તેઓ કરોડ યોજન ના વિસ્તારવાળા આકાશમાં (અંતરથી) ચડી ગઈ.
બંને સખીઓ વાસ્તવિક રીતે તો ચિદાકાશ-મય શરીરો વાળી હતી,તો પણ પૂર્વે "સંકલ્પ" કરેલા "દૃશ્ય"
(જગત) ના અનુસંધાન વાળા પોતાના સ્વભાવ ને લીધે-પરસ્પર ના આકાર ને જોઈને -
પરસ્પર અત્યંત સ્નેહ કરવા લાગી.
(૨૪) વિચિત્રતા અને વિલાસો થી ભરપુર આકાશ નું વર્ણન
વશિષ્ઠ કહે છે કે-દૂર થી પણ દૂર ઉડીને તેઓ ધીરે ધીરે ઉંચા સ્થાન મા પહોંચી ગઈ,અને એક બીજી નો
હાથ પકડીને,ચાલતી એ સખીઓ "આકાશ" ને નિહાળવા લાગી.
એ આકાશ -અપાર નિર્મળ અંતર વાળું,કોમળ અને કોમળ પવન ના સંયોગ થી સુખ આપનારું હતું.
આ પ્રકરણમાં -પૂરા ચાર પાનાં ભરીને આકાશ નું વર્ણન કર્યું છે.અનંત બ્રહ્માંડો જેમાં સમાયેલા છે,
એવા એ આકાશમાં ત્રૈલોક્ય ના પ્રાણીઓ ભમતાં હતાં.તેવા આકાશમાં ફરીને -
સરસ્વતી અને લીલા પાછાં પૃથ્વી પર જવાને સજ્જ થયાં.
નોંધ-
અગાઉ આકાશ વિષે વશિષ્ઠે "આકાશજ" બ્રાહ્મણનું ઉદાહરણ આપીને -"આકાશ" જ "બ્રહ્મ" (પરમાત્મા) છે,
એમ બતાવ્યું હતું."બ્રહ્મ-સૂત્ર"માં પણ અધ્યાય-૧-પાદ-૧-સૂત્ર-૨૨ માં કહે છે કે-
"આકાશ શબ્દ બ્રહ્મ નો જ વાચક છે. કારણ કે તે આકાશ માં બ્રહ્મ નાં જ લક્ષણો બતાવવામાં આવ્યાં છે."
બ્રહ્મ (પરમાત્મા) જો એક હોય તો આ એક ને સમજાવવા જો ઉદાહરણ થી હોય તો -આકાશ શિવાય બીજા કોઈ સાથે સરખાવવામાં
જોખમ છે -પરમાત્માને કોઈ વસ્તુ સાથે કેમ સરખાવી શકાય ?
વસ્તુ હોય તો તેને પરિમાણ લાગી જાય છે ....માત્ર બિંદુ મુકીએ તો પણ તેનું પરિમાણ લાગે ..કારણ કે જો બિંદુ મુકીએ તો અને તેને
સેન્ટર તરીકે વિચારવું હોય તો .....તેની આસપાસ પરીઘ નો ઉદભવ કરવો જ પડે ........
અને જે લોકો સમજવા માટે ઉદાહરણ નો આશરો માંગતા હોય તેને માટે કદાચ બિંદુ ની સહાયતા લેવાણી હશે .....
પણ નવાઈ ની વાત એ છે કે આ મૂળભૂત વાત પાછળથી ભૂલાઈ ગઈ લાગે છે.
અને હવે લોકોને--બિંદુ એટલે શું ?એવો પ્રશ્ન પૂછવામાં આવે તો વિચાર માં પડી જાય છે .......
એટલેજ પરમાત્મા ને સમજવા આકાશ નું ઉદાહરણ વધુ યોગ્ય લાગે છે ....
હવે માત્ર એક સ્પષ્ટતા જરૂરી છે કે --ઘણી વખત આપણે આકાશ એટલે કે જે નરી આંખે ક્ષિતિજ્ આગળ મળે છે તે ----
એમ જ સમજતા હોઈએ છીએ.પણ આ આકાશ એટલે જે આપણા શરીર ની આસપાસ છે અને તે જ આકાશ સુર્ય ની આસપાસ પણ છે ....
