Apr 29, 2015

Yog-Vashisth-Gujarati-યોગવાશિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-145


સૃષ્ટિના આરંભમાં ચૈતન્ય-રૂપી-સ્વયંભુ એ -પૃથ્વી -આદિ-પાંચ-મહાભૂત વિના -આ દૃશ્ય-પદાર્થો
પોતાના વિષે જ ઉત્પન્ન કર્યા છે,માટે જ્યાં સુધી મનુષ્યે મનોવૃત્તિ નો રોધ કર્યો નથી ત્યાં સુધી,
તેમની વૃત્તિ જેવા જેવા યત્ન કરે છે-તેવા તેવા પદાર્થો ઉત્પન્ન થયા કરે છે.
કારણકે-શુદ્ધ સંવિત (જ્ઞાન-સત્ય) માં "સંવેદન-રૂપી-નદી" રહેલી છે,તેમાં જગતની સ્ફુરણા થાય છે,
માટે "સંવેદનો" નો રોધ (નાશ) કરવાથી "દૃશ્ય-ભ્રમ" ઓ નાશ થઇ જાય છે.

"શુદ્ધ-ચૈતન્ય-રૂપી-આકાશ" માં "પરમાણુ-કણ" પ્રત્યે ચિદાકાશ નો જે "આભાસ" થાય છે તેને જ જગત કહે છે.
માટે એ ખોટી  ભ્રાંતિ (જગત) ની શી સત્તા છે?શી વાસના છે?શી આસ્થા છે?શી નિયતી છે? અને
તે (જગત) માં શું "અવશ્ય-થવા-પણું" છે?
માટે જે આ જગત જોવામાં આવે છે,તે માયા-રૂપ છે,અને માયા અસત્ય છે,તેથી આ દૃશ્ય જગત અસત્ય છે.

રામ કહે છે કે-હે,પ્રભુ,આપે કૃપા-દૃષ્ટિ કરી મને જ્ઞાન આપ્યું તેથી શાંતિ મળે છે.
આવી રીતે જગતના તત્વ નો વિચાર કરતાં અને આ લીલા ના આખ્યાન નું શ્રવણ કરવાથી,
શાસ્ત્ર નું જ્ઞાન થવાથી,અને ઉપાધિ ની શાંતિ થવાથી મને પણ શાંતિ મળી છે.
પણ સાથે સાથે નિર્વાણ-સ્વ-રૂપ ની પ્રાપ્તિ ન થવાથી મને ખેદ થાય છે.
તમારા વચન-રૂપી અમૃત નું કાન-રૂપી પાત્ર થી પાન કરતાં મને તૃપ્તિ થતી નથી.
હવે,મારો એક સંશય દૂર કરો.

તમારા કહેવા પ્રમાણે લીલાદેવી ના પતિને ત્રણ સર્ગ નો અનુભવ થયો,
તેમાં તેને વશિષ્ઠ -બ્રાહ્મણ ના જન્મ માં એક "અહોરાત્ર" (દિવસ અને રાત) થયો,
પદ્મરાજાના જન્મ માં "એક માસ" થયો,અને વિદુરથરાજાના જન્મમાં "ઘણાં વર્ષો" થયાં.
આવી રીતે તેને કોઈ ઠેકાણે ઘણા તો કોઈ ઠેકાણે થોડા કાળ (સમય) નો અનુભવ થયો તેનું શું કારણ?

વશિષ્ઠ કહે છે કે-પ્રત્યેક મનુષ્ય ને જે જે સ્થળે બુદ્ધિથી જેવી જેવી "પ્રતીતિ " થાય છે,તે તે સ્થળે તેને
તેવો તેવો અનુભવ થાય છે.જેમ કે-કોઈ મનુષ્ય ને ઝેરમાં અમૃત ની પ્રતીતિ થાય છે,
તો તેને તે ઝેરમાં પણઅમૃતનો અનુભવ થાય છે.
તેવી જ રીતે તેને જો શત્રુમાં મિત્રની પ્રતીતિ (બુદ્ધિ) થાય છે તો તે શત્રુ પણ મિત્રરૂપ થઇ જાય છે.
નિરંતર ના અભ્યાસ થી જે પદાર્થમાં જેવી ભાવના થાય છે,તે પદાર્થમાં તેને તેવો અનુભવ થાય છે.

"ચૈતન્ય" નો સ્ફુરણ નો સ્વ-ભાવ છે,તેથી સ્વ-ભાવથી તે જે જે કલ્પના કરે છે,તે તે પ્રમાણે તેને જ્ઞાન થાય છે.પલકારા જેટલા સમયમાં પણ -જો એક "કલ્પ" નું સંવેદન (સ્ફુરણ)થાય- તો તે પલકારો "કલ્પ"રૂપ
થઇ પડે છે.અને જો એક "કલ્પ"માં  પલકારા નું સંવેદન થાય તો તે "કલ્પ" પણ પલકારા  જેટલો થાય છે.
આવો "ચૈતન્ય" નો સ્વ-ભાવ છે.

જેમ,કે કોઈ દુઃખી મનુષ્યને એક રાત્રિ કલ્પ-સમાન થઇ પડે છે,તો તે જ રાત્રિ -એ સુખી મનુષ્યને
ક્ષણ-રૂપ લાગે છે-અને-સ્વપ્નમાં જેમ એક ક્ષણ કલ્પ-રૂપ થાય છે અને  એક કલ્પ એ ક્ષણ-રૂપ થાય છે.
હરિશ્ચંદ્ર રાજાને એક રાત્રિમાં બાર વર્ષનો અનુભવ થયો હતો અને લવણ  રાજાને એક રાત્રિમાં
સો વર્ષનો અનુભવ થયો હતો.

મનુ નું સંપૂર્ણ જીવન તે બ્રહ્મા નું એક મુહૂર્ત થાય છે,બ્રહ્મા નું સંપૂર્ણ જીવન વિષ્ણુ નો એક દિવસ છે.
પણ જે મનુષ્ય નું ચિત્ત ધ્યાન માં જ હોય છે,તેને દિવસ પણ નથી કે રાત્રિ પણ નથી,
તેને પદાર્થ પણ નથી કે જગત પણ નથી.કારણ કે તેનું ચિત્ત નિર્વિકલ્પ સમાધિ માં જ હોય છે.

   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE