Mar 8, 2015

Yog-Vashisth-Gujarati-યોગવાશિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-102



દેવી કહે છે કે-તમને આ દૃશ્ય પદાર્થો ની સ્મૃતિ થાય છે તેમાં -પિતામહ "બ્રહ્માનો સંસ્કાર" કારણ-રૂપ છે.
બ્રહ્માને તો પોતાનો દેહ-આદિ- વાસના વિના જ દેખાય છે.
કારણકે પહેલાં નો "બ્રહ્મા" મુક્ત થઇ ગયેલ હોય છે,તેથી તેની વાસના હમણાંના બ્રહ્માને હોવી સંભવિત નથી.

એટલા માટે વાસનાઓ વિના એકલું "ચૈતન્ય" જ બ્રહ્મા-આદિ-રૂપે વિવર્ત પામે છે-એમ સમજવું.
ચૈતન્ય નો એવો સ્વભાવ જ છે.
પણ,કાક-તાલીય ન્યાય થી કોઈ પ્રતિભાસ-મય બ્રહ્મા ઉત્પન્ન થાય છે ને તે માને છે કે-
"આગળના બ્રહ્મા થી હું બીજો બ્રહ્મા થયો છું"
જગતની ઉત્પત્તિ આ પ્રમાણે છે,માટે કોઈ પણ પ્રદેશમાં અને કોઈ પણ કાળમાં કંઈ ઉત્પન્ન થયું જ નથી.
કેવળ ચિદાકાશ જ છે-બીજું કશું જ નથી.

અનુભવ થી થયેલી અને અનુભવ વિના થયેલી-એ બંને પ્રકારની વાસનાઓ -
માયા વિશિષ્ટ-બ્રહ્મમાં થી જ ઉત્પન્ન થાય છે.
જગતના કારણ-રૂપ જે -વાસના છે તે પણ બ્રહ્મનો જ વિવર્ત છે.એટલે જગત અને વાસના એ કહેવામાત્ર છે.
વાસ્તવિક નથી.આમ જગત (દૃશ્ય) ઉત્પન્ન થયું જ નથી,કેવળ શુદ્ધ બ્રહ્મ જ છે જે પોતાના સ્વરૂપમાં રહેલ છે.

લીલા કહે છે કે-હે,દેવી,જેમ સવારમાં સૂર્ય-પ્રકાશ જગત ની શોભા દેખાડે છે, તેમ,તમે મને ઉત્તમ વિચાર
દેખાડ્યો છે.કે જેને વિષે વધુ વિચાર કરવાથી તે વધુ ને વધુ પ્રકાશશે.
પણ હે,દેવી,અભ્યાસ નહિ હોવાને લીધે -મને જ્યાં સુધી આ વિષયમાં દૃઢ વ્યુત્પત્તિ (સમજ) થઇ નથી,
ત્યાં સુધી મારા મનમાં એક ઉત્કંઠા છે,તેને તમે શાંત કરો,અને એ બ્રાહ્મણ,બ્રાહ્મણી સાથે જે પહાડી
ગામની સૃષ્ટિમાં રહેતો હતો ત્યાં લઇ જાઓ જેથી હું તેમને જોઉં.

દેવી કહે છે-તું પ્રથમ,પરમ પવિત્ર સમાધિ (કારણ-બ્રહ્મ-પણા નું ગ્રહણ) કરીને આ દેહને ભૂલી ને નિર્મળ થા,
એટલે,પછી, જેમ,પૃથ્વીમાં રહેલા મનુષ્ય નો "સંકલ્પ" આકાશના અંતઃપુર ને પ્રાપ્ત થાય છે,
તેમ,તું ચિદાકાશ માં રહેલા "માયાકાશ-રૂપ" તે "સર્ગ"  ને અવશ્ય પ્રાપ્ત થઈશ.
તું આ દેહના અભિમાન (અહમ) ને છોડી દઈશ,તો જ -આપણે બંને સાથે,એ "સર્ગ" ને જોઈ શકીએ.
કારણકે-એ "સર્ગ" ના દ્વારમાં પ્રવેશ કરવા માટે આ "સ્થૂળ-દેહ" મોટી અડચણ-રૂપ છે.

લીલા કહે છે કે-હે,દેવી,આ સ્થૂળ-દેહથી -તે-બીજા (માયાકાશ-રૂપ) સર્ગ માં શા માટે જવાય નહિ?

દેવી કહે છે કે-જેમ,તમે સોનાને વીંટી-રૂપ સમજો છો,તેમ આ નિરાકાર બ્રહ્માંડો ને તમે અજ્ઞાન થી સાકાર
સમજો છો.સોનું જેમ, વીંટીના -રૂપને  ધારણ કરે છે,તો પણ તેમાં વીંટી-રૂપ-પણું નથી,
તેમ,પરબ્રહ્મ-એ જગત-રૂપ થયેલ છે -તો પણ તેમાં જગત-પણું નથી.

જેમ,સમુદ્રમાં ધૂળ ની કલ્પના કરવામાં આવે છે,તેમ,બ્રહ્મ માં "માયા" ની "કલ્પના" કરવામાં આવે છે.
આ પ્રપંચ (માયા) મિથ્યા જ છે,અને જે જીવ છે તે-સત્ય-રૂપ-બ્રહ્મ જ છે.
આ વિષયમાં,ઉપનિષદો,ગુરુઓ અને અનુભવો એ "પ્રમાણ" (સાબિતી)  છે
જીવ એ બ્રહ્મને જાણી શકે છે,પણ,જો એ બ્રહ્મ ના હોય તો બ્રહ્મ ને જાણી શકે નહિ. માટે-
જે બ્રહ્મ છે તે જ સૃષ્ટિ-આદિ-નામો થી વિવર્ત પામેલ છે,વિવર્ત પામવાનો બ્રહ્મ નો સ્વ-ભાવ છે.
કોઈ પણ નિમિત્ત-કારણો નહિ હોવાને લીધે-જગતને કાર્ય-પણું-કે-બ્રહ્મ ને કારણ-પણું છે જ નહિ.

જ્યાં સુધી દૃઢ અભ્યાસથી તારી ભેદ-બુદ્ધિ ટળી નથી,
ત્યાં સુધી તું બ્રહ્મ-રૂપ નથી અને -તે-બ્રહ્મને દેખી શકતી નથી.


   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE