May 8, 2015

Yog-Vashisth-Gujarati-યોગવાશિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-154


આમ,વ્યષ્ટિ જીવો વાસના-રૂપે રહેલી દેહ ની આકૃતિ ને પામે છે.
ચિત્ત (મન) ના સ્પંદન ને લીધે,કર્મ થાય છે,તેથી જન્મ થાય છે.અને ત્યાર પછી,તે જીવો ઉંચા-નીચા
"લોક" ને પ્રાપ્ત થાય છે.આમ, ચૈતન્ય ની સ્ફૂરણા થી જ કરમ થાય છે,કર્મ એ જ "દૈવ" છે.અને
દૈવ એ જ ચિત્ત છે.ચિત્ત થી આ સંસારમાં શુભ-અશુભ કર્મ થાય છે,અને જેનાથી
અનેક પ્રકારનાં જગત અને અનેક પ્રકારનાં ભુવન ઉત્પન્ન થયા કરે છે.

(૬૫) મનથી ઉત્પન્ન થતું દ્વૈત અને બોધ થી મનનો નાશ

વશિષ્ઠ કહે છે કે-હે,રામ,આદિ-કારણ બ્રહ્મા (બ્રહ્મ-દેવ) માંથી પ્રથમ "મન" (મનુ??) ઉત્પન્ન થયું.
તે મન એ "મનનાત્મક" છે અને સર્વ ભોગો ભોગવનારું છે.અને બ્રહ્મમાં રહીને "સ્થિતિ" પામેલું છે.
"અમુક પદાર્થ આવો છે તથા અમુક પદાર્થ આવો નથી" વગેરે "સંકલ્પ-વિકલ્પ" મનને લીધે થાય છે.

જેવી રીતે કોઈ સ્થળે ગંધ નો અનુભવ થયા પછી,પછી ગંધ ના હોય તેવા સ્થળે પણ પૂર્વ ની વાસનાને
લીધે ગંધ નો અનુભવ થાય છે,તેવી રીતે,આ સૃષ્ટિ વાસનાને લીધે સત્-અસત્ ના આભાસ-રૂપ જણાય છે.
મન ને લીધે ભેદ જણાય છે પરંતુ વસ્તુતઃ ભેદ નથી.
તથા બ્રહ્મા,જીવ,મન,માયા,કર્તા અને કર્મ વગેરે જે દેખાય છે-તે જગતની દૃષ્ટિ થી છે,પણ
બ્રહ્મ-રૂપે તે એક જ છે.

જેમ સમુદ્રમાં અનેક પ્રકારના તરંગો ઉછળે છે અને તેનો વિસ્તાર થાય છે-તેમ,
ચિત્ત-રૂપી સમુદ્રમાં સંવેદન ને લીધે,આત્મા પોતે "જગત-રૂપ" જણાય છે.
પણ તે અસત્ય છે,અસ્થિર છે -તમ છતાં અધિષ્ઠાન ની સત્તાથી સત્ય જણાય છે.

સ્વપ્ન ને વિષે જેમ અસત્-સત્ પદાર્થ જોવામાં આવે છે,તેમ આ જગત ચિત્ત ને લીધે સત્-અસત્ જણાય છે.
પણ વસ્તુતઃ તે છે જ નહિ.જગત એ સત્ નથી,અસત્ નથી અને ઉત્પન્ન સુધ્ધાં થયું નથી.પણ,
ચિત્તના ભ્રમથી જ જગત જણાય છે.મનના બળથી આ જગત સ્થિતિ પામેલું દીર્ઘ-કાળનું સ્વપ્ન છે.

જીવ આત્મા-વિશેના પોતાના અજ્ઞાનને લીધે,સર્વ દુખના "કારણ-રૂપ-ચિત્ત" નો વિચાર કરતો નથી.
આત્મા નું સ્વ-રૂપ અનિર્વીચનીય છે,તે ચૈતન્ય-સ્વ-રૂપ છે.
તેની સ્ફૂરણા થી ચિત્ત ની ઉત્પત્તિ થઇ,તે ચિત્તથી  જીવ-પણાની કલ્પના થઇ,તેથી અહં-ભાવ થયો,
કે જેનાથી ચિત્ત ની સ્ફુરણા થઇ અને તેથી ઇન્દ્રિયો ઉત્પન્ન થઇ.ને દેહનો મોહ (અહંતા-મમતા) થયો.
અને તે-દેહના મોહથી જ સ્વર્ગ-નરક-મોક્ષ અને બંધન થયા છે.

આવી રીતે બીજ અને અંકુરના પેઠે-દેહ અને કર્મ નો આરંભ રહ્યો છે.
ચૈતન્ય તથા જીવમાં જેમ ભેદ નથી,તેમ દેહ અને કર્મ માં કોઈ ભેદ નથી.કર્મ એ જ દેહ છે.કર્મ એ જ ચિત્ત છે,
ચિત્ત એ જ અહંભાવ છે અને અહંભાવ એ જ જીવ છે.
જીવ એ જ ઈશ્વર છે,ઈશ્વર એ જ ચૈતન્ય છે અને ચૈતન્ય એ જ આત્મા છે.
આ પ્રમાણે એ "બ્રહ્મ-પદ" માં જ સર્વ નો સમાવેશ થયો છે અને સર્વ બ્રહ્મ-રૂપ જ છે.

(૬૬) ઈચ્છા-ત્યાગથી અને બોધથી અજ્ઞાન-યુક્ત મન નો નાશ થાય છે

વશિષ્ઠ કહે છે કે-હે,રામ આ જગતમાં જે અનેકપણું દેખાય છે,તે વસ્તુતઃ બ્રહ્મ-સ્વરૂપ છે.
જેમ એક દીવામાંથી અસંખ્ય દીવા થાય છે,તેમ ચિત્ત ને લીધે,એક બ્રહ્મ સ્વરૂપ માંથી આ જગતમાં
અનેક-પણું દેખાય છે.


   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE