Mar 12, 2015

Yog-Vashisth-Gujarati-યોગવાશિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-106



આત્મ-બોધ ના દૃઢ અભ્યાસથી સંસાર સંબંધી વાસનાઓ પાતળી પડી જાય છે-અને
આ સ્થૂળ દેહ જ સૂક્ષ્મરૂપ થઇ જાય છે.
જો કે મરણ ના સમયમાં જીવ ને સૂક્ષ્મ-દેહ પ્રાપ્ત થાય છે,પણ તે દેહ કોઈ જીવતાના કે મૂઆ ના
અનુભવમાં આવતો નથી.લોકો તો કેવળ સ્થૂળ-દેહ ને જ મરતો જુએ છે.
વાસ્તવિક રીતે જોતાં તો આ સ્થૂળ-દેહ પણ મરતો-કે-જીવતો નથી.કારણકે-
કલ્પિત પદાર્થ ને મરણ કે જીવન હોવાનો સંભવ જ નથી.
"સ્વપ્ન" કે "સંકલ્પ" જેવી ભ્રાંતિ-માં મરણ કે જીવન કહેવાય જ કેમ? (બંને મિથ્યા છે)

લીલા કહે છે કે-હે,દેવી,તમે મને એવા નિર્મળ જ્ઞાન નો ઉપદેશ દીધો  છે કે-તે સાંભળવાથી
દૃશ્ય-રૂપી વિશુચિકા (કોલેરા) નો રોગ શાંત થઇ જાય.હવે તમે મને કહો કે-આ જ્ઞાન નો અભ્યાસ
કેવી રીતે કરવો જોઈએ? અને કેવી રીતે એ પુષ્ટ થાય? ને તેનાથી કેવી સ્થિતિ પ્રાપ્ત થાય?

દેવી કહે છે કે-ગમે તે સમયમાં પણ જે જે મનુષ્ય  જે જે કાર્ય કરે છે-તે તે મનુષ્ય નું તે તે કાર્ય,
"અભ્યાસ" વગર કદી પણ સિદ્ધ થતું નથી.
"જ્ઞાનનું ચિંતન કરવું,જ્ઞાનની વાતો કરવી,નહિ સમજાયેલા જ્ઞાન ના અંશો-એક બીજાને સમજાવવા
અને જ્ઞાન માં જ તત્પર રહેવું" એને પંડિતો "અભ્યાસ" કહે છે.

---મનમાં ભલાઈ વાળા અને વૈરાગ્યવાળા જે મહાત્માઓ,સંસારનું બંધન ટાળવા માટે યત્ન કરે છે,
તેમને "જ્ઞાન ના અભ્યાસી" સમજવા.તેઓ જગતમાં "વિજયી" છે.
---જેઓ,જ્ઞાતાનો અને જ્ઞેયનો અત્યંત અભાવ કરવામાં શાસ્ત્રો અને યુક્તિઓ થી યત્ન કરે છે-
તેમને "જ્ઞાન ના અભ્યાસી" જાણવા.

--આ દૃશ્ય જગત એ સૃષ્ટિ ના આરંભ માં મૂળે ઉત્પન્ન થયું જ નથી,અને
આ જે દેખાય છે તે-તથા જે અહંભાવ-રૂપે છે તે કદી પણ છે જ નહિ-
એમ જે ચિંતન કર્યા કરવું તે-બોધ (જ્ઞાન) નો "અભ્યાસ" કહેવાય છે.
--દૃશ્ય (જગત) નો બાધ થઇ જતાં -રાગ-દ્વેષ વગેરે ઓછા થાય છે અને
બ્રહ્મ-વિદ્યા ના બળથી જે આત્મ-સુખ ઉત્પન્ન થાય છે તે -જ્ઞાન નો "અભ્યાસ" કહેવાય છે

દૃશ્ય (જગત) નો અભાવ સમજવો-તે જ "જ્ઞાન" છે અને તે જ "બ્રહ્મ" કહેવાય છે.
અને એવા જ્ઞાન ના "અભ્યાસ" થી નિર્વાણ સ્થિતિ પ્રાપ્ત થાય છે.

(૨૩) સરસ્વતી અને લીલા નું જ્ઞાન-દેહ થી આકાશમાં ગમન

એ અંતઃપુર મા બીજાં સર્વ સૂઈ રહ્યા હતાં,ત્યારે,સરસ્વતી દેવી અને લીલા-એ બે વીરાંગનાઓ,
ફૂલો અને વસ્ત્ર થી ઢંકાયેલા શબ ની જોડે આસનો પર બેઠી હતી અને ઉપર પ્રમાણે પરસ્પર વાતો કરતી
હતી,તે પછી તેઓ ત્યાંથી સમાધિ ના સ્થાન મા ગઈ.અને સઘળી ચિંતા ઓ છોડી,નિશ્ચળ થઈને બેઠી.

તે બે સ્ત્રીઓ,અત્યંત શાંત,શુદ્ધ અને ચલન-રહિત (સ્થિર) થઈને "નિર્વિકલ્પ સમાધિ કરીને -સઘળાં
બાહ્ય અનુસંધાનો છોડી દીધા અને ત્યારે "દૃશ્ય" (જગત) રૂપી પિશાચ અત્યંત અસ્ત પામી ગયો.
ત્યારે ચિદ્રુપ સરસ્વતીદેવી તે જ "જ્ઞાન-દેહ" થી આકાશ મા ફરવા લાગ્યા.અને
માનુષી "લીલા"  પણ જ્ઞાન અને ધ્યાન ને અનુસરતા -"બીજા-દેહ" થી આકાશમાં ફરવા લાગી.
આમ પૂર્વ-સંકલ્પ ના સંસ્કાર થી,-એ બંને સ્ત્રીઓ,આકાશમાં એક-વેંત જેટલા ભાગમાં ચડીને ઉભી રહી.


   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE