“દેશ અને કાળમાં” ચૈતન્ય-પુરુષ પોતાની સત્તાથી આકાશ-રૂપી કોશ માં રહેલો છે,તેથી તે પ્રાપ્ત થાય
તો પણ પ્રાપ્ત થતો નથી.ગમ્ય-વસ્તુ (જવાને યોગ્ય વસ્તુ) જેના શરીરમાં રહેલ છે,તે પોતે બીજે ક્યાં
જાય? જેવી રીતે માતાએ પોતાના પુત્રને તેડયો હોય તો તે પુત્રને શોધવા બીજે ક્યાં જાય?
તેવી રીતે પરમાત્મા ની સૃષ્ટિ રહે ત્યાં સુધી,અક્ષય રહે તેવો “ગમ્ય-મહા-દેશ” કે જે પરમાત્મા ની અંદર
રહેલો છે,તે પરમાત્મા ક્યાં અને કયા પ્રકારે જાય?
જેમ,ઘડાને એક દેશમાંથી બીજા દેશમાં લઇ જવામાં આવે તો ઘડો જાય છે પણ આકાશ જતું નથી,
પણ ઘડાની અપેક્ષાથી ઘટાકાશ ગયું,એવી પ્રતીતિ થાય છે.પણ,(વળી)
જો તે ઘડાનું મુખ બંધ કરવાથી ઘટાકાશ નું પણ જવું આવવું થતું નથી,
તેમ,આત્મા સર્વ ઠેકાણે જાય છે તથા જતો પણ નથી, (૭)
--આત્માના તદ્રુપપણા નો અધ્યાસ થવાથી,જયારે જડરૂપ દેહ –એ ચૈતન્ય-પણાનો અને જડપણાનો
પોતાના અંતઃકરણ માં અનુભવ કરે છે,ત્યારે તે અનુભવ કરનારમાં “ચેતન-પણું અને જડ-પણું” એ
બંને વિરુદ્ધ ધર્મ રહેલા છે,પણ પારમાર્થિક આત્માનું જે સ્વરૂપ છે,તે ચૈતન્ય-ઘન જ છે.(૮)
--આદિ તથા અંત થી રહિત એવા પરમ આકાશમાં ચૈતન્ય-ઘન-રૂપી પરમાત્માએ
ત્રણ જગત રૂપી વિચિત્ર ચિત્ર રચેલ છે (૯)
--આત્મા ની સત્તાથી જ અગ્નિમાં સત્તા રહેલી છે,અને તે આત્માની સત્તા જ સર્વ ઠેકાણે રહેલી છે,
અગ્નિની પેઠે સર્વ ઠેકાણે તેનો પ્રકાશ છે,તો પણ તે દાહ કરે તેમ નથી (૧૦)
--ચૈતન્ય-રૂપી આત્મા નો આકાર ઝળહળતા અગ્નિ જેવો છે,વળી તે આકાશથી પણ નિર્મળ છે,અને
એ ચૈતન્ય નો એ પ્રકાશ જ અગ્નિ ની ઉત્પત્તિ કરનાર છે (૧૧)
--આત્મા નો પ્રકાશ જ ચંદ્ર-સૂર્ય અને અગ્નિને પણ પ્રકાશ કરનાર છે,અને “મહા-કલ્પ” ના
જળથી પણ નાશ પામે તેવો નથી (૧૨)
--અનુભવ-રૂપી આત્મા હૃદય-રૂપી મંદિર ના દીપક-રૂપ છે.સર્વ સત્તા આપનાર છે,અને અનંત છે.
તે પરમ-પ્રકાશક કહેવાયો છે,પણ (છતાં) આંખ થી દેખાય તેવો નથી.તે આત્મા સ્વયં-પ્રકાશ છે,
અને મનુષ્ય-માત્ર ને “અહંતા” નો પ્રકાશ પણ આત્માથી જ થાય છે.
જેમ,કોઈ પણ મનુષ્ય અંધારામાં ઉભો હોય,તેને “તું ક્યાં છે?” એમ પૂછવાથી –તે સ્થળે પ્રકાશ નથી,
તો પણ તેના “અંતરમાં પ્રકાશ” હોવા થી “હું અહીં છું” એમ ઉત્તર આપે છે,
તેમ,પોતાના દેહ-ઇન્દ્રિય ના વિષયમાં “દૃશ્ય ની ચમત્કૃતિ” પણ સર્વ ના અનુભવ થી જ સિદ્ધ છે.(૧૩)
--અનુભવ-રૂપી આત્મા નો જે પ્રકાશ છે,તે લતા,કળી,ફુલ તથા આંખ વિનાના પદાર્થો ને પોષણ કરનાર છે,
તથા તેનો સાક્ષી પણ છે. (૧૪)
--વ્યવહાર દ્રષ્ટિથી વિચાર કરતાં કાળ,આકાશ,ક્રિયા,સત્તા,જગત-એ બધું “ચિત્ત-અણુ” ના સંવેદન થી રહેલું છે,તથા તેના સ્વામી,ભોક્તા,કર્તા પણ તે જ છે,પણ પરમાર્થ-દ્રષ્ટિથી વિચાર કરવામાં આવે તો-
તે કર્તા પણ નથી,તેમ જ ભોક્તા પણ નથી. (૧૫)
--અણુપણા નો ત્યાગ ન કરનાર-તે “ચિત્ત-અણુ” અને જગત-રૂપી રત્ન નો સંપુટ ઉભો કરે છે.(૧૭)
--એ કેવળ પરમાત્મા માં “પ્રમાણ-પ્રમાતા-પ્રમેય-રૂપી” જગત નથી,પણ તે જ પરમાત્મા જયારે જગત-રૂપે
સર્વત્ર સ્ફૂરે છે,ત્યારે એ જગત-રૂપી સંપુટમાં પરમાત્મા જ પરમ મણિ છે. (૧૮)