અને અજ્ઞાન-કાળમાં સ્થાવર-વગેરે જડ-પદાર્થો માં જડતા ને લીધે એ "અપ્રકાશિત-રૂપે" રહે છે.
અવિચાર-કાળ માં (અજ્ઞાનથી) "પ્રાણ-વગેરે" ની "કલ્પના" ને લીધે-એ ચૈતન્ય "સંસારી" થાય છે.અને
વિચાર-કાળમાં (જ્ઞાનથી) એ પોતાના "સ્વ-ભાવ" માં જ રહે છે.
જે ચૈતન્ય ની સત્તા છે -તે જ જગતની સત્તા છે,અને જે જગતની સત્તા છે તે જ ચૈતન્ય નું શરીર છે,
જેમ આકાશમાં નીલતા પ્રતીત થવા છતાં પણ વાસ્તવિક રીતે તે હોતી નથી,
તેમ ચૈતન્યમાં બ્રહ્માંડ પ્રતીત થતું હોવાં છતાં પણ તે વાસ્તવિક રીતે નથી.
આ પ્રમાણે જગત એ પોતાની સત્તાથી અસત્ છે,પણ અધિષ્ઠાન ની સત્તા થી સત્ છે.
કલ્પિત પદાર્થ ની સત્તા અને અસત્તા -એ અધિષ્ઠાન થી જુદી હોય જ નહિ,
માટે જગત ની સત્તા અને અસત્તા એ બ્રહ્મ થી જુદી નથી.
વિદ્વાનો ના અનુભવ નું ખંડન કરવા માટે-જે લોકો "અવયવ-વાળા જગત ની અને અવયવ વગરના
પરમાત્મા ની એકતા કેવી રીતે હોઈ શકે?" એવી કલ્પનાઓ કરે છે-તેમણે ધિક્કાર છે.
જે ચૈતન્યમાં -અખંડિતતા પણા ને લીધે પર્વતો,સમુદ્રો,પૃથ્વી,નદીઓ,અને દેવતાઓ સહિત-
આ સઘળું જગત જ નથી,તો તેમાં સસલા ના શિંગડા જેવા (જગત માટે)
અવયવ અને અવયવની કલ્પનાઓ-ને અવકાશ જ ક્યાંથી મળી શકે?
જેમ સ્ફટિક-મણિ-એ પોતાની અંદર બીજા કોઈનો સમાવેશ ન થાય એવો ઘાટો હોવા છતાં,
પોતાનામાં આખા નગરના પ્રતિબિંબ ને ધારણ કરે છે,
તેમ,નિર્મળ બ્રહ્મ અત્યંત અખંડ હોવાં છતાં પણ પોતામાં સઘળા અસત્ બ્રહ્માંડને ધરે છે.
જયારે કાર્ય-રૂપે ઉત્પન્ન થયેલા આ પ્રત્યક્ષ આકાશને પણ વાયુ-વગેરેનો સંગ નથી,
ત્યારે,સર્વ પદાર્થો ના અધિષ્ઠાન-રૂપ, ચિદાકાશને-
જગતની સત્તા-અસત્તા-તુંપણું-હુંપણું -વગેરે સાથે સંબંધ કેમ જ હોઈ શકે?
જેમ,પાંદડા ની -પોતાની અંદરની નસોનો સમૂહ પોતાથી ભિન્ન છે અને અભિન્ન પણ છે,
તેમ છતાં તે પાંદડું તેને પોતાની અંદર ધારણ કરી રહે છે,
તેમ,જગત પોતાથી ભિન્ન છે અને અભિન્ન પણ છે,
છતાં બ્રહ્મ તેને પોતાની અંદર સ્વાભાવિક જ ધારણ કરીને રહેલ છે.
જેમ,જગતનું ઉપાદાન-કારણ (બ્રહ્મ) નિર્વિકાર હોવાથી,જગત-રૂપ વિકાર મિથ્યા છે,
તેમ,ચિત્તો ની સમષ્ટિ-રૂપ હિરણ્યગર્ભથી ઉત્પન્ન થયેલો હોવાને લીધે જગત-રૂપ વિકાર મિથ્યા છે.
જો કોઈ એમ કહે કે-"જગત મિથ્યા હોય તો-ચૈતન્ય પણ મિથ્યા હોવું જોઈએ."
તો આવી વાત કરવાથી ચૈતન્ય નું મિથ્યા-પણું સિદ્ધ થઇ શકે નહિ.
કારણ કે ચૈતન્ય-એ અનુભવ થી સિદ્ધ થઇ શકે છે.અને જે વિષય-અનુભવ થી વિરુદ્ધ હોય -
તેમાં વચન ની પ્રમાણતા મનાય જ નહિ.
હે,રામ,આકાશ જેવા મહા-ચૈતન્યની અંદર આ જે સઘળું દૃશ્ય-રૂપ બ્રહ્માંડ છે-તે મહા-ચૈતન્યમય જ છે,
એવો,અનુભવ પૂર્વક નિશ્ચય રાખો.