Mar 11, 2015

Yog-Vashisth-Gujarati-યોગવાશિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-105



(૨૨) વાસનાઓ ને ઓછી કરવાનો ઉપાય અને અભ્યાસ

દેવી કહે છે કે-જેમ,"એ સ્વપ્ન છે" એમ સમજાયાથી -સ્વપ્નનો દેહ  અનુભવ માં આવેલો  હોવા છતાં,પણ,
શાંત થઇ જાય છે,તેમ,વાસનાઓ ક્ષીણ થવાથી સ્થૂળ દેહ અનુભવમાં આવેલો હોવા છતાં શાંત થઇ જાય છે.

જેમ,સ્વપ્ન ના કે "સંકલ્પના દેહ"નો અંત થાય છે ત્યારે,આ "સ્થૂળ દેહ" ઉદય પામે છે,
તેમ,"જાગ્રત" ના "સ્થૂળ દેહ"ના "અહંભાવ" નો અંત થાય છે ત્યારે -"મનોમય દેહ" ઉદય પામે છે.

જેમ,સ્વપ્ન માં વાસનાના બીજ નો ઉદય બંધ પડે છે-ત્યારે-"સુષુપ્તિ" પ્રાપ્ત થાય છે,
તેમ,"જાગ્રત"માં બધી વાસનાના બીજ નો ઉદય બંધ પડે છે-ત્યારે "જીવન-મુક્તિ" પ્રાપ્ત થાય છે.

જીવન-મુક્ત લોકો માં જે "વાસના" જોવામાં આવે છે તે-વાસના નથી,
પણ,સર્વ-સામાન્ય-સત્તા-રૂપ-શુદ્ધ "બ્રહ્મ" જ એ "વાસના" નામ થી કહેવાય (ઓળખાય) છે.

જેમાં સઘળી વાસનાઓ સૂઈ જાય છે-તેવી "નિંદ્રા" -એ "સુષુપ્તિ" કહેવાય છે.અને
જેમાં સઘળી વાસનાઓ સૂઈ જાય છે-તેવી "જાગ્રત અવસ્થા" એ "ગાઢ -મૂર્છા" કહેવાય છે.
જેમાં સઘળી વાસનાઓ "ક્ષીણ" થઇ જાય છે-તે સ્થિતિ "તુર્યાવસ્થા" કહેવાય છે.
(પર-બ્રહ્મ ને જાણવામાં આવે તો-એ તુર્યાવસ્થા "જાગ્રત અવસ્થા" માં પણ થાય છે)

જેમાં,જીવતા મનુષ્ય ની વાસનાઓ ક્ષીણ થઇ હોય છે તેવી-જીવન ની સ્થિતિ "જીવનમુક્ત" કહેવાય છે.
આવી દશાને અમુક પુરુષો જાણતા પણ નથી.
જો ચિત્ત (મન) સમાધિથી -પરબ્રહ્મ માં લાગીને પાતળી વાસના-વાળું થાય-તો-
જેમ,બરફ એ તાપથી પીગળી ને જળ-પણું પામે છે-
તેમ,તે (મન) સ્થૂળ-રૂપ છોડી દઈને સૂક્ષ્મ-રૂપ થઇ જાય છે.

જે મન,આત્મા ના પ્રબોધ થી,આમ સૂક્ષ્મતા ને પામેલું હોય,
તે મન,બીજી સૃષ્ટિઓમાં,બીજા જન્મ માં રહેલાં મનો ની સાથે,અને દેવ-આદિ ના શરીરો સાથે મળી જાય છે.
પણ તે સિવાય નું બીજું મન-આ રીતે મળી શકતું નથી.

દેવી કહે છે કે-જયારે, દૃઢ અભ્યાસથી તારો આ અહંભાવ શાંત થશે,ત્યારે તને,
વિસ્તીર્ણ અને "દૃશ્ય-માત્ર ના છેડા-રૂપ" એવું "બોધ-પણું" આપોઆપ પ્રાપ્ત થશે.
જયારે,તારું "સૂક્ષ્મ-પણા નું જ્ઞાન" અવિચળ સ્થિતિ ને પ્રાપ્ત થશે-ત્યારે તું,
સર્વે લોકો ને -"સંકલ્પ" થી દૂષિત નહિ થયેલા અને પરમ પવિત્રતા વાળા જોઇશ.
આથી,હે લીલા,તું વાસનાઓને અલ્પ (ઓછી) કરવાનો યત્ન કર, અને જયારે તારો એ યત્ન -દૃઢ-
થશે-એટલે તું જીવનમુક્ત થઈશ.

દેવી કહે છે કે-વ્યવહારિક કાર્યોમાં,માંસમય દેહ એ માંસમય દેહની સાથે જ સંયોગ પામે છે,
પણ તે સૂક્ષ્મ દેહની સાથે સંયોગ પામી શકતો નથી,
એટલા માટે તરે તારા સ્થૂળ દેહને મારા દેહની સાથે સંયુક્ત કરીને ત્યાં આવવાની આશા રાખવી નહિ.

આ વાત મેં,મારા અનુભવ પ્રમાણે જેમ છે -તેમ જ કહી છે,અને બાળક પણ તે સમજી શકે તેવી છે.
વળી,આ વાત -કોઈ વરદાન કે શાપ ની વાત ની જેમ-ઠોકી બેસાડેલી નથી.


   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE