પંછીડાને આ પીંજરું જુનું જુનું લાગે,
બહુયે સમજાવ્યું તોયે પંછી નવું પીંજરું માંગે.
ઉમટ્યો અજંપો એને પંડનારે પ્રાણ નો,
અણધાર્યો કર્યો મનોરથ દુરના પ્રયાણ નો.
અણદીઠે દેશ જાવા લગન એને લાગી----બહુયે
સોને મઢેલ બાજથીયો ને સોને મઢેલ ઝૂલો,
હીરે જડેલ વીંઝણો મોતીનો મોંઘુ પણ મોલો,
પાગલ ના બનીએ ભેરુ,કોઈના રંગરાગે---બહુયે