Sep 5, 2022

RajYog-Gujarati-Swami Vivekanand-રાજયોગ-સ્વામી વિવેકાનંદ-29

સમાધિ અવસ્થાએ -વૈજ્ઞાનિક પદ્ધતિથી -પહોંચવા માટે-"રાજયોગ" નાં વિવિધ પગથિયાં પર થઈને,
અનુભવ લઈને-ઉપર ચડવું -જ સલાહ ભરેલું અને હિતાવહ છે.આગળ આપણે પ્રત્યાહાર અને ધારણાનાં પગથિયાં (ભૂમિકા) વિશે જોઈ ગયા.હવે ધ્યાન અને સમાધિની ભૂમિકા (પગથિયું) આવે છે.

"મન જયારે અમુક-આંતરિક  કે બાહ્ય-સ્થાનપર ચોંટી રહેવાને કેળવાઈ જાય,ત્યારે તેનામાં એ સ્થાન તરફ,
જાણેકે -એક અખંડ પ્રવાહ-રૂપે વહેવાની શક્તિ આવે છે-આ સ્થિતિ ને "ધ્યાન" કહેવામાં આવે છે" અને
"ધ્યાનની શક્તિને મનુષ્ય જયારે એટલી હદ સુધી તીવ્ર બનાવે કે-તે સંવેદનના બાહ્ય ભાગને છોડીને,કેવળ અંદરના ભાગ (એટલે કે અર્થ) પર જ ધ્યાન-મગ્ન રહી શકે,ત્યારે તે અવસ્થાને "સમાધિ" કહેવામાં આવે છે".

આ "ધારણા-ધ્યાન અને સમાધિ"-એ એકસાથે મળેલાં હોય ત્યારે -
તે અવસ્થાને "સંયમ" એવું નામ આપવામાં આવેલું છે.

એટલે કે-સૌથી પહેલાં -જો મન "એક વિષય" પર એકાગ્ર થઇ શકે (ધારણા)-
અને પછી તે એકાગ્રતાની અવસ્થામાં લાંબા વખત સુધી રહી શકે (ધ્યાન) -ત્યાર બાદ-
નિરંતર એકાગ્રતાને પરિણામે -મન-જે  "વિષય" (પર ધારણા કરી હતી) તેના સંવેદનના બાહ્ય ભાગને
છોડીને તેના અંતરંગ (અર્થ) ભાગ પર જ ઠસી શકે--તો એવા મનના કાબૂ તળે-દરેક વસ્તુ આવે--તે-
આ "સમાધિ" અવસ્થા એ અસ્તિત્વની -સર્વોચ્ચ સ્થિતિ છે.

જ્યાં સુધી મનની અંદર કોઈ વસ્તુને પામવાની "ઈચ્છા" રહેલી છે,ત્યાં સુધી સાચું સુખ મળી શકે જ નહિ.
પણ તે વસ્તુઓનો માત્ર "ચિંતનાત્મક અને સાક્ષી-સમાન" અભ્યાસ જ સાચું સુખ આપી શકે.
જે આત્મા આ ધ્યાન-પરાયણતાની ભૂમિકાએ પહોંચ્યો હોય,તે કશી-કોઈ  ઈચ્છા કરતો નથી,અને
પ્રકૃતિના પરિવર્તનોની સાથે પોતાની જાતને સેળભેળ કરી દેતો નથી.
તેને માટે તો પ્રકૃતિનાં બધાં સૌન્દર્ય અને પ્રકૃતિની બધી ભવ્યતા-એ એક "ચિત્ર જેવી" (સુંદર) છે.

ધ્યાન ની બાબતમાં -ફરી એકવાર આ નીચેના  વિચારોને સમજી લેવા અત્યંત જરૂરી છે.

આપણે જયારે-એક અવાજ સાંભળીએ છીએ-તેમાં-
--પ્રથમ, બહારનું કંપન થાય છે  (શબ્દ)
--બીજું, જ્ઞાનતંતુઓ (પોતાની ક્રિયા કરી) એ કંપન ને મન પાસે લઇ જાય છે.(અર્થ)
--ત્રીજું,મનમાંથી તેની પ્રતિક્રિયા થાય છે,અને બાહ્યકારણ-રૂપ-વિષય -અવાજનું જ્ઞાન થાય છે (જ્ઞાન)  
ત્રણને યોગની ભાષામાં -શબ્દ-અર્થ-અને જ્ઞાન કહે છે,

અને શરીર-શાસ્ત્ર અને ભૌતિક વિજ્ઞાનની ભાષામાં-એમને
આકાશમાંનું કંપન-જ્ઞાનતંતુ અને મગજમાંની ગતિ-ક્રિયા અને માનસિક પ્રતિક્રિયા -કહે છે.
હવે આ ત્રણે જો કે અલગઅલગ ક્રિયાઓ છે-પણ -
તે એવી રીતે સેળભેળ થઇ ગયેલી છે -અને તદ્દન અસ્પષ્ટ છે.

હકીકતમાં -આપણે આમાંથી એકે ને ય -અલગ રીતે અનુભવી શકીએ તેમ નથી.માત્ર તેમનું,
સંયુક્ત કાર્ય જ અનુભવી શકીએ છીએ-કે-જેને આપણે બાહ્ય વિષય (પદાર્થ-અહીં આગળ અવાજ)કહીએ છીએ."અનુભવ" ની ક્રિયામાં આ ત્રણે સમાયેલાં છે,
એટલે તેમને અલગઅલગ રૂપે ન જોઈ શકવાનું કશું જ કારણ નથી.


   PREVIOUS PAGE          
        NEXT PAGE       
      INDEX PAGE