તેમ,જગત એ પણ પ્રાતિભાસિક હોવા છતાં સ્થૂળ-શરીર-વાળું દેખાય છે.
જો કે બ્રહ્મા-પણ માયા-વિશિષ્ટ પરમાત્મા (બ્રહ્મ) ના પ્રથમ સંકલ્પ થી જ ઉત્પન્ન થયા છે.
પણ આમ હોવાને લીધે તે "શુદ્ધ-જ્ઞાન-વાળા" છે.અને આપણે જેમ,આપણા પ્રાતિભાસિક રૂપ ને ભૂલી ગયા છીએ,તેમ એ બ્રહ્મા-પોતાના પ્રાતિભાસિક રૂપ ને ભૂલી જતા નથી.
"આ સ્થૂળ દેહ ની "ભ્રાંતિ-રૂપ" ચૂડેલ -એ ઝાંઝવા ના જળ ની પેઠે અસત્ય છે"
આ "કારણ" ને જ્ઞાનથી સમજતા -એ બ્રહ્મા ને -તે ચૂડેલ વળગતી નથી.
આમ,બ્રહ્મા -કે જે પંચ-ભૂતો માંથી બનેલા નથી પણ પરમાત્મા ના "મનોમાત્ર "છે,
તેમ,તેમનાથી ઉત્પન્ન થયેલું જગત પણ "મનો-માત્ર"' જ છે.
એટલે કે જે "પર-બ્રહ્મ" છે તે "મન-પણા" ને પામી ને "બ્રહ્મા "ને -અને -તે "બ્રહ્મા" જગતને રચે છે.
તેથી જગત એ પણ "પર-બ્રહ્મ" થી અભિન્ન છે.
આપણે જેમ મનથી સંકલ્પ કરી ને તે સંકલ્પ ના જેવું જ નગર (મનમાં) ઉત્પન્ન કરીએ છીએ,
તેમ,પરમાત્મા નું મન પણ વિસ્તારવાળા ખોટા જગતને ઉત્પન્ન કરે છે.
જેમ રજ્જુ (દોરડા) માં સર્પ દેખાય પણ તે સાચો સર્પ નથી,તેમ જગતમાં "ભૂત-મય-પણું" નથી.
આથી બ્રહ્મા અને તેમના જેવા જ્ઞાની પુરુષો -જગતમાં કોઈ પણ રીતે મોહ-રહિત જ રહે છે.
વાસ્તવિક રીતે તો જ્ઞાનની દ્રષ્ટિમાં -પ્રાતિભાસિક "પ્રપંચ" પણ નથી તો પછી,સ્થૂળ પ્રપંચ ક્યાંથી હોય?
જેમ,ચિત્ત (મન) માં રહેલી આ "દૃશ્ય-રૂપી" ચૂડેલ,ભ્રાંતિ થી (ખોટેખોટી) પણ પ્રત્યક્ષ દેખાઈ ને -
તે ચૂડેલ ના જોનારા ને મારી નાખે છે, અને
જેમ બીજમાં રહેલો અંકુર-દેશકાળ (સમય) પ્રાપ્ત થતાં પોતાના દેહ ને બહાર પ્રફુલ્લિત કરે છે,
તેમ,મન ની અંદર રહેલું જગત,"ભ્રાંતિ-રૂપ" કારણ પ્રાપ્ત થતાં પોતાના દેહને બહાર પ્રફુલ્લિત કરે છે.
જો દૃશ્ય (જગત) રૂપી -દુઃખ સાચું હોય તો તે કદી પણ શાંત થાય નહિ -અને જો તે જગત સાચું જ હોય તો,
અને તે,કદી શાન્ત થાય જ નહિ તો દ્રષ્ટા (પરમાત્મા) ને પાછું પોતાનું "કેવળ-એક-પણું" પ્રાપ્ત થાય નહિ.
પણ દૃશ્ય (જગત) શાંત થાય છે,અને દ્રષ્ટા (પરમાત્મા) ને પણ શાંતિ-પણું મળે છે -તે જ મોક્ષ છે.
(૪) સાંજ,રાત્રિ અને પ્રભાત નું વર્ણન અને ઉપદેશ નો પ્રારંભ
વાલ્મીકિ બોલ્યા-વશિષ્ઠ આ પ્રમાણે બોલી રહ્યા હતા અને તે સાંભળવા તલ્લીન થયેલા લોકો ત્યાં મૌન
ધારણ કરીને બેઠા હતા.સઘળી રાજસભા જાણે ચિત્રમાં આલેખાયેલી હોય તેમ સ્થિર થઈને બેઠી હતી,
ત્યારે દિવસ માત્ર બે ઘડી બાકી રહ્યો હતો.
તડકો મંદ થઇ ગયો હતો,અને સૂર્ય ના કિરણો અલ્પ થઇ ગયા હતાં.
ત્યાં સાંભળેલા વિષય નું જાણે મનન કરવાની ઈચ્છા હોય તેમ સૂર્યનારાયણ પણ જગતમાં ફરવા ની
ખટપટ છોડી દઈ ને અસ્તાચળના નિર્જન સ્થળમાં ચાલ્યા ગયા હતા.
સઘળાં શ્રોતાઓ ના કંઠ (ડોક) ઉત્કંઠાથી લાંબા થયા હતા તેમ સઘળા પદાર્થો ની છાયા પણ લાંબી થઇ હતી.