Jan 25, 2015

Yog-Vashisth-Gujarati-યોગવાશિષ્ઠ મહારામાયણ-ઉત્તર રામાયણ-60


માટે જો દૃશ્ય (જગત) ની સત્તા રહેશે તો -
અનેક યત્ન કરીને સમાધિ કર્યા છતાં તે સમાધિમાં દૃશ્ય (જગત) ની પ્રતીતિ  થશે જ.
કારણકે જ્યાં ચૈતન્ય (દૃશ્ય-પરમાત્મા)રહે છે ત્યાં તેને લગતો-જગત-રૂપી-ભ્રમ આવ્યા વિના રહેશે નહિ.
અને,કદાચ જીવ -સમાધિમાં બળાત્કારથી પોતાનામાં પાષાણ (પથ્થર) -પણા ની ભાવના કરે
તો પણ -સમાધિ ના અંતમાં દૃશ્ય (જગત) નો ઉદય થયા વગર રહેશે જ નહિ.

આમ,આથી,જો દૃશ્ય -એ જો પર-બ્રહ્મ થી જુદી સત્તા-વાળું હોય તો-તે કદી પણ શાંત થાય નહિ.
તપથી,જપ થી અને ધ્યાન થી તે દૃશ્ય ની શાંતિ થશે-એ તો મૂર્ખાઓની કલ્પના છે.

જેમ કમળકાકડી ના ગર્ભ માં કમળ ના બીજ રૂપ સૂક્ષ્મ તંતુ રહે છે
તેમ-દ્રષ્ટા (પરમાત્મા) માં દૃશ્ય (જગત) બીજ રૂપે રહેલ છે.
જેમ,તલ-વગેરેમાં તેલ,જેમ,પદાર્થોમાં રસ છે,અને પુષ્પોમાં સુગંધ છે-
તેમ દ્રષ્ટા માં દૃશ્ય નો અનુભવ સર્વદા હોય છે જ.

જેમ,કપૂર -વગેરે પદાર્થો ને ગમે ત્યાં રાખવામાં આવ્યા હોય પણ
તેમની સુગંધ નો ઉદય થયા વિના રહેતો નથી,
તેમ,ચૈતન્ય-રૂપ આત્મા ને સંધિમાં રાખવામાં આવ્યો હોય -તો પણ
તેના ઉદરમાં જગત નો ઉદય થયા વિના રહેતો નથી,.
મનુષ્ય ના નાના હૃદયમાં પણ-જેમ,મોટામોટા સંકલ્પો,સ્વપ્નો અને મનો-રાજ્યો રહેલા છે-
તેમ,ચૈતન્ય (પરમાત્મા-દ્રષ્ટા) ના સૂક્ષ્મ ઉદરમાં સઘળું "દૃશ્ય"  (જગત)રહેલ છે.

જેમ (બાળકના ) મનની કલ્પનામાં રહેલ પિશાચ (ભૂત) -તે બાળક ને દુઃખી કર્યાવગર રહે જ નહિ,
તેમ,સર્વદા વળગી રહેલ આ "દૃશ્ય-રૂપી-ચુડેલ" જીવ ને દુઃખી કર્યા વગર રહે જ નહિ.

જેમ,બીજ ની અંદર રહેલો અંકુર,
દેશ-કાળ (અનુકૂળ સ્થિતિ) મળતા પોતાના દેહને અંકુરિત થઇ પ્રકાશિત કરે છે,અને
જેમ,બીજ (સૂક્ષ્મ-ગર્ભ) ની અંદર
અંકુર આદિ વિચિત્ર કાર્યો રચવાની,અવિનાશી શક્તિ -સર્વદા રહેલી છે-
તેમ,ચૈતન્ય-રૂપ-આત્મા (પરમાત્મા) ની અંદર "સ્વ-ભાવ-રૂપ-જગત" (દૃશ્ય) ની સ્થિતિ સર્વદા રહેલી છે.

(૨) આકાશજ -નામના-તત્વવેતા બ્રાહ્મણ ની કથા.

વશિષ્ઠ કહે હે કે-હે,રાઘવ, હવે તમને શ્રવણ ના અલંકાર-રૂપ એવું "આકાશજ" નામના બ્રાહ્મણનું  આખ્યાન
કહું છું,તે તમે સાંભળો,કે એથી તમને આ "ઉત્પત્તિ-પ્રકરણ" સારી રીતે સમજાશે,

આકાશજ નામે એક ધર્માત્મા બ્રાહ્મણ હતો,તે ધ્યાનમાં નિષ્ઠા રાખતો હતો અને પ્રજાનું હિત કરવામાં તત્પર
રહેતો હતો.એ ઘણું લાંબુ જીવ્યો. "મૃત્યુ" તે બ્રાહ્મણ ને મારવા મેરુ-પર્વત પરના તેના નગરમાં ગયો. અને
જેવો તે નગરમાં પેસવા ગયો,કે અગ્નિ -કે જેને તે બ્રાહ્મણે કિલ્લા-રૂપે રાખ્યો હતો -
તે "મૃત્યુ" ને બાળવા લાગ્યો.આમ છતાં -મૃત્યુ- એ અગ્નિની જ્વાળાઓને  ચીરીને -નગરની અંદર પ્રવેશ્યો,
અને તે બ્રાહ્મણ ને જોઈને,પ્રયત્ન-પૂર્વક તે બ્રાહ્મણ ને હાથથી પકડવા નો પ્રયત્ન કરવા લાગ્યો.

પણ જેમ,કોઈ મહા-બળવાન પુરુષ પણ -"સંકલ્પ થી ઉભા થયેલા પુરુષ" ને પોતાના સેંકડો હાથ થી પણ
પકડી શકે નહિ,તેમ,"મૃત્યુ" પણ તે બ્રાહ્મણ ને પકડી શક્યો નહિ.
એ બ્રાહ્મણ તેને પોતાની આંખ આગળ બેઠેલો જણાતો  હતો,તેમ છતાં તેને પકડી શકતો નહોતો.
આથી તે મૃત્યુ પાછો ફરીને યમરાજાની પાસે આવ્યો અને તેમને પૂછ્યું કે-
હે,પ્રભુ,આ આકાશજ બ્રાહ્મણ ને કેમ હું પકડી શકતો? તે મારો કોળિયો કેમ થતો નથી?


   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE