વશિષ્ઠ કહે છે કે-હે,રામ,આ સમયે હું તમને રાક્ષસી ની કહેલો એક પુરાતન ઇતિહાસ કહું છું.
તે ઇતિહાસ ઘણા પ્રશ્નો થી યુક્ત છે.
હિમાલય પર્વતની ઉત્તર દિશામાં કર્કટી નામની એક મહા ભયંકર રાક્ષસી હતી.તે જાણે શ્યામ પથ્થરમાંથી
બનાવેલ પૂતળી જેવી હતી. "વિશુચિકા" એ તેનું બીજું નામ હતું.
તેની કાયા મોટી હતી અને તેને યોગ્ય આહાર તેને મળતો નહોતો.
મોટા ઉદર (પેટ) વાળી,તેનો જઠરાગ્નિ અતૃપ્ત હતો.અને તે ક્યારે ય તૃપ્તિ પામતી નહોતી.
તે એક દિવસ વિચારવા લાગી કે-સમુદ્ર જેમ શ્વાસ ખાધા વિના શ્વાસેશ્વાસે જળ ના સમુહનું ભક્ષણ કરે છે,
તેમ હું જંબુદ્વિપમાં રહેલા સર્વ મનુષ્ય ને ગળી જાઉં,તો મને તૃપ્તિ થશે.અતૃપ્તિની આવી દુઃખની વેળાએ
જે યુક્તિથી જીવન ચાલે તે કરવામાં બાધ નથી,પણ સર્વ મનુષ્યો તો મંત્ર,ઔષધ,તપ,દાન અને દેવપૂજાથી
રક્ષિત થયેલા છે.એટલે હું તે સહુનો એકદમ નાશ કેવી રીતે કરી શકું? મને લાગે છે કે-
હું ચિત્તમાં ખેદ કર્યા વિના પરમ તપ કરું કારણકે મહા ઉગ્ર તપ કરવાથી દુર્લભ પદાર્થ સુલભ થાય છે.
આમ,સર્વ પ્રાણીઓનો નાશ કરવાની ઇચ્છાથી,તે હિમાલયના શિખર પર ચડી,ત્યાં તેને સ્નાન કર્યું,અને તપ કરવાનો પ્રારંભ કર્યો.એક પગે ઉભા રહી,ટાઢ અને તડકો સહન કરી,તે રાક્ષસીને તપ કરતાં હજાર વર્ષો
લાગી ગયા.તેનાં અંગો અને ચામડી.શિથિલ થઇ ગયા.
કર્કટીના આવા ઉગ્ર-તપને જોઈ ને બ્રહ્મા તેને વરદાન આપવા આવ્યા.
(૬૯) કર્કટી રાક્ષસીને બ્રહ્માનું વરદાન
વશિષ્ઠ કહે છે કે-હે,રામ,બ્રહ્મા નાં દર્શન કરી ને રાક્ષસીએ મનથી વિચાર કર્યો કે-એવું કયું વરદાન છે કે
જેનાથી મારી ક્ષુધા ની સંપૂર્ણ પણે શાંતિ થાય?મને લાગે છે કે-હું રોગ-રૂપી અને લોઢાની સોય(સૂચિકા) થાઉં,તેવું વરદાન માગું કે તેની (સોય) જેમ થઈને હું પ્રાણી માત્રના હ્રદયમાં સુગંધ ની પેઠે પ્રવેશ કરીશ,
અને આ રીતે તે સર્વ નો નાશ કરીને આખા જગતને હું ગળી જઈશ.તો મારી ક્ષુધાની શાંતિ થશે.
બ્રહ્માએ જયારે કહ્યું કે –હે,પુત્રી તું ઈચ્છામાં આવે તેવું વરદાન માગી લે.
ત્યારે કર્કટી એ કહ્યું કે-હે,ભગવન,હું અનાયાસી (રોગ-રૂપી-જીવ સહિત-પણ લોઢા ની નહિ) અને-
આયસી (લોઢાની-જીવ સહિત) સૂચિકા (શુચિ કે સોય) બનું તેવું વરદાન મને આપો.
બ્રહ્માએ તેને “તથાસ્તુ” (તે પ્રમાણે થાઓ) તેવું વરદાન આપી કહ્યું કે-
હે,રાક્ષસી,તું “वि” ઉપસર્ગ સહિત “सूचिका”(સોય) થઈશ એટલે કે તું “विषूचिका” (બીજો અર્થ-કોલેરા) થઈશ.
સૂક્ષ્મ માયાથી તું સર્વ લોકો ની હિંસા કરીશ,દુષ્ટ(ખરાબ) ભોજન કરનાર,બીજાનું અનિષ્ટ કરનાર,મૂર્ખ,
શાસ્ત્ર ના માર્ગ થી વિરુદ્ધ રીતે ચાલનાર,અને દુષ્ટ દેશમાં નિવાસ કરનાર દુષ્ટ લોકો ના હૃદયમાં,
પ્રાણ દ્વારા –અપાનથી હૃદયમાં પ્રવેશજે,અને તેમને પીડા કરી તેમનો નાશ કરજે.
તું વાતલેખા-રૂપી વિશુચિકા થશે અને (ઉપર બતાવેલ) મનુષ્યો નો નાશ કરશે.
તે પછી શાસ્ત્ર અને સદાચાર માં નિષ્ઠા-વાળા ગુણવાન મનુષ્ય ની રક્ષા કરવા (વિશુચિકા રોગ મટવા)માટે,
મંત્ર અને રીત -મનુષ્યોને ને સિદ્ધ ગણોને આપતાં બ્રહ્મા કહે છે કે-વિશુચિકા નો મંત્ર આ પ્રમાણે છે.
ॐ ह्रां ह्रां रीं रां विष्णुशक्तये नमः.
ॐ नमो भगवती विष्णुशक्तिमेनाम.
ॐ हर हर नय नय पच पच मथ मथ उत्सादय दुरे कुरु स्वाहा.
हिमवन्त गच्छजीव सः सः सः चन्द्र मंडलगतोसि स्वाहा.
મંત્ર જાણનાર મનુષ્યે આ મંત્ર લખીને ડાબા હાથમાં રાખવો અને જમણા હાથે વિશુચિકા થયેલ રોગીને
માર્જન કરવું.પછી,”કર્કટી-નામની વિશુચિકા રાક્ષસી મંત્રથી પીડા પામીને હિમાલય પર્વતમાં ચાલી ગઈ છે” એવી ભાવના કરવી.પછી,રોગી ચંદ્ર-મંડળ ના સર્વ વ્યાધિથી મુક્ત થયો છે,એમ મનથી ધ્યાન ધરવું.
આ રીતે પવિત્રપણા થી આચમન કરી-ચિત્તમાં વ્યગ્રતા રાખ્યા વિના
મનુષ્ય વિશુચકા રોગ નો નાશ કરી શકે છે.
બ્રહ્મા ના આ મંત્રને આકાશમાં રહેલા સિદ્ધ-ગણોએ ગ્રહણ કર્યો અને બ્રહ્મા પોતાના લોકમાં પાછા ગયા.