તેણે પોતાના પતિનું શરીર પુષ્પોમાં વિંટાળીને ત્યાંજ ઢાંકી રાખી મુક્યું.અને સ્થિરતા રાખી રહી.
તેમ છતાં અર્ધી રાત્રીએ જયારે સર્વ પરિજનો નિંદ્રા ને વશ થયા ત્યારે લીલા અત્યંત દુઃખી થઇ ગઈ અને
ત્યારે તેણે પોતાની શુદ્ધ ધ્યાન વાળી બુદ્ધિ થી જ્ઞાન-રૂપ-સરસ્વતીદેવીનું આવાહન કર્યું.
ત્યારે સરસ્વતીદેવીએ ત્યાં આવી કહ્યું કે-
હે,પુત્રી તું શા માટે શોક કરે છે? જેમ ઝાંઝવા ના પાણી મિથ્યા હોવાં છતાં પ્રતીત થાય છે, તેમ,
સંસારની ભ્રાંતિઓ પણ મિથ્યા હોવાં છતાં પ્રતીત થાય છે.
લીલા પૂછે છે કે-મારો પતિ હમણાં ક્યાં રહ્યો છે?તે શું કરે છે?કેવો છે?તમે મને એની પાસે તેડી જાઓ.
હું પતિ વિના એકલી જીવી શકીશ નહિ.
ત્યારે સરસ્વતીદેવીએ કહ્યું કે-હે સુંદરમુખી,
એક વાસનામય ચિત્તાકાશ (ચિત્ત કે મન નું આકાશ-એટલેકે મનુષ્ય દેહમાં રહેલું આકાશ) છે,
બીજું શુદ્ધ "ચિદાકાશ" (પરમાત્મા-કે ચૈતન્ય નું કોઈ હદ વગરનું-આકાશ) છે અને
ત્રીજું એ વ્યવહારિક આકાશ (કોઈ શહેર કે ગામકે મકાન ના ઓરડાનું આકાશ) છે.
બીજું શુદ્ધ "ચિદાકાશ" (પરમાત્મા-કે ચૈતન્ય નું કોઈ હદ વગરનું-આકાશ) છે અને
ત્રીજું એ વ્યવહારિક આકાશ (કોઈ શહેર કે ગામકે મકાન ના ઓરડાનું આકાશ) છે.
પહેલાં (ચિત્તાકાશ) ની અને ત્રીજા (વ્યવહારિક આકાશ) ની સંધિમાં જે -"ચિદાકાશ" છે તે બંને થી રહિત છે.
હમણાં તારો પતિ જેમાં છે તે-સ્થાન-એ- ચિદાકાશ ના જ ગર્ભ-રૂપ છે.
આથી તે સ્થાનએ- ચિદાકાશ થી જુદું નથી.
છતાં એ "ચિદાકાશ" (ચૈતન્ય) નું એકાગ્ર પણે ચિંતન કરવામાં આવે તો,
તે સ્થાન તુરત જ અહીં દેખવામાં અને અનુભવવામાં આવે તેમ છે.
તું સઘળા સંકલ્પો ને છોડી દઈને એ -ચિદાકાશ માં વિશ્રામ કરીશ તો-
એ "સર્વાત્મક પદ" હોવાથી તેમાં તને તારા પતિના સ્થાન ની અવશ્ય પ્રાપ્તિ થશે.
હે,સુંદરી,જો કે -જગતનો અત્યંત બાધ થાય ત્યારે જ એ પદ મળે છે,બીજી કોઈ રીત થી નહિ.
તેમ છતાં પણ મારા વરદાન ના પ્રભાવ થી તને એ સ્થાન ની તુરત જ પ્રાપ્તિ થશે.
વશિષ્ઠ કહે છે કેએટલાં વચન બોલી ને સરસ્વતીદેવી -તુરત જ પોતાના સ્થાનમાં ગયાં- અને
તેમના વરદાનના પ્રભાવને લીધે-લીલા ને તો રમત-માત્રમાં "નિર્વિકલ્પ સમાધિ"ની પ્રાપ્તિ થઇ.
પલકવારમાં તો લીલાએ તે સમાધિ ને લીધે અંતઃકરણ-રૂપ દૃઢ પિંજરાવાળા સ્થૂળ દેહને છોડી દીધો.
(દેહના અભિમાન ને છોડી દીધું-ચિત્તાકાશમાંથી મુક્ત થઇ) અને (ચિદાકાશ માં મળી જઈ)
જેમ પંખીણી પોતાના માળાને છોડીને આકાશમાં સ્થિતિ કરે છે-તેમ તેણે "ચિદાકાશ" માં સ્થિતિ કરી.
જેમ પંખીણી પોતાના માળાને છોડીને આકાશમાં સ્થિતિ કરે છે-તેમ તેણે "ચિદાકાશ" માં સ્થિતિ કરી.
આમ ચિદાકાશ માં સ્થિતિ પામેલી તે લીલાએ તે ઘરના આકાશમાં જ (વ્યવહારિક આકાશમાં)
ખીચોખીચ ભરેલી સભામાં પોતાના પતિ પદ્મરાજાને (પદ્મરાજાના બીજા અવતાર-રૂપ વિદુરથ રાજાને)
સિંહાસન પર બેઠેલો જોયો.ચારે બાજુ લોકો એની સ્તુતિ કરતા હતા.
જેમ,ઝાકળ, આકાશમાં પ્રાપ્ત થાય,તેમ વાસનામય એવી તે લીલા -એ વાસનામય એવી સભામાં આવી,
પણ જેમ,સંકલ્પ-માત્ર થી રચાયેલી સ્ત્રીને પુરુષો દેખાઈ શકે નહિ
તેમ,સભાસદો એ પોતાની આગળ ફરતી લીલારાણી ને જોઈ નહિ,
જયારે, લીલા એ -જાણે રાજાની સાથે એક નગરમાંથી બીજા નગરમાં આવેલા હોય તેવા આગળના જ
પોતાના સઘળા રાજકીય સભાસદો ને ત્યાં સભામાં બેઠેલા જ જોયા.