Mar 28, 2015

Yog-Vashisth-Gujarati-યોગવાશિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-122



એ બ્રહ્મ-તત્વ "માયા" ને લીધે સર્વ-વ્યાપક,સર્વ રૂપ અને સર્વ "શક્તિઓ" વાળું થાય છે.
તથા જે જે સ્થળમાં જે જે રીતે આવિર્ભાવ પામે છે તે તે સ્થળ માં તે તેવીતેવી રીતે જ રહે છે.
એમ હોવાથી,"સ્વપ્નના નગર" નો "દ્રષ્ટા" ,જેમને,"નગરના રહેવાસીઓ" તરીકે જાણે છે-
તેઓ ક્ષણમાત્રમાં જ તે નગરના માણસો થઇ જાય છે.

ઉપરના "દ્રષ્ટા" નું જે "ચૈતન્ય-સ્વરૂપ" કે જે અતિ-સૂક્ષ્મ છે,
તે  વાસના અનુસાર "વિવર્ત" પામીને "નગર ના માણસો" ની જેમ જણાય છે.
સ્વપ્ન માં તથા જાગ્રતમાં પણ,આત્મામાં મનુષ્ય-વગેરે નો અધ્યાસ (આભાસ) થતાં -
તે મનુષ્યમાં આત્મા ને સત્યતાનો અધ્યાસ (આભાસ) થાય છે.

રામ પૂછે છે કે-હે,મુનિ,સ્વપ્ન નું શરીર એ માયા-માત્ર છે,તેમાં દેખાતા પુરુષોને -અધિષ્ઠાન ની સત્તાથી
સાચા નહિ,પણ તમામ ખોટા જ માનીએ તો શો દોષ આવે ? તે મને  કહો.

વશિષ્ઠ કહે છે કે-સ્વપ્ન માં પ્રતીત થયેલા (ઉપર પ્રમાણેના) પુરુષો,વાસ્તવિક રીતે સત્ય નથી,પણ,
અધિષ્ઠાન ની સત્તાથી સત્ય છે.કારણકે તેઓ "પ્રત્યક્ષ" જોવામાં આવે છે.એટલે
આ વિષયમાં "પ્રત્યક્ષ" એ જ મોટું "પ્રમાણ" છે.બીજું પ્રમાણ શોધવાની જરૂર નથી.


સૃષ્ટિ ના આરંભમાં -સ્વપ્ન-સરખા-અનુભવ-રૂપ જે "હિરણ્યગર્ભ" છે તેના સંકલ્પથી જ આ "જાગ્રત-જગત"નો
પ્રપંચ ઉત્પન્ન થયો છે.માટે "જાગ્રત-જગત-નો પ્રપંચ"પણ "સ્વપ્ન ની પેઠે "અધિષ્ઠાન ની સત્તા થી જ
સત્તાવાળો છે.એટલે-આ "જાગ્રત નો પ્રપંચ" પણ એક જાતનું "સ્વપ્ન" જ છે.

માટે આ "જાગ્રતના પ્રપંચ" ની રીતે જોઈએ તો- ,જેમ મારી દ્રષ્ટિએ તમે અને બીજા બધા સાચા છો,
(એમ માનીએ) તો તે,સ્વપ્નમાં સ્વપ્ન ના દ્રષ્ટા ની દ્રષ્ટિએ -સ્વપ્ન નાં માણસો પણ સાચા છે.
પણ,જો સ્વપ્નમાં દેખાતા માણસો સાચા નથી તો-મારા જોવામાં આવતા માણસો પણ સાચા નથી.
"જાગ્રત" તથા "સ્વપ્ન" બંને પરસ્પર થી તુલ્ય (તુલના કરી શકાય તેવા) છે -માટે-
આ બંને અવસ્થામાં પ્રતીત થતાં માણસોની સત્યતા એકબીજાની દૃષ્ટિ થી જ છે.
પણ બંને વાસ્તવિક રીતે તો સત્ય નથી જ.

રામ કહે છે કે-હે,ભગવન,આ તમારા કહેવા પરથી મને લાગે છે કે-સ્વપ્ન નો દ્રષ્ટા,નિંદ્રા થી રહિત
થઇ જાય,તો પણ સ્વપ્નમાં દેખાયેલું નગર અધિષ્ઠાન ની સત્તાથી સત્તાવાળું રહે છે,
આમ મારું ધારવું યથાર્થ છે કે કેમ?

વશિષ્ઠ કહે છે કે-હા,તમે જેમ કહો છો તેમ જ છે.સ્વપ્ન નું દેખાયેલ નગર અધિષ્ઠાન ની સત્તાથી સત્ય અને
આકાશ ની પેઠે સ્વચ્છ આકારવાળું જ રહે છે.
આ વાત હમણાં એક બાજુ રહેવા દો અને હવે હું બીજું કહું છું તે તરફ તમે લક્ષ આપો.

"સ્વપ્ન ના પ્રપંચ" માં "જાગ્રત-અવસ્થા" ના બાહ્ય "દેશ-કાળ" ના જેવો સંબંધ નહિ હોવાથી,તે મિથ્યા છે,
એમ તમે જો માનતા હો તો-
તમે જેને "જાગ્રત-અવસ્થા નો પ્રપંચ" માનો છો, તેમાં પણ બાહ્ય "દેશ-કાળ" નો સંબંધ નથી.
આથી જાગ્રત નો પ્રપંચ પણ મિથ્યા જ છે.
આ પ્રમાણે જ છે,એટલા માટે-આ સઘળો (સ્વપ્ન કે જાગ્રતનો) પ્રપંચ જે જોવામાં આવે છે,તે સાચો નથી,
પણ સાચાં જેવો "પ્રતીત" થઇ રહ્યો છે.
જેમ,સ્વપ્ન ની સ્ત્રી સાથેનું સંગ-સુખ મિથ્યા છતાં આસક્તિથી મોહિત કરે છે,
તેમ,આ પ્રપંચ મિથ્યા છતાં-પણ આસક્તિથી મોહિત કરે છે.


   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE