--કોઈ વખતે તે મધમાખી,કાગડા કે કોયલ ને રહેવાના ઝાડના પોલાણમાં તથા ઠૂંઠામાં સંતાઈને રહે છે,
--કોઈ સમયે માયા-રૂપી વાદળાં ની લેખમાં સંતાઈને રહે છે,--કોઈ સમયે-ફાટી ગયેલ આંગળીઓ ના
વ્રણ (ઘા) ના ખાડામાં સંતાઈને રહે છે,--કોઈ સમયે તે ઝાકળના બિંદુમાં સંતાઈ રહે છે,
--કોઈ સમયે રાફડા માં લપાઈને રહે છે—કોઈ સમયે ઝાંઝવાના જળ થી ઝગમગતા મરુદેશ માં રહે છે,
--કોઈ સમયે વાઘ-અજગર જેમાં રહે છે તેવા કઠોર અરણ્ય માં રહે છે,
--કોઈ વખત ગંધાતા પાણીનાં ખાબોચિયામાં રહે છે,--કોઈ વખત નદીના શીતળ સ્થાનકમાં રહે છે,
--કોઈ વખત વિચિત્ર વસ્ત્ર થી શોભતાં નગરમાં જઈને રહે છે,
--કોઈ સમયે જવા-આવવાના અતિ પરિશ્રમ થી થાકી જાય છે,
--કોઈ સમયે તે નગર તથા ગામડામાં રહેલાં સૂત્ર(કપડાં)તથા પાત્રમાં ભરાઈ રહે છે.
જેમ,મદોન્મત બળદ –એ અરણ્યમાં પોતાના શિંગડાથી ટીંબા ખોદી નાખે છે,તેમ તે રાક્ષસી –
અનેક પ્રકારના તાપથી તપતાં મનુષ્યોના દેહ-રૂપી અરણ્યમાં તે બળદ ની જેમ રહે છે,
તંતુ (દોરો) પરોવેલી તે સૂચિકા (સોય) –જયારે-સીવીસીવી ને થાકી જાય છે,ત્યારે આરામને માટે-
તે હાથમાંથી પડી જઈને લૂગડાં માં સંતાઈને રહે છે.
તે સૂચિકા (સોય) ક્રૂર તથા કઠિન છતાં-મનુષ્યના હાથમાં વાગતી નથી,તેથી લોકો તેનો ત્યાગ કરતાં નથી,
કારણકે –જો કોઈ મનુષ્ય તીક્ષ્ણ હોય પણ પોતાની તીક્ષ્ણતા બહાર બતાવે નહિ (દામ્ભિકતા)
તો લોકો તેનો ત્યાગ કરે નહિ.
આ પ્રમાણે તે “આયસી સૂચિકા” (લોઢા જેવી છતાં જીવ સહિત) એ “જીવ-સૂચી” સહિત,
ચારે બાજુ ફરવા માંડ્યું.જેવી રીતે પવન ની સત્તાથી ફોતરાં ચારે બાજુ ઉડે છે,તેવી રીતે,તે સૂચીએ
પોતાની અંતઃકરણ ની સત્તાથી ચારે બાજુ ફરવા માંડ્યું.
તે રાક્ષસીએ તપ કરવા સમયે બીજાઓનો વધ કરીને પોતાનું પેટ ભરવામાં આનંદ માન્યો હતો,
માટે તેનું સોય નું રૂપ થવાથી કેટલાક લોકોએ,જાણે,તેનો (તે રાક્ષસીનો) વધ કરવાની ઇચ્છાથી,તેના
મુખ માં દોરો પરોવી (સોયમાં દોરો પરોવીએ છીએ તેમ) તેને અટકાવી હોય તેવું પણ નિશ્ચળ થાય છે.
જેમ,અતિ ક્રૂર અંતઃકરણવાળો મનુષ્ય પણ અતિ-દરિદ્ર મનુષ્ય નું દયાથી પોષણ કરે છે,તે નિઃસંશય વાત છે,
તેમ,તે સૂચી (સોય-રૂપ રાક્ષસી) ક્રૂર છે,તો પણ,દરિદ્ર-રૂપે રહેલાં જુનાં ફાટેલાં લૂગડાંને સાંધીને તેનું પોષણ
કરે છે.આ પ્રમાણે તે રાક્ષસી બીજાનું પોષણ કરે છે,પણ પોતાના પેટ નું પોષણ કરી શકતી નથી,
કારણ કે-તપ કરવાથી તેનું હૃદય –તંતુ પણ પેસી ના શકે તેવું-છિદ્ર રહિત થયું છે
આમ,પોતાના ઉદરનું પોષણ ના થવાથી,પોતાને પ્રાપ્ત થયેલા સૂચી-રૂપ ને માટે તે રાક્ષસી ને ખેદ થવા લાગ્યો.તો પણ,પોતાના રાક્ષસી સ્વભાવ થી,જયારે તે (કોઈને) વીંધવાના કામમાં જોડાય તો તે નદીના
પ્રવાહ ની જેમ ઉતાવળ થી તેનું વેધન કરે છે. (તેને વેધી નાખે છે)
જેમ,ચોર જેવા દુષ્ટ લોકો બીજાને દુઃખ આપતી વખતે પોતાનું મોઢું સંતાડે છે,તેમ,તે સોય,વસ્ત્રમાં વેધન
કરતી વખતે પોતાનું મુખ વસ્ત્ર થી જ ઢાંકતી-ઢાંકતી આગળ ચાલી જાય છે.
જેમ,મૂર્ખ મનુષ્ય એ ગુણવાન કે દોષવાન મનુષ્ય સાથે એક સરખી રીતે વર્તે છે,તેમ,
તે સોય સુતરાઉ કે રેશમી લૂગડાં માં એક-સરખી રીતે જ વેધન કરે છે.