Feb 27, 2015

Yog-Vashisth-Gujarati-યોગવાશિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-93


(૧૫) મંડપ-આખ્યાન-પદ્મરાજા અને તેની સ્ત્રી લીલા નું વર્ણન

વશિષ્ઠ કહે છે કે-આ જગત ચૈતન્ય-રૂપ જ છે,કારણકે જેમ નિર્મળ મોતી આકાશમાં પ્રતીત થાય છે,
તેમ ચૈતન્યમાં પ્રતીત થાય છે.આ વિષે હું હવે જે દૃષ્ટાંતો કહું છું તે તમે સાંભળો.

જેમ,સ્તંભ માં વગર કોતરેલી પૂતળી પ્રતીત થાય છે-તેમ ચૈતન્યમાં ઉત્પન્ન થયા વિનાનું બ્રહ્માંડ  
પ્રતીત થાય છે. ચૈતન્ય-રૂપ સ્તંભમાં પ્રતીત થતી આ બ્રહ્માંડ-રૂપ પૂતળી કોતરાયેલી જ નથી-
કારણ કે કોઈ તેનો કોતરનાર  જ નથી.

જેમ,સમુદ્રની અંદર રહેલું પાણી,એ પોતાના પાણી-રૂપ સ્વભાવથી ભ્રષ્ટ થયા વિના જ તરંગો-રૂપે
પ્રતીત થાય છે-તેમ,જગત પણ બ્રહ્મ ના સ્વભાવ થી ભ્રષ્ટ થયા વિના જ દ્રશ્ય-રૂપે પ્રતીત થાય છે.
જેમ,નિર્જળ દેશની નદીમાં પાણી હોવાનો સંભવ નથી-તેમ,ચિદાકાશ-રૂપ આ જગતમાં
ભિન્ન આકારનો કદી પણ સંભવ નથી.અ જગત ભિન્ન આકાર થી રહિત છે અને સંકલ્પના નગર જેવું છે.
જેમ નિર્જળ દેશમાં નદી ભ્રાંતિથી દેખાય છે તેમ,દૃશ્યતા-ભ્રાંતિ-રૂપે પ્રતીત થાય છે.

અવિચાર જ જગતને ભિન્ન દેખાડનાર છે,તેને છોડી દેવામાં આવે તો,
જગત-શબ્દ-ના અર્થ અને  બ્રહ્મ-શબ્દ-ના અર્થ માં કોઈ ભિન્નતા છે જ નહિ.
જેમ વાદળાં ની પાસે "સંકલ્પ નું વાદળું" એ સૂક્ષ્મ છે-તેમ ચૈતન્ય ની પાસે જગત સૂક્ષ્મ છે.
આ બ્રહ્મ અને જગત ના વિષયમાં શ્રવણ ના ભૂષણ-રૂપ એવું મંડપ નું આખ્યાન હું કહું છું તે તમે સાંભળો,
એ સાંભળવાથી આ વિષય નિઃસંદેહ રીતે તમારા મનમાં ઠસી જશે.

શ્રીરામ કહે છે કે-હે,બ્રહ્મન,સદબોધ ની વૃદ્ધિને માટે કેટલીએક સંબંધ-વાળી છતાં અનુપયોગી,
એવી વાતોનો સંક્ષેપ કરીને તમે તુરત મને મંડપ નું આખ્યાન કહો.

વશિષ્ઠ કહે છે કે-પૃથ્વી પર એક વખત વિવેક અને મર્યાદાશીલ "પદ્મ" નામે રાજા હતો,અને
તે રાજાને રૂપવતી અને વિલાસપ્રિય "લીલા" નામની રાણી હતી.
પૃથ્વીના કામદેવ સરીખા એ પદ્મરાજા ની લાંબા કાળ સુધી સેવા કરવા સારું જાણે
બીજી રતિ જન્મી હોય,તેવી તે લીલા-રાણી જણાતી હતી.
એ લીલા જયારે પદ્મરાજા ઉદ્વેગ પામે તો ઉદ્વેગ પામતી ,આનંદ પામે તો આનંદ પામતી, અને
રાજા જો આકુળ થતો તો આકુળ થતી.અને આથી તે પદ્મરાજા ના પ્રતિબિંબ સમી હતી.

(૧૬) લીલારાણી  ની તપશ્ચર્યા અને સરસ્વતી નું પ્રસન્ન થવું.

વશિષ્ઠ કહે છે કે-એ પદ્મરાજા ને લીલા વિના બીજી કોઈ રાણી ન હતી.એ પદ્મરાજાએ-ભૂતલ પરની
અપ્સરા સમાન પોતાની સ્ત્રી સાથે સ્વભાવિક પ્રેમરસ થી રમણ કર્યું.
અનેક વર્ષો અને અનેક જગ્યા એ બંને એ ક્રીડા કરી.

એક સમયે લીલારાણી વિચારવા લાગી કે-યૌવન ના ઉલ્લાસથી ભરેલા અને ભરીભરી લક્ષ્મીવાળા
આ મારા પ્રાણાધિક પ્રિયતમ પદ્મરાજ શી રીતે અજર-અમર થાય?
કેવી રીતે હું મારા એ ભર્તા સાથે સો સો યુગના ચિરકાળ સુધી યચેચ્છ રમણ કરી શકું?
મારે પ્રથમ તો જ્ઞાનવૃદ્ધ,તપોવૃદ્ધ એવા બ્રાહ્મણો ને પૂછવું જોઈએ કે -
કેવા કોઈ જપ-તપ-યમ-નિયમથી મારા પતિ નું મરણ ના થાય.

   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE