્ય ની શક્તિથી ઉત્પન્ન થાય છે,
પણ તે અસત્-રૂપ છે.(૫૬)
જેમ,જળ અને પૃથ્વી થી કોઈ પણ ભૌતિક પદાર્થ જુદો નથી,તેમ કોઈ પણ પદાર્થ ચૈતન્ય-રૂપી અણુથી જુદા નથી.ચૈતન્ય-રૂપી-અણુનો અનુભવ સર્વ ઠેકાણે છે,તથા તે સર્વ અનુભવ-રૂપ જ છે.
આમ,એકત્વ ના અનુભવ થી “એકતા” એ સિદ્ધ થાય છે.(૫૭)
જેમ,જળથી જેમ તરંગ એ જુદા નથી તેમ,ચૈતન્ય ની ઈચ્છા થી જગત એ જુદું નથી,કારણકે,
ઈચ્છા ને અનુસરનારી,”ફળ-સંપત્તિ” છે,એટલે ઈચ્છા સાથે કલ્પેલા પદાર્થ ની એકતા રહેલી છે.( ૫૮)
એ પરમાત્મા જ દેશ-કાળ અને વસ્તુ ના પરિચ્છેદ (વિભાગ) થી રહિત છે,અને તે સર્વ ના આત્મા તથા,
સર્વ ના અનુભવ-રૂપ છે,તે પરમાત્મા ચૈતન્ય-રૂપ છે માટે તે સત્-રૂપ છે,પણ,
આંખ-વગેરે ઇન્દ્રિયોથી તેનો બોધ થતો નથી-તેથી તે અસત્-રૂપ પણ કહેવાય છે.
એ સર્વ-રૂપ પરમાત્માને દ્વૈત-પણું નથી કે એક-પણું પણ નથી.
જેમ,બીજા પદાર્થ હોય તો જ એક ની એકતા સંભવે અને જેમ છાંયા વિના તડકો નથી,
તેમ,એક વિના દ્વૈત નથી અને દ્વૈત વિના એક નથી.જો બીજું ના હોય તો એક ની એકતા કેવી રીતે સંભવે?
માટે એકતા અ-સિદ્ધ હોવાથી દ્વૈત અને એકતા એ બંને નથી.(૫૯)
આ પ્રમાણે એક અને દ્વૈત-પણાની અસિદ્ધ થવાની સ્થિતિમાં જે પદાર્થ રહે છે,તે,
જેમ જળથી દ્રવ-પણુંજુદું નથી તેમ,કોઈ પણ પદાર્થ જુદો નથી.(૬૦)