ટૂંક માં આ આકાશ માં સર્વ બ્રહ્માંડ -સુર્ય -ચંદ્ર -પૃથ્વી -તારા સમાયેલા છે.....આ બહુ મહત્વનું છે--સહેજ આંખ બંધ કરીને
આ આકાશ ની કલ્પના ઉપર મુજબ કરીએ તો પરમાત્મા સમજવામાં ખુબજ સરળતા થઇ શકે???
પણ આંખ બંધ કરી આવી કલ્પના કરવા આપણે તૈયાર નથી --અને એટલે વળી પાછું
જે પરમાત્મા ને સમજવા આપણે આકાશ નું ઉદાહરણ આપીએ છીએ --તે જ આકાશ ને સમજવા પાછું ઉદાહરણ ની જરૂર પડી જાય છે -
એટલે પાછા આકાશ ના "દેવ" બનાવવામાં આવ્યા ---વિષ્ણુ ને ----
એક પરમાત્મા નો એક આત્મા ઉદભવ્યો ----એક બિંદુ નું સર્જન થયું ------દ્વૈત -અદ્વૈત બન્યું ----
અને આ નવા સર્જન થયેલા ઘોડા પાછળ આપણે ગાડી જોડી દઈએ છીએ -અને--થોડા સમય પછી ઘોડો ભૂલાઈ જાય છે અને
કાં તો ગાડી પાછળ જતો રહે છે ..........કે તેનું અસ્તિત્વ ભુંસી નાખવામાં આવે છે ----
યોગ વશિષ્ઠ માં આગળ "આકાશજ બ્રાહ્મણ" નું ઉદાહરણ આવી ગયેલું ,ત્યાં આ રીતે જ -પરમાત્મા ને સમજાવવાનો પ્રયત્ન
કરવામાં આવ્યો હતો.અહીં પણ તે જ તત્વજ્ઞાન ફરીથી લીલા નું ઉદાહરણ આપી સમજાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે.
જો આ બંને-ઉદાહરણ ને સમજાવવા ત્રીજું ઉદાહરણ લઈએ.
એક ટેબલ પર કાચ ની એક મોટી શીશી મુકીએ.અને તે બંને માં નાની નાની -બે શીશીઓ મુકીએ.
(૧) હવે ચિત્તાકાશ ને સમજીએ- એટલે તે એક મોટી શીશીમાં જે બે નાની શીશીઓ છે -(તે લીલા-અને-પદ્મરાજા છે)
તે નાની શીશીઓ ની અંદર નું જે આકાશ છે -છે તે ચિત્તાકાશ (મન-રૂપી આકાશ) છે.
(૨) મોટી શીશીની આસપાસ જે આકાશ છે-તે ઉપર મુજબ નું "ચિદાકાશ" છે. કે જેની કોઈ હદ કે સીમા નથી.
(૩) અને મોટી શીશી ઓ ની અંદર નું જે આકાશ છે-તે "વ્યવહારિક-આકાશ" કે જે- તે ગામ કે શહેર માં રહેલા ઘર નું આકાશ છે.
લીલા અને પદ્મરાજા (બે નાની શીશીઓ) જે શહેરમાં જે ઘર (મંડપ) માં રહેતા હતા તે મોટી બાટલી.ના અંદર ના આકાશ માં -
હવે જો પદ્મરાજા મરી ગયા તો તેમની શીશી ફૂટી ગઈ અને શીશી માં નું આકાશ (ચિત્તાકાશ)
તે મોટી શીશી ના આકાશ (વ્યવહારિક આકાશ કે ઘરના આકાશ) માં મળી ગયું.
હજુ જે બીજી શીશી છે તે લીલા ની છે. અને તે શીશી ના કાચ (ઉપાધિ-માયા) ને લીધે તેનો દેહ છે.
જો -નિર્વિકલ્પ સમાધિ દ્વારા તે-લીલા-તે કાચને (માયા-કે ઉપાધિ) ને તોડી શકે-
તો તેની અંદર રહેલું આકાશ (ચિત્તાકાશ) -મોટી બાટલી ના આકાશ (વ્યવહારિક આકાશ) માં-
કે જેમાં પદ્મરાજા નું આકાશ (ચિત્તાકાશ મળી ગયું છે) છે.તેની સાથે એક થઇ શકે!!!!! કે ચિદાકાશ (અનંત આકાશ) માં ભ્રમણ કરી શકે.
જો આટલું સમજ માં આવે તો જ -પહેલાં નું,આ અને આગળનું સહેલાઈ થી સમજી શકાય ??!!