"સ્થૂળ-ભૂત-મય" સમજે છે,તેની દ્રષ્ટિમાં એ દેહ -સ્થૂળ જ થઇ જાય છે.પણ,
જ્ઞાની મનુષ્યો ને તો તે "સ્થૂળ-દેહ" કેવળ બ્રહ્મ-રૂપે જ રહે છે.
હે,રામ,જેમ બાળક ને તેની સામે ઊભેલો પુરુષ "તે પુરુષ (માનવી) છે"
એમ જો ના સમજાય તો-તે બાળકને તે "પુરુષ" એ "ભૂત" લાગે છે-
તેમ,અજ્ઞાની ને આ પૃથ્વી-આદિ-પદાર્થો,મિથ્યા છતાં,તેનું તત્વ નહિ સમજાયાને લીધે "સત્ય" ભાસે છે.
જેમ,સ્વપ્નમાં,પૃથ્વી-આદિ-રૂપે પ્રતીત થયેલા પદાર્થો,"આ સ્વપ્ન છે" એમ જણાયાથી,
ક્ષણ માત્રમાં તે -પૃથ્વી-આદિ-રૂપ થી રહિત થઇ જાય છે,
તેમ,જાગ્રતમાં પણ પ્રતીત થતા પદાર્થોમાં (પૃથ્વી-વગેરેમાં) તેનું "તત્વ" જણાયા થી
ક્ષણ માત્રમાં તે "બ્રહ્મ-રૂપ" થઇ જાય છે.
"બ્રહ્મ" માં "ભાવના" પ્રમાણે જ તે તે પદાર્થો ના આકારો સ્ફૂરે છે.અને
તે આકારો,ઘણા કાળ (સમય) ના અભ્યાસ થી,"સ્થૂળ" પ્રતીત થાય છે.(નરી આંખે દેખાય છે)
પણ વાસ્તવિક રીતે તેનું કોઈ જુદું રૂપ નથી જ.
હવે,લીલા -તો યથાર્થ રીતે સમજાતી હતી કે પૃથ્વી-વગેરે પદાર્થો મુદ્દલ છે જ નહિ,
અને જે "બ્રહ્મ" છે -તે જ "કલ્પના" ને લીધે મિથ્યા "પ્રપંચ-રૂપ" (માયા-રૂપ) ભાસે છે.
અને આથી પુત્ર પ્રત્યે સ્નેહ (આસક્તિ) નહિ રહેવાને લીધે,તેણે પોતાના પુત્રને માતા-રૂપે દર્શન
આપ્યું નહિ.ઉત્તમ જ્ઞાન વાળા મનુષ્યો ને "રાગ-દ્વેષ" ની દૃષ્ટિ કેમ કરીને હોય?
હે,રામ,અખંડ બોધ-રૂપી "બ્રહ્મ" એ "આકાશ" કરતાં પણ "સૂક્ષ્મ" છે.અને અત્યંત શુદ્ધ છે.
અને,જેવી રીતની "કલ્પના" ઉઠે છે,તેવી રીતે તે તુરંત ભાસે છે.
માટે બ્રહ્માંડમાં જે કોઈ પદાર્થો છે-તે સઘળા,"બ્રહ્મ" થી ભિન્ન જ નથી.
(૨૭) લીલા ને જ્ઞાન થી પોતાના પૂર્વ જન્મો નું સ્મરણ થયું
વશિષ્ઠ કહે છે કે-પછી,એ બે સ્ત્રીઓ તે પહાડી ગામની અંદર-તે જ ઘરનાં મંડપ માં ના "આકાશમાં"
જ્યેષ્ઠશર્મા -વગેરે ની નજીક રહેલી છતાં,તેની અને બીજા લોકો ની દૃષ્ટિ થી અદૃશ્ય થઇ ગઈ.
જેમ,સ્વપ્ન અને સંકલ્પમાં -પૃથ્વી-વગેરે ભૂતો,નાડીઓ અને પ્રાણ-વગેરે ના હોવા છતાં પણ,
પરસ્પર વાતચીત થાય છે,તેમ,સંકલ્પ-મય શરીર ધરાવતી એ બંને સ્ત્રીઓ (સરસ્વતી અને લીલા)ને,
પંચમહાભૂતો,નાડીઓ અને પ્રાણ-વગેરે (શરીર) ના હોવા છતાં પણ નીચે મુજબ ની વાતચીત થઇ.
દેવી કહે છે કે-હે,લીલા,જે જાણવાનું હતું તે સઘળું તારા જાણવામાં આવ્યું છે,અને જે જોવાનું છે
તે જોવાઈ ચૂક્યું છે,આ "બ્રહ્મ ની સતા" એવા પ્રકાર ની જ છે.હવે તારે બીજું કંઈ પૂછવાનું છે?
લીલા કહે છે કે-મારા મરી ગયેલા પતિ -પદ્મરાજા-નો જીવ (વિદુરથ રાજા) અત્યારે જે સ્થળમાં રાજ્ય કરે છે ,
તે સ્થળમાં હું જયારે ગઈ હતી,ત્યારે તે સ્થળમાં લોકોએ મને કેમ દીઠી નહિ?
અને અહીં આગળ મારા પૂર્વ જન્મ ના પુત્ર-જયેષ્ઠશર્માએ -મને કેમ દીઠી?